1. Home
  2. ગુજરાતી
  3. ભાવનગર- ભાજપના વરિષ્ઠ નેતા જીતુભાઈ વાઘાણીએ પરિવાર સાથે કર્યું મતદાન
ભાવનગર- ભાજપના વરિષ્ઠ નેતા જીતુભાઈ વાઘાણીએ પરિવાર સાથે કર્યું મતદાન

ભાવનગર- ભાજપના વરિષ્ઠ નેતા જીતુભાઈ વાઘાણીએ પરિવાર સાથે કર્યું મતદાન

0
Social Share

ભાવનગર – ભાવનગર જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મકવાણાએ પણ મતદાન કર્યું હતું, જો કે આજે રજાનો માહોલ આ ચૂંટણી પર જોવા મળ્યો હતો , શરુઆતના એક કલાકમાં ભાવનગરમાં ઘીમુ મતદાન જોવા મળ્યું હતું.

જીલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ લોકોને વધુને વધુ મત કરવા માટેની અપીલ કરી છે,તો બીજી તરફ  ભાજપના જાણીતા નેતા એવા જીતુ વાધાણીએ પોતાના પરિવાર સહિત મતદાન કર્યું હતું, અને લોકોને પણ તેમણે અપીલ કરી હતી કે તેઓ પોતાના મતદાનનો સાચો ઉપયોગ કરીને પોતાનો મત આપે.

તો બીજી તરફ ભાવનગરના ઘોઘા જકાત નાકા વિસ્તારના એક મતદાન બુથ પર નવેલા વર- વધુ મતદાન કરવા આવી પહોંચ્યા હતા.  વરરાજા અને વરકન્યા લગ્નના પોશાકમાં મતદાન કરતા લોકો તેમને નિહાળી રહ્યા હતા, આ કપલે મતદાન કરીને પોતાની ફરજ નીભાવી છે. ભાવનગરમાં શાંતિપૂર્ણ રીતે મતદાનનો આરંભ થયો હતો.

ખેડૂત આંદોલનની ચૂંટણી પર અસરને લઈને જીતુ વાધાણીએ કહ્યું હતું કે, લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યને ધ્યાનમાં રાખીને મતદાન કરશે, અને ભાજપના કાર્યોને લોકો વખાણી રહ્યા છે ,કાર્ય જોઈને લોકો મતદાન કરશે.

સાહિન-

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code