1. Home
  2. Tag "Bhavnagar"

ભાવનગર માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પીવાના પીણીથી લઈને મૂળભૂત સુવિધા પણ અપાતી નથી

ભાવનગરઃ  ગોહિલવાડ પંથકમાં ખરીફ પાકનું ઉત્પાદન સારૂએવું થયું છે, અને ભાવનગરના કૃષ્ણકુમારજી માર્કેટ યાર્ડ ખેત જણસથી ઊભરાઈ રહ્યું છે. પરંતું  ભાવનગર માર્કેટ યાર્ડ હાલ ભગવાન ભરોસે છે. માર્કેટ યાર્ડમાં ખેડૂતો માટે પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી. તેનું કારણ એ છે કે યાર્ડમાં કોઈ સત્તાધીશો જ નથી. થોડા દિવસો પહેલા જ યાર્ડની બોડી વિખેરી નાખવામાં આવી […]

ભાવનગર જિલ્લામાં કન્ટેનર ઉત્પાદન કરતી વધુ 10 કંપની કાર્યરત થશેઃ મનસુખ માંડવિયા

ભાવનગરઃ અલંગને લીધે ભાવનગર વિસ્તારમાં સ્ટીલ ઉદ્યોગનો વિકાસ થયો છે. અને અનેક રિ-રોલિંગ મિલો કાર્યરત બની છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખભાઇ માંડવિયાએ તાજેતરમાં સિહોર પાસે આવેલી એ.પી.પી.એલ.કન્ટેઇનર્સ પ્રાઇવેટ લિમિટેડમાં કાર્ગો કન્ટેઇનર્સનું નિરીક્ષણ કર્યું હતું. આ સમયે તેમણે ભાવનગરમાં કન્ટેનરનું ઉત્પાદન કરતી વધુ 10 કંપનીઓ કાર્યરત થશે તેમ જણાવ્યું હતું. કેન્દ્રિય મંત્રી મનસુખ […]

ભાવનગરના મોટાભાગના રોડ-રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાઓ, વાહન ચાલકો પરેશાન

ભાવનગરઃ  શહેરમાં ચોમાસાની સિઝન દરમિયાન મોટાભાગના રોડ-રસ્તાઓ બિસ્માર હાલત જોવા મળ્યાં છે. શહેરમાં રસ્તાઓ પર મસમોટા ખાડા પડ્યા છે. જેથી વરસાદી પાણી રોડ પર ભરાતા વાહનચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ઝડપથી રોડ રસ્તા રીપેર કરવામાં આવે તેવી લોકોએ મહાનગર પાલિકા પાસે માંગ કરી હતી. ચોમાસાની સિઝન દરમિયાન ભાવનગર શહેરમાં દર […]

ભાવનગરઃ મેઘરાજાને ખમૈયા કરો, વાદળિયા વાતાવરણથી પાકમાં જીવાંતોનો ઉપદ્રવ વધતા ખેડુતો ચિંતિત

ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. એટલે ખેડુતો મેઘરાજાને ખમૈયા કરવાની પ્રાથના કરી રહ્યા છે.ખેતીવાડી આધારીત ભાવનગર જિલ્લામાં આ વર્ષે ખરીફ સીઝનમાં થયેલ કુલ 4,18,000 હેકટરનાં અંદાજીત 94 ટકા વાવેતરમાં મુખ્યત્વે મગફળી, કપાસ, બાજરી સહિતના થયેલા વાવેતરમાં શરૂઆતમાં ખેંચાયેલા વરસાદમાં પાકની સ્થિતિ માંડ માંડ બચે તેવી રહી હતી પણ રહી રહીને […]

ભાવનગરના ભાલ પંથકમાં મીઠાના અગરોને લીધે પાણી ખેતરોમાં ભરાઈ રહેતા ખેડુતો મુશ્કેલીમાં મુકાયા

ભાવનગર :  જિલ્લાના  ભાલ પંથકમાં પાળિયાદ, દેવળિયા,રાજગઢ અને માઢિયા સહિતના ગામોમાં ખેતરોમાં ભરાયેલા પાણી જે ઓસર્યા નથી અને તેના માટે જવાબદાર બન્યા છે મીઠાના અગરો. આ સમસ્યા આજની નહીં પરંતુ અહીંના ખેડૂતો દર વર્ષે વેઠી રહ્યા છે. વરસાદ પડે ત્યારે સૌરાષ્ટ્રની અનેક નદીઓમાં પાણીની આવક થાય છે, આ પાણી ભાવનગરની ખાડીમાંથી થઈને દરિયામાં વહી જાય […]

