1. Home
  2. Tag "police"

સંસદ બાદ હવે ગૃહ મંત્રાલયની સુરક્ષામાં ચૂક, નકલી દસ્તાવેજોથી અંદર ઘુસવાનો પ્રયાસ કરનાર યુવક ઝડપાયો

દિલ્હી પોલીસે યુવાનની આગવી ઢબે પૂછપરછ શરૂ કરી આતંકવાદી પ્રવૃતિ સાથે સંડોવાયેલો નહીં હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું અગાઉ સંસદમાં સુરક્ષા ચૂકની ઘટના બની હતી નવી દિલ્હીઃ સંસદ બાદ હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સુરક્ષામાં ભંગનો મામલો સામે આવ્યો છે. એક યુવક નકલી દસ્તાવેજોની મદદથી ગૃહ મંત્રાલયમાં ઘુસ્યો હતો. દિલ્હી પોલીસે યુવકની ધરપકડ કરી હતી અને તેની […]

હરણી તળાવ દુર્ઘટના કેસમાં કોન્ટ્રાક્ટ ધરાવતી કંપનીના પાર્ટનરને પોલીસે ઝડપી લીધો

અમદાવાદઃ વડોદરાના હરણી તળાવમાં સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી બોટ પલટી જવાના ચકચારી કેસમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં સાત આરોપીઓને ઝડપી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તેમજ અન્ય આરોપીઓને ઝડપી લેવા કવાયત તેજ બનાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર હરણી તળાવમાં બોટ પલટી ખાવાના કેસમાં પોલીસે 19 આરોપીઓ સામે […]

હરણી તળાવ દુર્ઘટના કેસની તપાસ માટે SIT ની રચના કરાઈ, 3ની અટકાયત

અમદાવાદઃ વડોદરામાં હરણી તળાવમાં સર્જાયેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે અને સમગ્ર મામલો હાઈકોર્ટ સમક્ષ પહોંચ્યો છે. બીજી તરફ પોલીસ દ્વારા બોટીંગનો કોન્ટ્રાક્ટ ધરાવતી કંપનીના 18 જેટલા ભાગીદારો સામે બેદરકારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા 3 વ્યક્તિઓની અટકાયત કરીને આગવીઢબે પૂછપરછ આરંભી છે. દરમિયાન સમગ્ર ઘટનાની ઉંડાણપૂર્વકની […]

આપઘાત કરનાર પુત્રના વિરહમાં પરિવારના 3 સભ્યોએ એક સાથે જીવન ટુંકાવ્યું

અમદાવાદઃ મોરબીના વાંકાનેરમાં માતા અને બે દીકરીઓએ તેના વિરહણમાં ગળાફાંસો ખાઈના સામુહિક આત્મહત્યા કરતા ખળભળાટ મચી ગયો હતો. પરિવારના દીકરાએ તાજેતરમાં આત્મહત્યા કરીને જીવન લીલા સંકેલી લીધી હતી. આ ઘટનાથી આઘાતમાં સરી પડેલા પરિવારે તેના વિરહમાં અંતિમ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેલા ખંડેખા પરિવારના […]

અમદાવાદ અને રાજકોટમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા 3 ઝડપાયા, લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો

અમદાવાદઃ ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, બીજી તરફ સુરક્ષાના કારણોસર તંત્ર દ્વારા ચાઈનીઝ દોરીના વેચાણ અને વપરાશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમ છતા કેટલાક લોકો કમાવી લેવાની લ્હાયમાં ગેરકાયદે રીતે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. દરમિયાન અણદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાંથી પોલીસે ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક વેપારીને […]

પુંછમાં સેનાના વાહન ઉપર થયેલા હુમલા નજીક 3 વ્યક્તિઓના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યાં

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં સેનાના વાહન ઉપર આતંકવાદીઓ દ્વારા ઘાત લગાવીને હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના સ્થળ નજીકથી શંકાસ્પદ હાલતમાં 3 વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા હતા. પુંછમાં સેનાના વાહન ઉપર આતંકવાદીઓ કરેલા હુમલામાં પાંચ જવાન શહીદ થયાં હતા જ્યારે બે વ્યક્તિઓને ઈજા થઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પોલીસે આઠ વ્યક્તિઓની શંકાના આધારે પૂછપરછ […]

સંસદની સુરક્ષા ચૂક કેસમાં પોલીસે વધુ એક આરોપીને ઝડપી લીધો, આગવી ઢબે શરુ કરી પૂછપરછ

નવી દિલ્હીઃ સંસદભવનમાં સૂરક્ષા ચૂક મામલે દિલ્હી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. દરમિયાન આ કેસમાં મહેશ કુમાવત નામના આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર પ્રકરણમાં અત્યાર સુધીમાં છ આરોપીઓને ઝડપી લઈને તેમની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી રહી છે. દરમિયાન પોલીસે આરોપીના બળી ગયેલા મોબાઈલ ફોન, કપડાં અને શૂઝના અવશેષો પણ […]

સંસદમાં સુરક્ષા ચૂકઃ મુખ્ય સુત્રચાર લલિત ઝાએ પોલીસ સમક્ષ કર્યું આત્મસમર્પણ, તપાસમાં ચોંકાવનારા ખુલાસા

નવી દિલ્હીઃ દેશમાં લોકશાહીનું ઘર ગણાતા સંસદભવનમાં તાજેતરમાં જ કેટલાક વ્યક્તિઓને ઘુસીને ભયનો માહોલ ઉભો કર્યો હતો. આ બનાવને પગલે સુરક્ષા વ્યવસ્થા વધારે મજબુત બનાવવામાં આવી છે. સુરક્ષા ચૂક મામલે 8થી વધારે સુરક્ષા જવાનોને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. દરમિયાન સમગ્ર પ્રકરણના માસ્ટર માઈન્ડ મનાતા લલિત ઝાએ દિલ્હી પોલીસ સમક્ષ સરન્ડર કર્યું હતું. લલિતની […]

પંજાબઃ હથિયારોની દાણચોરી કરતી ગેંગનો પર્દાફાશ, 10ની ધરપકડ

હરિયાણાઃ પંજાબ પોલીસે હથિયારોની દાણચોરી કરતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે. તેમજ મધ્યપ્રદેશના એક હથિયાર ઉત્પાદક સહિત દસ લોકોની ધરપકડ કરીને આંતરરાજ્ય ગેરકાયદેસર હથિયારોની દાણચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પંજાબ પોલીસના મહાનિર્દેશક ગૌરવ યાદવે કહ્યું કે આરોપીઓ પાસેથી કુલ 22 હથિયારો મળી આવ્યા છે. ડીજીપી ગૌરવ યાદવે ટ્વિટર પર લખ્યું, “પોલીસે મધ્યપ્રદેશથી સંચાલિત […]

રાજ્યમાં માર્ગ અકસ્માતના વિવિધ બનાવમાં 9 વ્યક્તિના મોત

અમદાવાદઃ રાજ્યમાં માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન ઉત્તર ગુજરાતના પાટણમાં સર્જાયેલી ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત થયાં હતા. જ્યારે પાદરામાં હાઈવે કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના અને અરવલ્લીના ધનસુરા નજીક સર્જાયેલા રોડ અકસ્માતના બનાવમાં 3 વ્યક્તિઓના મૃત્યુ થયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર પાટણના સાંતલપુર નજીક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code