1. Home
  2. Tag "bhuj"

ભૂજમાં જુની જેલના કેમ્પમાં પોલીસે જપ્ત કરેલા વાહનોમાં લાગી આગ

વાહનોમાં આગ લાગતા ધડાકા-ભડાકા સંભળાયા 7 કિમી સુધી આગના ધૂંમાડા દેખાયા ફાયરના જવાનોએ આગને કાબુમાં લીધી ભુજઃ શહેરના સરપટ નાકા પાસે આવેલી જૂની જેલના કમ્પાઉન્ડમાં પોલીસ દ્વારા ડિટેઈન કરેલા વાહનોમાં એકાએક આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કર્યું હતું. અને કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલા વાહનો આગની ચપેટમાં આવી ગયા હતા, દરમિયાન આગને […]

કચ્છના ભૂજમાં પ્રથમ નિઃશુલ્ક સંસ્કૃત અધ્યયન કેન્દ્ર બનશે

સંસ્કૃત ભારતી દ્વારા લોકોને સંસ્કૃતમાં બોલતા કરવાનો ઉદેશ્ય સંઘ શતાબ્દી વર્ષના પાંચેય પરિવર્તનો સાથે લઇ આગળ વધતું અધ્યયન કેન્દ્ર સંસ્કૃત અધ્યયન કેન્દ્રનું ભૂમિપૂજન તા.21 ફેબ્રુઆરી કરાશે ભૂજઃ સંસ્કૃત ભાષાના વિકાસ અને અધ્યયન માટે સંસ્કૃત ભારતી દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભુજમાં સંસ્કૃતભારતી સંચાલિત ગુજરાતની પ્રથમ નિઃશુલ્ક સંસ્કૃત અધ્યયન કેન્દ્ર કાર્યરત કરાશે, આ અધ્યયન કેન્દ્રનું […]

ભૂજમાં APMC પાસે 1.16 કરોડ અને જથ્થાબંધ બજારનો 1.23 કરોડને વેરો બાકી

ભૂજ નગરપાલિકાએ બન્ને સંસ્થાઓને નોટિસ ફટકારી, APMCની 325 દુકાનોનો વેરો 11 વર્ષથી બાકી બોલે છે પાલિકાના સત્તાધિશો પણ દર વર્ષે નોટિસ મોકલીને સંતોષ માને છે ભુજઃ શહેરની નગરપાલિકાની મુખ્ય આવક પ્રોપર્ટી ટેક્સની છે. પણ ઘણાબધા ટેક્સધારકો નિયમિત ટેક્સ ભરતા નથી. લાખો રૂપિયાનો ટેક્સ બાકી હોવાથી નગરપાલિકા આર્થિક મુશ્કેલી સહન કરી રહી છે. અને હવે સૌથી […]

ભૂજના કોલેજ રોડ પર ડમ્પરે છકડા સહિત ત્રણ વાહનોને અડફેટે લીધા

ડમ્પરની અડફેટે છકડાચાલકને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો, ભૂજના કોલેજ રોડ પર અકસ્માતોની ઘટના હવે રોજિદી બની રહી છે, પૂરફાટ ઝડપે દાડતા વાહનોને નિયંત્રિત કરવા જરૂરી ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. દરમિયાન ભુજ-મીરજાપર વચ્ચેના કોલેજ રોડ રાત્રિના અરસામાં પુરપાટ આવતા ડમ્પરે છકડા સહિતના ત્રણેક વાહનોને હડફેટે લીધા હતા. આ બનાવમાં છકડા ચાલકને ઈજા […]

ભારે વરસાદના લીધે થયેલી નુકશાની મામલે ભુજમાં પહોંચી કેન્દ્ર સરકારની ટીમ

અમદાવાદઃ ભુજ ખાતે આયોજિત બેઠકમાં કેન્દ્ર સરકારની ઈન્ટર મિનિસ્ટ્રીયલ ટીમે ભારે વરસાદની પરિસ્થિતિમાં કચ્છ જિલ્લા વહીવટીતંત્રની રાહત બચાવ કામગીરી અંગે વિગતો મેળવી હતી. કલેક્ટર અમિત અરોરાએ બેઠકમાં પ્રૅઝેન્ટેશનના માધ્યમથી ટીમના સભ્યોને વહીવટીતંત્રની રાહત બચાવ કામગીરી, સહાય ચૂકવણી વગેરે બાબતોની જાણકારી આપી હતી. ભારે વરસાદ સંદર્ભે નુકસાની તેમજ રિસ્ટોરેશનના ડૉક્યુમેન્ટેશન માટે દિલ્હીથી કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલા […]

