1. Home
  2. Tag "Bhavnagar"

ભાવનગરમાં સક્કરટેટી અને તરબૂચની પુષ્કળ આવક, ભાવમાં ઘટાડો થતાં લોકોની ખરીદી વધી

ભાવનગરઃ ગોહિલાડ પંથકમાં સક્કરટેટી અને દેશી તડબુચનું સારૂએવું ઉત્પાદન થયું હોવાથી ભાવનગરમાં ઠેર ઠેર તડબુચ અને સક્કરટેટી વેચનારા જોવા મળી રહ્યા છે. અને ભાવમાં પણ ઘટાડો થતાં ભાવેણાવાસીઓ ગરમીના સીઝનમાં તડબુચ અને સક્કરટેટીનો સ્વાદ માણી રહ્યા છે. શહેરમાં ઉનાળાના અમૃત ફળો ગણાતા સક્કરટેટી તથા તરબૂચની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે. ભાવનગર શહેર-જિલ્લામાં ફળો વેચાણ […]

ગુજરાતમાં ભાવનગર સહિત ત્રણ શહેરોમાં 68 કરોડના ખર્ચે કોર્ટના નવા બિલ્ડિંગ બનાવાશે

ગાંધીનગરઃ રાજ્યની વધુ ત્રણ કોર્ટના બિલ્ડિંગ નવા બનાવવામાં આવશે. જે અંતર્ગત 17 કરોડના ખર્ચે ઉમરાળા અને સાણંદની તાલુકા કોર્ટ અને 51.94 કરોડના ખર્ચે ભાવનગર ડિસ્ટ્રીક્ટ કોર્ટના બિલ્ડિંગ નવા, અદ્યતન અને સુવિધાસભર બનાવશે. જે કોર્ટ બિલ્ડિંગમાં કોર્ટ રૂમ, જેન્ટ્સ અને લેડીઝ બાર રૂમ, બાર લાયબ્રેરી, જજીસ લાયબ્રેરી, ગાર્ડન, રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સહિતની તમામ જરૂરી અદ્યતન […]

ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવાની માગ સાથે કોંગ્રેસે રેલી યોજી

ભાવનગરઃ ગોહિલવાડના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવાની માગ સાથે કોંગ્રેસે ભાવનગરમાં રેલી યોજી કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. અખંડ ભારતની રચના માટે સમગ્ર ભારત દેશમાં સૌ પ્રથમ રજવાડું રાષ્ટ્રને અર્પણ કરનારા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નથી નવાજવાની માગ સાથે કોંગ્રેસ દ્વારા મહારાજાનાં ફોટાવાળા ટીશર્ટ પહેરીને રેલી યોજી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. ભાવનગરના પ્રજા […]

રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગરમાં મેટ્રોરેલ માટેનો સર્વે, ફ્રાન્સની કંપની પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરશે

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ તથા સુરતમાં મેટ્રો રેલ પ્રોજેકટની સફળતા બાદ હવે વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં પણ મેટ્રો ટ્રેન પ્રોજેકટ માટેની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. ફ્રાંસની એક કંપનીને પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે જે ચાલુ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થશે. એટલે કે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી પહેલા વડોદરા, રાજકોટ, ભાવનગર […]

કોંગ્રેસમાં જે નેતાઓ હીરો હતા, તે પાટલી બદલીને ભાજપમાં ઝીરો થઈ ગયાઃ શક્તિસિંહ ગોહિલ

ભાવનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સાથે પક્ષ પલટુઓની મોસમ પણ ખીલી ઊઠી છે. જેમાં ખાસ કરીને રાજકીય નેતાઓ, કાર્યકર્તાઓ પોતાનો સ્વાર્થ અને ભવિષ્યને ધ્યાને રાખીને પક્ષાંતર કરી રહ્યા છે. કોંગ્રેસમાંથી પણ ઘણા નેતાઓ વાડ ઠેકીને ભાજપમાં કે આમ આદમી પાર્ટીમાં જતા રહ્યા છે. ત્યારે આ મુદ્દે પ્રદેશ કોંગ્રેસના […]

