1. Home
  2. Tag "Bhavnagar"

ભાવનગરમાં મહિલા આરોગ્ય દિવસની ઊજવણી, કર્મયોગી મહિલાઓનું સન્માન કરાયું

ભાવનગરઃ  ગુજરાતમાં  તા.1 થી 7 ઓગસ્ટ દરમિયાન ‘નારી વંદન ઉત્સવ’ ની ઊજવણી કરવામાં આવી હતી. તે અંતર્ગત રવિવારે ભાવનગરના મોતીબાગ ખાતે આવેલાં અટલ બિહારી વાજપેયી ઓપનએર થિયેટર ખાતે મહિલા આરોગ્ય દિવસની ઊજવણી કરવામાં આવી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી આર.સી. મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં ભાવનગરમાં મહિલા વિકાસના ક્ષેત્રમાં ઉત્તમકાર્ય કરનારા કર્મયોગી મહિલાઓનું ખાસ સન્માન કરવામાં […]

ભાવનગરના મહુવામાં જાહેર માર્ગો પર કચરાના ઠેર ઠેર ઢગલાં અને કાદવ-કીચડથી લોકો પરેશાન

ભાવનગરઃ જિલ્લાનું મહુવા શહેર તાલુકા મથક છે. શહેરના જાહેર રસ્તાઓ પર કાદવ કિચડ તથા કચરાના ઢગના કારણે રોગચાળો ફાટી નિકળે તેવી દહેશત ઉભી થઇ છે, અને આગામી દિવસોમાં રોગચાળો વધુ વકરે નહી તે માટે કાદવ-કીચડ દુર કરવા અને સફાઇ ઝુંબેશ હાથ ધરવા તથા નિયમિત પણે જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉભી થવા […]

ભાવનગરના ભાલ પંથકની જમીન ઔદ્યોગિક એકમોને ફાળવવા સામે 12 ગામના ખેડુતોએ કર્યો વિરોધ

ભાવનગરઃ જિલ્લાના ભાલ પંથકની હજારો એકર જમીન ઔદ્યોગિક હેતુ માટે ફાળવવાની સરકારની હિલચાલ સામે 12 ગામના ખેડુતોએ વિરોધ કર્યો છે.  જિલ્લાના ભાલ પંથકમાં આવેલી હજારો એકર જમીનો પર વર્ષોથી ખેતી તથા મીઠાના અગરો અસ્તિત્વ ધરાવે છે, અને ખેડૂતો ચોમાસું-શિયાળુ સિઝનમાં ખેતી કરી પોતાનો તથા પરિવારનો જીવન નિર્વાહ ચલાવે છે. આ જમીનો પર ઔદ્યોગિક એકમો સ્થાપિત […]

ભાવનગરના મહુવાનો માલણ ડેમ 70 ટકાથી વધુ ભરાતા હેઠવાસના ગામોને કરાયા એલર્ટ

ભાવનગરઃ ચોમાસાના પ્રારંભથી જ ગોહિલવાડ પંથકમાં સારોએવો વરસાદ પડ્યો છે. જેના લીધે જળાશયોમાં નવા નીરની સારીએવી આવક થઈ છે. ભાવનગરના ગૌરીશંકર તળાવ (બોર તળાવ), શેત્રુંજી ડેમમાં પણ વર્ષ સુધી ચાલે તેટલા પાણીની આવક થઈ છે. જ્યારે મહુવા તાલુકાના ખૂંટવડા ગામ નજીક માલણ નદી પરનો ડેમ 70 ટકાથી વધુ ભરાઈ જતાં નદી કાંઠાના હેઠવાસના ગામોને એલર્ટ […]

ભાવનગરમાં લઠ્ઠાકાંડના સારવાર લઈ રહેલા 13 દર્દીઓ પોલીસના ડરથી હોસ્પિટલમાંથી નાસી ગયા