ભૂજમાં સરપટ ગેટ નજીક ભંગારવાડામાં લાગી વિકરાળ આગ બે કલાકે કાબુમાં આવી

ફાયરના જવાનોએ સતત બે કલાક પાણીનો મારો ચલાવ્યો, પ્લાસ્ટિક વેસ્ટ અને જુના બારી-બારણા બળીને ખાક, ભુજઃ શહેરના સરપટ ગેટ નજીક આવેલા ભંગારવાડામાં ગત રાતે આગ ફાટી નીકળતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ  ધારણ કર્યું હતું. આગના બનાવની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો દોડી ગયો હતો, અને સતત બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ […]

ભૂજમાં ભીડ ગેટ નજીક પેટ્રોલ પંપમાં ઘૂંસી જઈને બે શખસોએ છરીની અણિએ કરી 40 હજારની લૂંટ

ભૂજઃ શહેરના ભીડ ગેટ બહાર આવેલા પેટ્રોલપંપના કેશિયરની કેબિનમાં ઘૂંસીને બે શખસોએ છરી બતાવી રૂપિયા 40 હજારની લૂંટ ચલાવી હતી. કેશિયરને લૂંટી લીધા બાદ બન્ને શખસો ફરાર થઇ ગયાં હતા. લૂંટારૂ શખસો વરનોરા ગામના હોવાનું કહેવાય છે. લૂંટના બનાવની જાણ થતાં પોલીસ કાફલો દાડી આવ્યો હતો. શહેર એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજ અને ફરિયાદના આધારે […]

ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલને UNESCOની યાદીમાં સ્થાન મળ્યું

અમદાવાદઃ ગુજરાતના ભુજ ખાતે રહેલા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન મળ્યુ છે. UNESCO ખાતે પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત Prix Versailles એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને પ્રાપ્ત થયો છે અને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં તેને સ્થાન આપવામાં આવ્યું છે. ભારતના […]

કચ્છના જળાશયોના તળિયા દેખાયા, ભૂજમાં પાણીની સમસ્યા, અનેક વિસ્તારોમાં ટેન્કરરાજ

ભૂજઃ કચ્છમાં તાપમાનમાં વધારો થતાં જ જિલ્લાના જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. જો કે નર્મદાના નીરને લીધે રાહત પણ છે. પરંતુ બધા વિસ્તારોને પહોંચી વળવું મુશ્કેલ છે. સ્થાનિક લોકોની સાથે પશુધન અને ખેડૂતો માટે પણ પાણીની અછતની સમસ્યા ઊભી થઈ છે. ભુજ શહેરમાં  છેલ્લા 10 – 11 દિવસથી અનેક વિસ્તારોમાં પાણી પહોંચ્યું નથી. ત્યારે લોકો […]

જીવન ઉતાર-ચડાવનું નામ છે, સુખ-દુઃખ, ભોગ- ત્યાગ, પ્રવૃત્તિ- નિવૃત્તિ, એકબીજા સાથે જોડાયેલી છેઃ રાજ્યપાલ

ભૂજઃ સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકારની સંગીત નાટક અકાદમી, નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણના સંયુક્ત ઉપક્રમે તા. 9 થી 11 માર્ચ દરમિયાન ભુજના સ્મૃતિવન મેમોરિયલ ખાતે યોજાયેલા લોકકલાના મહોત્સવ ‘દેશજ’નો ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ શુભારંભ કરાવ્યો હતો. ‘દેશજ’ મહોત્સવના શુભારંભ પૂર્વે રાજ્યપાલએ સ્મૃતિવન મેમોરિયલની મુલાકાત લીધી હતી. ‘દેશજ’નો શુભારંભ કરાવતાં રાજ્યપાલએ જણાવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code