1. Home
  2. Tag "police"

અમૃતસરમાંથી બે આતંકવાદીઓને મોતના સામાન સાથે ઝડપી લેવાયાં

નવી દિલ્હીઃ અમૃતસર પોલીસે આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે અને બે આતંકવાદીઓની ધરપકડ કરી છે. પોલીસે તેમના કબજામાંથી ત્રણ હેન્ડ ગ્રેનેડ, ભારતીય ચલણના એક લાખ રૂપિયા અને એક કાર મળી આવી હતી. જો કે મામલાની ગંભીરતાને જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ કંઈપણ જણાવવા તૈયાર નથી. ફિરોજપુર જિલ્લાના બરકે ગામના પ્રકાશ સિંહ ઉર્ફે મિંટૂ, અંગ્રેજ સિહ ઉર્ફે […]

ગુજરાત ચૂંટણી 2022: સ્થાનિક પોલીસ સાથે CRPFની 700 કંપનીઓ સુરક્ષા વ્યવસ્થા સંભાળશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ રાજ્યમાં આચાર સહિંતા લાગુ થઈ હતી. નાણા અને દારૂ સહિતની વસ્તુઓની હેરાફેરીને લઈને અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. આ ચૂંટણી પર ચાંપતો બંદોબસ્‍ત રાખવા અને કોઇ અકલ્‍પીય ઘટના ન ઘટે તે માટે […]

ઉત્તરપ્રદેશઃ યુવાનને ભીખારી બનાવવા માટે કરાયાં હ્રદય કંપાવી નાખે તેવા અત્યાચાર ગુજારાયાં

લખનૌઃ ઉત્તરપ્રદેશના કાનપુરમાં યુવાનને ભીખ મંગાવવાના ઈરાદે તેના પરિચીતે હાથ-પગ તોડી નાખ્યાં બાદ આંખોમાં કેમિકલ નાખીને અંધ બનાવ્યો હતો, એટલું જ નહીં યુવાનને દિલ્હીની એક ગેંગને વેચી માર્યો હતો. પરંતુ યુવાનની તબિયત વધારે લથડતા ગેંગના લીડરે તેને પરત કાનપુર મોકલી આવ્યો હતો. તે સમયે યુવાનને પરિચીતે જ રસ્તા ઉપર બેસાડીને ભીખ મંગાવી હતી. જો કે, […]

ગુજરાતમાં 12 સનદી અધિકારીઓની બદલી

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાતના પડઘમ વચ્ચે સરકારી અધિકારીઓની બદલી કરવામાં આવી રહી છે. દરમિયાન 12 આઈપીએસ અધિકારીની તાત્કાલિક બદલી કરવામાં આવી છે. જેમાં અમદાવાદના ઝોન 4 ના મુકેશ પટેલ, ઉષા રાડા સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે.I “સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરના ટ્રાફિકના પોલીસ કમિશનર અશ્વિન ચૌહાણની બદલી કરી કરાઇ ખસેડવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદના […]

મોરબી પુલ દુર્ઘટનાઃ પોલીસે આઠ વ્યક્તિઓની અટકાયત કરી પૂછપરછ આરંભી

અમદાવાદઃ મોરબીમાં ઝુલતો પુલ તુટવાની ઘટનામાં 100 વ્યક્તિઓના મોતની આશંકા સેવાઈ રહી છે તેમજ હજુ પણ મૃત્યુઆંક વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તેમજ પુલના કોન્ટ્રાક્ટર, મેનેજર, સિક્યુરિટી તથા પ્રવાસીઓને ટિકીટ આપનાર કર્મચારી સહિત આઠ વ્યક્તિઓની અટકાયત કરીને પોલીસે પુછપરછ શરૂ કરી હોવાનું […]

જૂનાગઢઃ 4 નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમા યોજાશે

અમદાવાદઃ જૂનાગઢમાં દેવ ઉઠી એકાદશીથી ગિરનારની લીલી પરિક્રમાનું વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. પરિક્રમામાં ભાગ લેનારા શ્રદ્ધાળુઓને કોઈ સમસ્યા ન નડે તે માટે આરોગ્ય સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આગામી તારીખ 4 નવેમ્બરથી શરૂ થનારી લીલી પરિક્રમા દર વર્ષે દેવ ઉઠી એકાદશીથી શરૂ થઈ કાર્તિકી પૂર્ણિમા સુધી એટલેકે પાંચ દિવસ સુધી યોજાય […]

દિવાળીના તહેવારોને લઈને 108 ઈમરજન્સી સેવાનું આગોતરુ આયોજન, 800 એમ્બ્યુલન્સ માર્ગો ઉપર દોડશે

તહેવારોમાં ઈમરજન્સી કેસમાં નોંધપાત્ર વધારો નોંધાય છે 108 સેવાના 4500થી વધારે કર્મચારીઓ તૈનાત રહેશે અમદાવાદઃ દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, દરમિયાન દિવાળીના તહેવારોમાં આગ, દાઝી જવાના અને અકસ્માતના ઈમરજન્સી બનાવોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે. જેને પગલે 108 ઈમરજન્સી સેવાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિવાળીના તહેવારોમાં 4500થી વધારે કર્મચારીઓ ફરજ પર હાજર […]

4 પાકિસ્તાની-બાંગ્લાદેશી કેદીઓએ ભુજની જેલને માથે લીધી, સુરક્ષા કર્મચારીઓ ઉપર કર્યો હુમલો

અમદાવાદઃ ભુજની જેલમાં બંધ ચારેક પાકિસ્તાની અને બાંગ્લાદેશી કેદીઓએ સુરક્ષા જવાનો ઉપર હુમલો કરતા ખળભળાટ મચી ગયો છે. આ હુમલામાં બે પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હતી. આ કેદીઓએ ખાસ મહિલા વોર્ડમાં ખસેડવાની માંગણી કરી હતી. જો કે, જેલતંત્રએ ઈન્કાર કરતા આ હુમલો કર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર કચ્છના ભૂજમાં વિદેશી કેદીઓ […]

અમદાવાદ શહેરમાં દિવાળીના ટ્રાફિકના નિયમન માટે પોલીસ વિભાગે ઘડ્યો એકશન પ્લાન

અમદાવાદઃ શહેરમાં દિવાળીના તહેવારોને લીધે બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. રોડ પર પણ ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે. ત્યારે ટ્રાફિકના યોગ્ય નિયમન માટે શહેર ટ્રાફિક પોલીસે હોમગાર્ડના જવાનો સેવાઓ લઈને વિશેષ આયોજન કર્યુ છે. અમદાવાદ ટ્રાફિક પોલીસના જેસીપી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, […]

મુંબઈઃ કાર ચાલક અને તેની પાસે બેઠેલી વ્યક્તિ સીટબેલ્ટ નહીં પહેરે તો થશે કાર્યવાહી

મુંબઈઃ જાણીતા ઉદ્યોગપતિ સાયરસ મીસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં અવસાન થયા બાદ પોલીસ તંત્ર વધારે સાબદુ બન્યું છે, તેમજ ફરીથી આવી કોઈ ઘટના ન બને તે માટે પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન મુંબઈ પોલીસે શહેરમાં મોટરકાર ચલાવનાર ડ્રાઈવરો તથા તમામ સહ-પ્રવાસીઓ માટે સીટ બેલ્‍ટ પહેરવાનું ફરજિયાત બનાવ્‍યું છે. આ નિયમનો અમલ આવતી 1લી નવેમ્‍બરથી કરવામાં આવશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code