1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમિત શાહ આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવશે, વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી
અમિત શાહ આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવશે, વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી

અમિત શાહ આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવશે, વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી

0
Social Share

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે, આ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમજ અમિત શાહ ગુજરાતના ભાજપના નેતાઓ સાથે પણ ચર્ચા કરે તેવી શકયતા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હવાઈ માર્ગે અમદાવાદ આવશે અને આવતીકાલે શનિવારે બપોરના 2.30 કલાકે આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીના 66માં દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહશે. સરદાર પટેલ યુનિવર્સિટીના ઉતીર્ણ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત સાંજના 6 કલાકે અમદાવાદના ટાગોર હોલ ખાતે મહારાષ્ટ્ર સમાજ અમદાવાદના શતાબ્દી મહોત્સવમાં હાજરી આપશે. આ ઉપરાંત સાંજના સમયે તેઓ અમદાવાદમાં ફોરમ કન્વેંશન સેન્ટર ખાતે આયોજીત 6 એડવાંસમેન્ટ ઇન એન્ડયુરોલોજી સંમેલનમાં ઉપસ્થિત રહેશે.

અમદાવાદની મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત ભાજપના ટોપના નેતાઓ સાથે પણ મુલાકાત કરે તેવી શકયતા છે. તેમજ આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીની તૈયારીઓ અંગે તેમની ચર્ચા કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code