1. Home
  2. Tag "BJP"

કેજરીવાલ પર ભાજપનો કટાક્ષ: “લાગા ચુનરી મેં દાગ, ઈડી કે પાસ જાઉં કૈસે”

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઈડી સમક્ષ બુધવારે હાજર નહીં થવાના મામલે ભાજપે ફરી એકવાર તેમની સામે નિશાન સાધ્યું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કેજરીવાલને ભ્રષ્ટ ગણાવ્યા છે. તો આના પહેલા ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ પણ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલને ભાગેડું ગણાવ્યા હતા. ભાટિયાએ કહ્યુ છે કે અરવિંદ કેજરીવાલે સમન પાછો […]

GYAN ફોર્મ્યુલા માટે ભાજપે બનાવી કમિટી, 2024માં સાબિત થઈ શકે છે ટ્રમ્પ કાર્ડ

નવી દિલ્હી: જેમ જેમ લોકસભા ચૂંટણી 2024 નજીક આવી રહી છે, તેમ-તેમ રાજકીય પક્ષ પોતાના ભાથામાંથી એક પછી એક તીર કાઢવા લાગ્યા છે. આ કડીમાં કેન્દ્રની સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે. પી. નડ્ડાએ એક મોટી બેઠક બોલાવી હતી. મંગળવારે બોલાવેલી બેઠકમાં આગામી લોકસભા ચૂંટણીમાં કેવી રીતે મિશન-400નું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં આવે અને મહિલાઓ તથા […]

કોંગ્રેસ પર ભાજપને મદદ કરવાનો આરોપ!, જાણો કોણે લગાવ્યો સોનિયા-રાહુલની કૉંગ્રેસ પર આરોપ?

નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં વંચિત બહુજન અઘાડી (બીબીએ)ના નેતા પ્રકાશ આંબેડકરે સીટ શેયરિંગ મામલામાં ગંભીરતા નહીં દેખાડવાની વાત કહેતા કોંગ્રેસની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યુ છે કે જો કોંગ્રેસ બેઠકોની વહેંચણી પર નિર્ણય કરવામાં વધુ સમય લે છે, તો તેનાથી ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મદદ મળશે. બીબીએના નેતાએ કહ્યુ છે કે તે આશ્ચર્યચકિત છે […]

લ્યો બોલો! રામમંદિર લાગે છે કૉંગ્રેસી નેતાને મનુવાદની વાપસી!, કૉંગ્રેસ ઘેરાય તેવી શક્યતા

નવી દિલ્હી: અયોધ્યાની રામજન્મભૂમિ પર નિર્માણ થઈ રહેલા ભવ્ય રામમંદિરનો 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. પણ કોંગ્રેસના નેતાએ રામમંદિર સામે વાણીવિલાસ કરતા વિવાદીત નિવેદનબાજી કરીને કોંગ્રેસ માટે રાજકીય ઘેરાબંધીની શક્યતા જેવી સ્થિતિ ઉભી કરી છે. ઉદિત રાજે પોતાના એક્સ હેન્ડલ પર લખ્યુ છે કે મતલબ 500 વર્ષ બાદ મનુવાદની વાપસી થઈ રહી છે. […]

મધ્યપ્રદેશઃ ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, અનેક સિનિયર નેતાઓને કેબિનેટમાં અપાયું સ્થાન

ભોપાલઃ મધ્યપ્રદેશમાં સીએમ મોહન યાદવના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. તેમજ નવા બનાવાયેલા મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યાં હતા. મંત્રીમંડળનું વિસ્તરણ કરીને તેમાં નવા 28 ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 18 કેબિનેટ, 6 રાજ્ય મંત્રી સ્વતંત્ર પ્રભાર અને 4 રાજ્યમંત્રીનો સમાવેશ થાય છે. કેબિનેટમાં પ્રદુમ્નસિંહ તોમર, તુલસી સિલાવટ, અદલ સિંહ કસાના, નારાયણ સિંહ કુશવાહ, વિજય […]

પીએમ મોદીએ ભાજપના અધિકારીઓને આપ્યો મંત્ર,સરકારના કામને લોકો સુધી લઈ જવાનો આપ્યો સંદેશ

દિલ્હી:આગામી વર્ષની લોકસભા માટે કાર્યક્રમોની રૂપરેખા અને સંગઠનાત્મક તૈયારીઓની સમીક્ષા કરવા માટે શુક્રવારે ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બે દિવસીય બેઠક શરૂ થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બંધ બારણે બેઠકને સંબોધી હતી. પીએમ મોદી અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ બેઠકમાં શું કહ્યું તે અંગે પાર્ટી દ્વારા સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. પરંતુ સૂત્રોએ જણાવ્યું કે,પાર્ટીના […]

લોકસભા ચૂંટણીમાં ભાજપ પીએમ વિશ્વકર્મા યોજનાને મોટું હથિયાર બનાવશે,કોલ સેન્ટર લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે

દિલ્હી:આગામી વર્ષે લોકસભા ચૂંટણીમાં ભાજપ પીએમ વિશ્વકર્મા યોજનાને એક મોટું હથિયાર બનાવવા જઈ રહી છે. આ યોજના દ્વારા તેની નજર પછાત જાતિઓની વોટબેંક પર છે. આગામી કેટલાક મહિનામાં ભાજપ આ યોજનાનો લાભ વધુને વધુ લાયક લોકોને પહોંચાડવા માટે ગામડાઓ, શેરીઓ અને વિસ્તારોમાં અભિયાન ચલાવશે. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ સુનીલ બંસલે ગુરુવારે લખનઉમાં એક બેઠક યોજી હતી […]

અમે કોઈને બોલાવતા નથી, પરંતુ કોંગ્રેસમાં કેટલાક નેતાઓ ગુંગડામણ અનુભવતા હોવાથી પાર્ટી છોડી રહ્યાં છેઃ ઋષિકેશ પટેલ

અમદાવાદઃ ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. દરમિયાન રાજ્યના કેબિનિટ પ્રધાન અને ભાજપના સિનિયર નેતા ઋષિકેશ પટેલે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરીને કહ્યું હતું કે, અમે કોઈને બોલાવતા નથી. આ ઉપરાંત તેમણે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપા ગુજરાતની તમામ 26 બેઠકો ઉપર જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો […]

તેલંગાણામાં ભાજપ એકલા હાથે લડશે લોકસભા ચૂંટણી,કોઈ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે

હૈદરાબાદ:તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેમની સાથે ચૂંટણી લડવા માટે પક્ષો અને ઉમેદવારોની શોધખોળ શરૂ કરી દીધી છે. વિધાનસભા ચૂંટણીના પરિણામોથી ઉત્સાહિત ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે મોટી જાહેરાત કરી છે. પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં રાજ્યમાં કોઈપણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરવાનો નિર્ણય લીધો છે. ભાજપના પ્રદેશ […]

અમિત શાહ આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવશે, વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે, આ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમજ અમિત શાહ ગુજરાતના ભાજપના નેતાઓ સાથે પણ ચર્ચા કરે તેવી શકયતા છે. સુત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હવાઈ માર્ગે અમદાવાદ આવશે અને આવતીકાલે શનિવારે બપોરના 2.30 કલાકે આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીના 66માં દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code