1. Home
  2. Tag "bengal"

બંગાળની ભયાનક ‘સંદેશખાલી’ ઘટના પર બનશે ફિલ્મ, મોટા પડદા પર પીડિતોની પીડા જોવા મળશે

મુંબઈઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર, પરીન મલ્ટીમીડિયાએ દેશને હચમચાવી નાખનાર બંગાળમાં બનેલી ભયાનક ઘટના ‘સંદેશખાલી’ પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. એક વીડિયો જાહેર કરીને ફિલ્મ સાથે સંબંધિત માહિતી સત્તાવાર રીતે દર્શકો સાથે શેર કરવામાં આવી હતી. અમિતાભ સિંહ અને ઈશાન બાજપેયી દ્વારા લખાયેલી આ ફિલ્મ 2025માં રિલીઝ થશે. ફિલ્મનું નિર્દેશન સૌરભ તિવારી કરી […]

શાહજહાં શેખની કસ્ટડી પર પ.બંગાળ-કેન્દ્ર સામસામે, મમતા સરકારને સુપ્રીમ કોર્ટમાંથી આંચકો

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના સંદેશખાલી અને શેખ શાહજહાં મામલામાં સીબીઆઈ તપાસ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચેલી મમતા બેનર્જીની સરકારને આંચકો લાગ્યો છે. મમતા સરકારે તાત્કાલિક સુનાવણીની અપીલ કરી હતી અને સુપ્રીમ કોર્ટે અપીલને ફગાવી દીધી છે. પશ્ચિમ બંગાળ સરકારે પોતાની અરજીમાં સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે રાજ્ય સુપ્રીમ કોર્ટના આદેશ પર વચગાળાની રોક ચાહે છે. સુપ્રીમ […]

રામમંદિર અપવિત્ર છે, હિંદુઓએ પૂજા ન કરવી જોઈએ:TMC ધારાસભ્ય રામેંદુસિંહા રૉયની બેફામ નિવેદનબાજી

નવી દિલ્હી:પશ્ચિમ બંગાળમાં સત્તારુઢ તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય રામેન્દુ સિંહા રોયના નિવેદનથી વિવાદ ઉભો થઈ ગયો છે. અહેવાલ છે કે તેમણે ઉત્તરપ્રદેશના અયોધ્યા ખાતે આવેલા રામમંદિરને અપવિત્ર ગણાવ્યું છે. તેની સાથે જ મંદિરને શો પીસ ગણાવ્યું છે. તેને લઈને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શુભેન્દુ અધિકારીએ નારાજગી વ્યક્ત કરી છે. કહેવામાં આવે છે કે તેઓ ધારાસભ્ય સામે […]

Lok Sabha Election 2024: પશ્ચિમ બંગાળનું રાજકીય સમીકરણ, શું છે જાતિ-ધર્મનું ગણિત?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં આ વખતે પશ્ચિમ બંગાળની ધરતી પરથી રાજકારણની દિશા નક્કી થવાની છે. જ્યારથી રાજ્યમાં ભાજપનું ઉત્થાન થયું છે, બંગાળનું રાજકારણ પણ બદલાતું જોવા મળ્યું છે. એક તરફ લેફ્ટ નભલું પડયું છે, તો ભાજપ એટલું જ મજબૂત દેખાય રહ્યું છે. સ્થિતિ એવી બની ચુકી છે કે તૃણમૂલ કોંગ્રેસ સત્તામાં છે અને ભાજપ મુખ્ય […]

લોકસભા ચૂંટણીઃ બંગાળમાં બેઠકોની ફાળવણી મામલે કોંગ્રેસના મમતા બેનર્જીને મનાવવાના પ્રયાસો

નવી દિલ્હીઃ ભારતમાં આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. ભાજપાને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષી દળો એક છત નીચે એકત્ર થયાં છે. તેમજ આ સંગઠનને ઈન્ડી ગઠબંધન નામ નામ આપવામાં આવ્યું છે. જો કે, ઘણા સમયથી વિપક્ષી ગઠબંધનમાં બેઠકોની વહેંચીને લઈને ખેંચતાણ ચાલી રહી […]