ભાવનગરના બેકરીમાં આગ લાગતા ત્રણ સિલિન્ડર બ્લાસ્ટ થયા, ફાયરના ચાર જવાનોને પણ દાઝી ગયા

ભાવનગર:  શહેરના નવાપરા સ્થિત રસાલા કેમ્પમાં આવેલી એક બેકરીમાં વહેલી સવારે કોઈ અકળ કારણોસર આગ ભભૂકી ઉઠતાં બેકરીમાં રાખેલો માલ-સામાન ભસ્મીભૂત થયો હતો. આગ લાગતા જ બેકરીમાં પડેલા ગેસ ભરેલા ત્રણ ગેસ સિલિન્ડર પ્રચંડ ધડાકા સાથે ફાટતાં અફડાતફડી મચી જવા પામી હતી. ભાવનગર ફાયરબ્રિગેડના જવાનોએ સાડા ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગપર કાબુ મેળવ્યો હતો. […]

ભાવનગર-વલ્લભીપુર હાઇવે પર ટ્રકે બાઈકને અડફેટે લેતા પતિ-પત્નીનાં મોત,બાળકને ઈજા

વલ્લભીપુરઃ ભાવનગર-વલ્લભીપુર રોડ પર સિહોર તાલુકાના જાંબાળા ગામનો પરિવાર માતાજીનાં દર્શને જઈ રહ્યો હતો. દરમિયાન પરિવારની બાઈકને ટ્રકચાલકે અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં ગંભીર રીતે ઘવાયેલાં પતિ-પત્નીનાં સ્થળ પર જ મોત થયાં હતાં, જ્યારે બાઈકમાં સવાર બાળકને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે […]

દિલ્હીના DyCM મનીષ સિસોદીયા ગુજરાતની મુલાકાતે, ભાવનગરમાં સરકારી સ્કૂલની લીધી મુલાકાત

નવી દિલ્હીઃ ગુજરાતમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારશે. દરમિયાન તાજેતરમાં રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વઘાણીએ શિક્ષણને લઈને કરેલા નિવેદનથી વિવાદ ઉભો થયો હતો. તેમજ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ રાજ્યની ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. દરમિયાન આજે મનિષ સિસોદીયા ગુજરાતની મુલાકાતે આવ્યાં […]

હીરા ઉદ્યોગમાં ફરીવાર મંદીની મોંકાણ, ભાવનગરમાં હીરાના કારખાના બંધ રાખવાનો સ્વૈચ્છીક નિર્ણય

ભાવનગરઃ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી તમામ ચિજ-વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. બીજીબાજુ રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધને કારણે હીરાની માગમાં ઘટાડો થતા હરા ઉદ્યોગમાં મંદીનું મોજુ ફરી વળ્યુ છે. હાલ સ્થિતિ એવી છે કે, હીરાના ભાવમાં પડતર કિંમત પણ મળતી નથી. હોંગકોંગ પોલીસીંગ હીરાનું મોટું મથક છે, ત્યાં પણ કોરોનાની નવી લહેરને કારણે લોકડાઉન છે. […]

ડુંગળી ખેડુતોને રડાવી રહી છે, પડતર કિંમત પણ ન ઉપજતા ખેડુતો મુશ્કેલીમાં મુકાયાં

ભાવનગર : ગોહિલવાડ પંથકમાં તળાજા અને મહુવા વિસ્તારમાં ડુંગળીનો સારોએવો પાક થાય છે. આ વર્ષે સારા ભાવ મળશે તેવી આશાએ ખેડુતોએ ડુંગળીનું સારૂએવું વાવેતર કર્યું હતું. હવે ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે,ત્યારે ડુંગળીના ભાવ તળીયે બેસી જતા ખેડુતોને રડવાનો વારો આવ્યો છે. ભાવનગર અને મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ ગગડી રહ્યા છે. 250 થી 300 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code