1. Home
  2. Tag "BJP"

અમે કોઈને બોલાવતા નથી, પરંતુ કોંગ્રેસમાં કેટલાક નેતાઓ ગુંગડામણ અનુભવતા હોવાથી પાર્ટી છોડી રહ્યાં છેઃ ઋષિકેશ પટેલ

અમદાવાદઃ ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. દરમિયાન રાજ્યના કેબિનિટ પ્રધાન અને ભાજપના સિનિયર નેતા ઋષિકેશ પટેલે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરીને કહ્યું હતું કે, અમે કોઈને બોલાવતા નથી. આ ઉપરાંત તેમણે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપા ગુજરાતની તમામ 26 બેઠકો ઉપર જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો […]

તેલંગાણામાં ભાજપ એકલા હાથે લડશે લોકસભા ચૂંટણી,કોઈ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે

હૈદરાબાદ:તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેમની સાથે ચૂંટણી લડવા માટે પક્ષો અને ઉમેદવારોની શોધખોળ શરૂ કરી દીધી છે. વિધાનસભા ચૂંટણીના પરિણામોથી ઉત્સાહિત ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે મોટી જાહેરાત કરી છે. પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં રાજ્યમાં કોઈપણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરવાનો નિર્ણય લીધો છે. ભાજપના પ્રદેશ […]

અમિત શાહ આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવશે, વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે, આ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમજ અમિત શાહ ગુજરાતના ભાજપના નેતાઓ સાથે પણ ચર્ચા કરે તેવી શકયતા છે. સુત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હવાઈ માર્ગે અમદાવાદ આવશે અને આવતીકાલે શનિવારે બપોરના 2.30 કલાકે આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીના 66માં દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત […]

સંસદની સુરક્ષા ચૂક કેસના આરોપી લલિત ઝાનો TMCના નેતા સાથેનો ફોટો સામે આવ્યો, ભાજપાએ કર્યા આકરા પ્રહાર

નવી દિલ્હીઃ સંસદની સુરક્ષામાં ક્ષતિનો મામલે નવા-નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. આ ઘટનાના માસ્ટરમાઇન્ડ લલિત મોહન ઝાનો તૃણમૂલ કોંગ્રેસના નેતા તપસ રોય સાથેનો ફોટોગ્રાફ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. જેથી આ મામલે ભાજપાએ ટીએમસી ઉપર આકરા પ્રહાર કરીને ગંભીર આક્ષેપ કર્યાં છે. પશ્ચિમ બંગાળના બીજેપી ચીફ ડૉ. સુકાંત મજુમદારે આરોપી લલિત ઝા સાથે […]

BJPના વિવિધ પ્રદેશના પ્રમુખો-પદાધિકારીઓની જે.પી.નડ્ડાએ તા. 22 અને 23મીએ બોલાવી બેઠક

નવી દિલ્હીઃ આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પૂર્વે મહત્વની મનાતી પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ પૈકી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપાનો ભવ્ય વિજ્ય થયો છે. જેથી ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં નવા ઉત્સાહનો દોરી સંચાર થયો છે. દરમિયાન ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડીએ તા. 22 અને 23મી ડિસેમ્બરના રોજ દેશના વિવિધ રાજ્યોના પ્રદેશ પ્રમુખ સહિતના પદ્દાધિકારીઓની બેઠક […]

ભાજપના સીએમ પદના નેતા ભજનલાલે રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો

જયપુરઃ રાજસ્થાનમાં સીએમ પદ માટે ભજનલાલ શર્માનું નામ જાહેર થયા બાદ ભજનલાલ અને ભાજપના નેતાઓએ રાજ્યપાલની મુલાકાત લીધી હતી. તેમજ સરકાર બનાવવાનો રાજ્યપાલ સમક્ષ દાવો કર્યો હતો. આગામી 15મી ડિસેમ્બરના રોજ શપથવિધિ સમારોહ યોજાય તેવી શકયતા છે.  રાજ્યભવનમાં યોજનારા શપથવિધિ સમાહોરમાં લગભગ 12 જેટલા નેતાઓ મંત્રીપદના શપથ ગ્રહણ કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. […]

મધ્યપ્રદેશના નવા સીએમ મોહન યાદવ હશે, ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં કરાઈ પસંદ

ભોપાલઃ મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીના નામને લઈને ચાલી રહેલી સસ્પેન્સનો આખરે અંત આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી તરીકે મોહન યાદવના નામને મંજૂરી આપવામાં આવી છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ, ભાજપ હાઈકમાન્ડે મનોહર લાલ ખટ્ટર, ડૉ. કે. લક્ષ્મણ અને આશા લાકરાને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા હતા અને તેમને મુખ્યમંત્રીની પસંદગીની જવાબદારી […]

તેલંગાણામાં ઓવૈસીની પ્રોટમ સ્પીકર તરીકેની નિમણુંકનો વિરોધ, કોંગ્રેસ ઉપર BJPના આકરા પ્રહાર

બેંગ્લોરઃ તેલંગાણાની નવી ચૂંટાયેલી સરકારે શનિવારે નવા સભ્યોને ધારાસભ્ય તરીકે શપથ લેવડાવવા માટે વિધાનસભા સત્ર બોલાવ્યું હતું. એઆઈએમઆઈએમના ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીને વિધાનસભાના સભ્યોને શપથ લેવડાવવા માટે તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજન વતી વચગાળાના સ્પીકર (પ્રોટેમ સ્પીકર) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેલંગાણા ભાજપે ઓવૈસીની નિમણૂકને લઈને વાંધો ઉઠાવ્યો છે અને આ અંગે રાજ્યપાલ તમિલિસાઈને પત્ર લખ્યો […]

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મુખ્યમંત્રીની પસંદગી માટે ભાજપાએ નિરીક્ષકોના નામ જાહેર કર્યા

નવી દિલ્હીઃ રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ગત 3 ડિસેમ્બરના રોજ પાંચ રાજ્યોમાં મતગણતરી યોજાઈ હતી. જે પૈકી તેલંગાણામાં કોંગ્રેસ અને મિઝોરમમાં ઝેડપીએમના નેતાએ સીએમ પદના શપથ ગ્રહણ કર્યાં છે, જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. આ ત્રણેય રાજ્યોમાં સીએમના ચહેરાને લઈને ભાજપમાં લાંબી ખેંચતાણ ચાલી રહી છે. જેથી […]

ભાજપના સાંસદ રમેશ બિધુરીએ દાનિશ અલી પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બદલ માફી માંગી

નવી દિલ્હીઃ બીજેપી સાંસદ રમેશ બિધુરીએ BSP સાંસદ દાનિશ અલી પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બદલ માફી માંગી છે. બીજેપી સાંસદે કહ્યું કે, રક્ષા મંત્રી રાજનાથ સિંહે દાનિશ અલી વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ ખેદ વ્યક્ત કર્યો હતો.. બિધુરીએ સંસદીય સમિતિને કહ્યું કે તેમને પણ આનો અફસોસ છે. લોકસભામાં બોલતી વખતે રમેશ બિધુરીએ બીએસપી સાંસદ દાનિશ અલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code