હિંદુ મહિલાઓ પર આવા અત્યાચાર પાકિસ્તાનમાં થાય છે, 30% વોટ માટે બંગાળમાં ઉત્પીડન: સંદેશખાલીને લઈને ભાજપના સાંસદનો બળાપો

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના સંદેશખાલીને લઈને ભાજપના સાંસદ લોકેટ ચેટર્જીએ મુખ્યમંત્રી મમતા બેનર્જીની સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે ટીએમસીના ગુંડા હિંદુ મહિલાઓને ટાર્ગેટ બનાવે છે અને તેમના ઉત્પીડન કરે છે. એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા લોકેટ બેનર્જીએ કહ્યું છે કે દેશમાં માત્ર એક જ મહિલા મુખ્યમંત્રી છે અને તે રાજ્ય મહિલાઓ […]

વિપક્ષી ગઠબંધનમાં નવા સમીકરણો: કૉંગ્રેસથી દૂર અને AAPની નજીક જઈ રહ્યા છે મમતા બેનર્જી?

નવી દિલ્હી: પંજાબમાં કિસાન આંદોલન વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પંજાબની મુલાકાતે જાય તેવી શક્યતા છે. આને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. જણાવવામાં આવે છે કે ટીએમસી અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી 21 ફેબ્રુઆરીએ પંજાબની મુલાકાતે જાય તેવી શક્યતા છે. તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને […]

બંગાળનો સૌથી શક્તિશાળી મુસ્લિમ નવાબ બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યો હતો, ઔરંગઝેબનો હતો પ્રીતિપાત્ર

નવી દિલ્હી: બંગાળમાં આજે પણ કોઈ મુસ્લિમ શાસકને સૌથી વધુ શક્તિશાળી માનવામાં આવ્યો છે, તો તે છે મુર્શિદ કુલી ખાન. તેના નામ પરથી બંગાળના શહેરનું નામ મુર્શિદાબાદ પડયું હતું. તે બંગાળનો પહેલો નવાબ હતો. સૌથી વધુ રસુખવાળો અને શક્તિશાળી નવાબ. મોહમ્મદ હાદી નામથી ઓળખાતા નવાબ મુર્શિદ કુલી ખાનનો જન્મ હિંદુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એક […]

મમતા બેનર્જી કોંગ્રેસ સામે ઝુકવા નથી તૈયાર, “વિપક્ષી ઈન્ડિયા” ગઠબંધનમાં ડખ્ખાના એંધાણ

કોલકત્તા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જીએ કોંગ્રેસને મોટો રાજકીય આંચકો આપવાની તૈયારી કરી લધી છે. પશ્ચિમ બંગાળમાં ટીએમસી તમામ 42 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. આને લઈને સત્તાવાર રીતે ટીએમસીએ કંઈ કહ્યું નથી. પરંતુ ટીએમસી બેઠક વહેંચણીમાં થઈ રહેલા વિલંબથી નારાજ અને આક્રોશિત છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ, […]

દિલ્હી બાદ હવે બંગાળની ખાડીમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

બંગાળની ખાડીમાં ભૂકંપના આંચકા  રિક્ટર સ્કેલ પર 4.2 ની નોંધાઈ તીવ્રતા  સવારે 5.32 કલાકે નોંધાયો ભૂકંપનો આંચકો  દિલ્હી: ભારત સહિત વિશ્વના વિવિધ દેશોમાં બનતી ભૂકંપની ઘટનાઓએ લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. તાજેતરમાં દિલ્હીમાં થોડા દિવસોના અંતરાલમાં બે વાર ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે. તે જ સમયે મંગળવારે વહેલી સવારે બંગાળની ખાડીમાં પણ ભૂકંપના તીવ્ર આંચકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code