બોટાદ-અમદાવાદ વચ્ચે ડિસેમ્બર સુધીમાં બ્રોડગેજ લાઈન પર ટ્રેનો દોડતી થઈ જશે

ભાવનગરઃ  પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોકકુમાર કંસલે ભાવનગરની મુલાકાત દરમિયાન જણાવ્યુ હતુકે, બોટાદ-અમદાવાદ ગેજ કન્વર્ઝનનું કામ ડિસેમ્બર-2021 પહેલા પૂર્ણ થઇ જશે અને તેનો સીધો લાભ ભાવનગરને મળશે. ભાવનગર રેલવે ડિવિઝનના ઇન્સપેક્શન માટે આવી પહોંચેલા આલોકકુમાર કંસલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યુ હતુકે, બોટાદ-અમદાવાદ ગેજ કન્વર્ઝનનું કામ પૂર્ણ થઇ ગયા બાદ અંતર ઓછું થઇ જશે અને તેના […]

ભાવનગરમાં જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરના ઠેર ઠેર અડિંગા, મ્યુનિ.કોર્પોરેશનની નિષ્ક્રિયતા

ભાવનગરઃ ચોમાસામાં આમ તો નાના-મોટા તમામ શહેરોમાં રખડતા ઢોરોનો ત્રાસ જોવા મળતો હોય છે, પણ ભાવનગરમાં તો રખડતા ઢોરોનો ત્રાસ કાયમ રહેતો હોય છે,  શહેરના રસ્તાઓ પર હાલમાં રખડતા ઢોરે કબજો જમાવ્યો છે. શહેરના મુખ્ય માર્ગો અને ગલી ખાંચામાં પણ જ્યાં ને ત્યાં રખડતા ઢોર ને કારણે વાહનચાલકોને ભારે હાડમારી ભોગવવી પડે છે. રખડતા ઢોરના […]

ભાવનગરમાં સ્વાતંત્ર્ય પર્વએ દેશભક્તિના ગીત પર યોગ ગરબામાં 200થી વધુ લોકો જોડાયા

ભાવનગરઃ કોરોના કાળમાં યોગ અને ગરબા થેરાપી અપનાવી દર્દીઓને શારીરિક ઉપરાંત માનસિક રીતે ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન થઈ શકે તે માટે પ્રયોગ થયો હતો જે સફળ રહેલો. ભારતની આ બંને પ્રાચીન સંસ્કૃતિનો સંગમ કરી ફિટનેસ પ્રોગ્રામ તૈયાર કરાયો છે, ભાવનગરમાં 75માં સ્વાતંત્ર્ય પર્વે સુભાષનગરમાં સુવિધા ટાઉનશીપના કોમ્યુનિટી હોલ ખાતે 15 ઓગષ્ટના સવારના 6થી 7 વાગ્યા દરમિયાન […]

સૌરાષ્ટ્ર્રના રાજકોટ, ભાવનગર સહિત પાંચ રેલવે સ્ટેશનોનું રિ–ડેવલપમેન્ટ કરાશે

રાજકોટઃ રેલવે મંત્રાલયે દેશના 49 રેલવે સ્ટેશનનો રિ–ડેવલપમેંટ કરવાનો નિર્ણય કર્યેા છે. જેનું કામ આરએલડીએને સોંપવામાં આવ્યું છે. આરએલડીએ પહેલેથી જ ભારત સરકારના સ્માર્ટ સિટી પ્રોજેકટ હેઠળ આવતા 60 રેલવે સ્ટેશનના વિકાસ કાર્ય કરી રહ્યું છે. ત્યારે હવે દેશના કુલ 109 રેલવે સ્ટેશનનોનું રિ–ડેવલપમેંટ થશે. જેમાં ગુજરાતના પણ પાંચ રેલવે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. […]

ભાવનગરની મ્યુનિ શાળાઓમાં છેલ્લા ત્રણ વર્ષથી સ્પોર્ટસના સાધનો ધૂળ ખાય છે

ભાવનગરઃ ગુજરાતમાં રમત-ગમત ક્ષેત્રનો વિકાસ થાય અને રમતવીરોને પ્રોત્સાહન મળે તે માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શાળાઓમાં જ બાળકોને રમત-ગમત ક્ષેત્રે ઋચિ જાગે તે માટે શાળાઓને લાખો રૂપિયા ખર્ચીને રમત-ગમતના સાધનો આપવામાં આવે છે. પણ ઘણીબધી સરકારી શાળાઓને રમત-ગમત ક્ષેત્રે રસ જ ન હોય તેમ રમત-ગમતના સાધનો ધૂળ ખાતા હોય છે. ભાવનગર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code