ખાનગી યુનિવર્સિટીમાં હવે બીસીએ અને બીબીએની ફી સરકાર નક્કી કરશે, સંચાલકોએ કર્યો વિરોધ
અમદાવાદઃ ગુજરાતમાં ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા બીસીએ અને બીબીએ સહિતના અભ્યાસક્રમોમાં મનમાની ફી લેવાતી હોવાની ફરિયાદો ઊઠી હતી. ખાનગી યુનિવર્સિટીઓમાં ફીના માળખામાં એક સમાનતા જળવાતી નથી. જે યુનિવર્સિટીઓ પાસે પુરતું ઈન્ફાસ્ટ્રચર કે પુરતી ફેકલ્ટી નહોવા છતાંયે ફીનું ધોરણ ઊંચુ હોવાની સરકારને રજુઆત મળ્યા બાદ હવે આવતા વર્ષથી એટલે કે વર્ષ 2025-26ના શૈક્ષણિક સત્રથી ફી નિર્ધારણ કમિટી […]