1. Home
  2. Tag "BJP"

વાંકાનેર નગરપાલિકામાં ભાજપએ ચૂંટણી પહેલા જ 11 બેઠકો બિનહરીફ મેળવી

વાંકાનેરના મતદારો નિરસ, ચૂંટણીનો માહોલ જામતો નથી નગરપાલિકા સુપરસિડ થયા બાદ વહિવટદારનું શાસન હતુ બે દાયકાથી ભાજપનું શાસન હતું, હવે ત્રીજીવાર પણ સત્તા સંભાળે એવા ઉજળા સંજોગો મોરબીઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે શામ, દામથી કેટલીક બેઠકો બિન હરીફ મેળવી લીધી છે. ત્યારે મોરબીના વાંકાનેર નગરપાલિકાની કૂલ 28 બેઠકોમાંથી ભાજપે 11 બેઠકો બિન હરીફ મેળવી […]

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંજ કેજરિવાલ તિહાર જશેઃ BJPના સાંસદ યોગેન્દ્ર ચંદોલિયા

નવી દિલ્હીઃ ભાજપના સાંસદ યોગેન્દ્ર ચંદોલિયાએ કહ્યું કે “પીએમ મોદીની અપીલ સાંભળવા બદલ હું દિલ્હીના લોકોનો આભાર માનું છું… કેજરીવાલ બધા મોડેલોમાં નિષ્ફળ ગયા છે… એ ચોક્કસ છે કે કેજરીવાલ તિહાડ જશે. તેઓ મુખ્યમંત્રી બનવા માંગતા હતા, પરંતુ હવે તેઓ ધારાસભ્ય પણ નહીં બને… પાર્ટી હાઇકમાન્ડ દ્વારા પસંદ કરાયેલ કોઈપણ પાર્ટી કાર્યકર દિલ્હીનો આગામી મુખ્યમંત્રી હશે…” […]

દિલ્હીની જનતાએ જુઠ, કપટ અને ભ્રષ્ટાચારના શીશમહલને નસ્તેનાબુત કર્યોઃ અમિત શાહ

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જીત મળી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિણામો પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ગંદી યમુના અને દરેક શેરીમાં ખુલતી દારૂની દુકાનો પ્રત્યે જનતાનો પ્રતિસાદ મળ્યો છે. શાહે કહ્યું કે જનતાએ જૂઠાણા, કપટ અને ભ્રષ્ટાચારના ‘શીશમહેલ’નો નાશ કરીને દિલ્હીને આપ-દા મુક્ત બનાવવાનું કામ કર્યું છે. અમિત […]

દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ, ભાજપા બનાવી રહી છે સરકાર

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની 70 બેઠકો ઉપર તા. 5મી ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણી બાદ આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તારણમાં ભાજપા અને આમ આદમી પાર્ટી વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી. જો કે, બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું અને દિલ્હીમાં વર્ષો બાદ ભાજપાની સરકાર બની રહ્યાનું જોવા મળ્યું હતું. […]

દિલ્હીમાં ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ, 5 ફેબ્રુઆરીએ મતદાન

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે આજે સાંજે પાંચ વાગે પ્રચાર પડઘમ શાંત થશે. વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અંતિમ ચરણમાં પહોચી ગઇ છે. પાંચ ફેબ્રુઆરીના રોજ દોઢ કરોડથી વધુ મતદારો પોતાના મતાધીકારનો ઉપયોગ કરશે. રાજધાની દિલ્હીની 70 વિધાનસભા બેઠક પર કુલ 699 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 603 પુરૂષ અને 96 મહિલા ઉમેદવાર પોતાનું નશીબ અજમાવી રહ્યાં […]

જેમણે લૂંટ કરી છે તેમણે લૂંટેલો માલ પાછો આપવો પડશેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરકેપુરમમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી. પોતાને લોકોના “સેવક” ગણાવતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હીવાસીઓને ખાતરી આપી હતી કે ભાજપ શહેરમાં સરકાર બનાવશે પછી તેઓ ઝૂંપડપટ્ટીવાસીઓ અને મધ્યમ વર્ગના લોકોની સમસ્યાઓ ઉકેલવા માટે સખત મહેનત કરશે. આરકેપુરમમાં એક ચૂંટણી રેલીને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે […]

ભાજપે પાલિકાની ચૂંટણીમાં ખેલ પાડ્યો, બોટાદની-4, વાંકાનેરની 7 બેઠકો બિનહરિફ મેળવી

ભાજપના ઉમેદવારો સામે કોઈએ ફોર્મ જ ન ભર્યું કોંગ્રેસનું ચૂંટણી મેનેજમેન્ટ નિષ્ફળ રહ્યું હાલોલમાં ભાજપે ત્રણ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી અમદાવાદઃ ગુજરાતમાં જુનાગઢ મહાનગરપાલિકા અને 67 નગરપાલિકાની ચૂંટણી તેમજ ત્રણ તાલુકા પંચાયતોની ચૂંટણી અને કેટલીક બેઠકોની પેટા ચૂંટણીની રાજ્ય ચૂંટણી પંચે જાહેરાત કર્યા બાદ ભાજપ કોંગ્રેસ સહિત પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. આ ચૂંટણીઓમાં […]

ચંદીગઢ મ્યુનિ. કોર્પોરેશનમાં મેયરની ચૂંટણીમાં આપ-કોંગ્રેસને ઝટકો, ભાજપના ઉમેદવાર જીત્યાં

નવી દિલ્હીઃ ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના હરપ્રીત કૌર બાબલાએ મેયરની ચૂંટણી જીતી લીધી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાઉન્સિલરોએ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું હોવાનું જાણવા મળે છે. ભાજપના ઉમેદવારને 19 મત મળ્યા, જે બહુમતીનો આંકડો છે. કુલ ૩૬ મત પડ્યા હતા. ભાજપ […]

દિલ્હી ચૂંટણી : અમિત શાહે જાહેર કર્યો ભાજપના સંકલ્પ પત્રનો ત્રીજો ભાગ

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે પાર્ટીના ચૂંટણી ઢંઢેરાના ત્રીજા ભાગનું પ્રકાશન કર્યું. આમાં તેમણે યમુના રિવરફ્રન્ટ, 1,700 અનધિકૃત વસાહતોમાં બાંધકામની પરવાનગી, ગિગ કામદારો માટે વીમો, યુવાનો માટે રોજગાર અને મહાભારત કોરિડોર જેવી ઘણી જાહેરાતો કરી. અમિત શાહે આજે દિલ્હીના વરિષ્ઠ પક્ષના નેતાઓ સાથે પંડિત પંત માર્ગ પર ભાજપના […]

દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ કુલ 699 ઉમેદવારો વચ્ચે ખેલાશે ચૂંટણીજંગ

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે 5 ફેબ્રુઆરીએ મતદાન થશે, જ્યારે પરિણામ 8 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસ સુધી કુલ 1522 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. નામો પરત ખેંચવા અને ઉમેદવારી પત્રોની છટણી કર્યા બાદ હવે કુલ 699 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કુલ 699 ઉમેદવારો મેદાનમાં છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code