ભાવનગરઃ બોટાદના બરવાળા (ઘેલાશાહ) પંથકમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં ભોગ બનેલા અનેક દર્દીઓને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સારવાર લઈ રહેલા દર્દીઓને પોલીસનો ભય સતાવી રહ્યો છે. સાજા થઈશું એટલે પોલીસ જેલમાં પુરી દેશે એવા ભયને કારણે 13 થી વધુ દર્દીઓ હોસ્પિટલમાંથી અધુરી સારવારે ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. બોટાદ તથા […]

ભાવનગરના મહુવા વિસ્તારમાં લસણ સસ્તુ થતાં ડિહાઈડ્રેશના કારખાના ધમધમવા લાગ્યા,

ભાવનગરઃ જિલ્લાના મહુવા વિસ્તારમાં લાલ અને સફેદ ડુંગળીનું મોટા પ્રમાણમાં ખેત ઉત્પાદન થાય છે. ખાસ કરીને સફેદ ડુગળીમાંથી ડિહાઈડ્રેશન બનાવવાના અનેક કારખાના મહુવા પંથકમાં આવેલા છે. સફેદ ડુંગળી ઉપરાંત લસણમાંથી પણ ડિહાઈડ્રેશન બનાવવાનમાં આવે છે. ડુંગળીના ડિહાઇડ્રેશનની સિઝન પૂરી થયાંને મહિનો પસાર થઇ ગયો છે પણ હવે લસણના ભાવ તળિયે જતા કારખાનાઓમાં લસણનું પ્રોસેસીંગ પુરજોશમાં […]

અષાઢના અંત પહેલા જ સારા વરસાદથી ભાવનગરનો શેત્રુંજી ડેમ 61.61 ટકા ભરાયો,

ભાવનગરઃ અષાઢના અંતમાં જિલ્લાના જળાશયોમાં સરેરાશ 42.20 પાણીનો સંગ્રહ થયો છે. ખાસ કરીને ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 61.61 ટકા ભરાઇ ગયો છે. જ્યારે ચાલું ચોમાસાની સિઝનમાં પ્રથમ રાઉન્ડમાં જ મહુવાનો બગડ ડેમ ઓવરફ્લો થઇ ગયો છે. જોકે, હમીરપરા ડેમ હજું 4 ટકા જ ભરાયો છે. શેત્રુંજી ડેમમાં પાણીની સારી આવક થતાં ભાવનગર શહેરને ઉનાળા […]

ભાવનગરમાં રખડતા પશુઓનો રોડ પર ઠેર ઠેર ત્રાસ, મ્યુનિ.ના સત્તાધિશોની નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ

ભાવનગરઃ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ તો હવે કાયમી બની ગયો છે.જેમાં ચોમાસા દરમિયાન તો શહેરના તમામ રોડ પર પશુઓ અડ્ડો જમાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે. રોડ પર બેઠેલા પશુઓને લીધે વાહનચાલકોને ખૂબજ મુશ્કેલી પડી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર રખડતા ઢોરને પકડવામાં નિષ્ફળ નિવડ્યું છે. શહેરના રૂંધાયેલા વિકાસ અને રખડતા ઢોરને કારણે ભાવનગર શહેર […]

ભાવનગરમાં રખડતા પશુઓનો ત્રાસ, વાહનચાલકોને મુશ્કેલી, મ્યુનિ.કોર્પોરેશનનું તંત્ર નિષ્ક્રિય

ભાવનગરઃ શહેરના કોઈપણ જાહેર માર્ગો પર રખડતા પશુઓ અડ્ડો જમાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે.શહેરમાં દર વર્ષે ચોમાસા દરમિયાન આ સમસ્યા વકરીને બેકાબૂ બનતી હોય છે. શહેરમાં રખડતા ઢોરને લીધે અકસ્માતોના પણ અનેક બનાવો બની રહ્યા છે. મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓ રખડતા ઢોરને પકડવા માટે તદ્દન નિષ્ક્રય જોવા મળી રહ્યા છે. જાહેર માર્ગો પર ઠેર ઠેર પશુઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code