ગુજરાતમાં 6 કોર્પોરેશનમાં ભાજપનો ભગવો લહેરાયા બાદ હવે મેયરની પસંદગી માટે કવાયત
અમદાવાદઃ હેરિટેઝ સિટી અમદાવાદ સહિત છ કોર્પોરેશનમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. કોર્પોરેશનની ચૂંટણીમાં 500 બેઠકોના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરેલા ભાજપની 482 બેઠક ઉપર ભવ્ય વિજય થયો છે. જેથી નગરપાલિકા અને પંચાયતની ચૂંટણી પહેલા ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે. બીજી તરફ છ મહાનગરપાલિકામાં ભાજપના મોવડી મંડળ […]


