1. Home
  2. Tag "water"

ગીર જંગલ વિસ્તારમાં ઉનાળાની ગરમીમાં પ્રાણી-પક્ષીઓ માટે પાણીના પોઈન્ટ બનાવાયાં

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સમસ્યા ઉભી થાય છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધારે પાણીની બુમરાડ સામે આવે છે. બીજી તરફ ઉનાળાની આગ ઓકતી ગરમીમાં મુંગા પશુ અને પ્રાણીઓની હાલત દયનીય બનતી હોય છે. જેથી વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને પ્રકૃતિ પ્રેમીઓ તેમના માટે પાણીની વ્યવસ્થા ગોઠવતા હોય છે. એશિયાઈ સિંહોના ઘર ગણાતા ગીર જંગલમાં […]

બનાસકાંઠામાં ઉનાળામાં જ નર્મદા કેનાલમાં પાણીનો પ્રવાહ ઘટતા ખેડૂતો ચિંતિત

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં અનેક ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાય છે. ચાલુ વર્ષે ચોમાસામાં સારો વરસાદ થતા ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં વિપુલ પાણીની આવક થઈ હતી. જેથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં નર્મદા ડેમમાંથી કેનાલોમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. દરમિયાન બનાસકાંઠાના સરહદી પંથક થરાદમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં પાણીના પ્રવાહમાં ઘટાડો જોવા મળતાં ખેડુત […]

ગુજરાતમાં ટેન્કર રાજઃ 200થી વધારે ગામોને દર વર્ષે ઉનાળામાં ટેન્કરથી પુરુ પડાય છે પાણી

અમદાવાદઃ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની વિકટ સમસ્યા થાય છે. પાણીની સમસ્યા ઉભી ના થાય તે માટે સરકાર દ્વારા ટેન્કરો મારફતે પાણી પુરુ પાડવામાં આવે છે. લગભગ 230 ગામમાં ટેન્કરો દોડાવવામાં આવતી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં પાણીની સમસ્યા ઉભી ના થાય તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં […]

ગુજરાતના 50 ટકા ગામના લોકોની તરસ છીપાવે છે નર્મદાનું પાણી

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના ખેડૂતોની સાથે જનતાની પાણીની તરસને પણ છીપાવે છે. રાજ્યમાં 50 ટકાથી વધારે ગામોને નર્મદાનું પાણી પુરુ પાડવામાં આવે છે. નવ સે જલ યોજના હેઠળ અત્યારે રાજ્યમાં 17843 પૈકી 9360 ગામને નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે છે. જ્યારે 797 ગામ કુવાના પાણીનો ઉપયોગ કરે છે. નર્મદા યોજના મારફતે સૌથી વધુ કચ્છના 877 […]

સૌરાષ્ટ્રમાં ઉનાળો આકરો રહેવાની સંભાવનાઃ જળાશયોમાં 55 ટકા પાણીનો જથ્થો

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં ઉનાળાના આરંભ સાથે જ પાણીની વિકટ સમસ્યા ઉભી થવાની શકયતાઓ દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રના 140 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 55 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જે ગત વર્ષની સરખામણીએ ઓછો હોવાનું જાણવા મળે છે. મોરબી, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લામાં લાઈવ પાણીનો જથ્થો 30થી 40 ટકા જેટલો લાઈવ જથ્થો છે. સુત્રોના જણાવ્યા […]

પાણી માટે નહી તરસે સૌરાષ્ટ્ર, 140 જળાશયોમાં 86 ટકા પાણીનો જથ્થો

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજા મહેરબાન થતા 100 ટકાથી વધારે વરસાદ વરસ્યો હતો. જેથી મોટાભાગના જળાશયો છલકાયાં હતા. સૌરાષ્ટ્રના 140 જળાશયોમાં હાલ 86 ટકા એટલે કે 2203 MCFT પાણીનો જથ્થો છે. સૌરાષ્ટ્રમાં દર વર્ષે ઉનાળામાં પાણીની સમસ્યા સર્જાય છે જો કે, ચાલુ વર્ષે હજુ 86 ટકા પાણીનો જથ્થો હોવાથી ઉનાળામાં પાણીની સમસ્યાથી પ્રજાને રાહત મળે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code