8 માર્ચે ત્રિપુરામાં યોજાશે ભાજપ સરકારનો શપથ ગ્રહણ સમારોહ,PM નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8મી માર્ચે ત્રિપુરામાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને તેના સહયોગી ઈન્ડિજિનસ પીપલ્સ ફ્રન્ટ ઑફ ત્રિપુરા (IPFT)ના ગઠબંધનની નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. એક વરિષ્ઠ અધિકારીએ શનિવારે આ માહિતી આપી. તાજેતરમાં પૂર્ણ થયેલી ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે કુલ 60માંથી 32 બેઠકો જીતી હતી, જ્યારે તેના સહયોગી IPFTએ એક બેઠક જીતી હતી. […]


