1. Home
  2. Tag "books"

જાણીતા કોલમિસ્ટ અને સર્જક પુલક ત્રિવેદી તથા ડો.કેલવ ત્રિવેદીના પુસ્તકોનું લોકાર્પણ કરાશે

અમદાવાદઃ ગાંધીનગર સાહિત્યસભા અને સરકારી જિલ્લા ગ્રંથાલય, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે જાણીતા કોલમિસ્ટ અને સર્જક પુલક ત્રિવેદીના પુસ્તકો ‘સ્પંદન’ અને ‘પમરાટ’ તેમજ ડો. કેવલ ત્રિવેદીના ‘સમગ્રતયા ગુજરાત’નું તા. 26મી માર્ચના રોજ ગાંધીનગરના સેક્ટર 21માં આવેલા સરકારી જિલ્લા ગ્રંથાલય ખાતે લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ધારાસભ્ય રીટાબેન પટેલ, અતિથિ વિશેષ તરીકે શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ […]

ગુજરાત બોર્ડની સ્કૂલોમાં ધોરણ 1થી 8માં 19 પુસ્તકો બદલાશે

ગુજરાતી, ગણિત અને વિજ્ઞાન સહિત વિષયોના પુસ્તકો બદલાશે, ધોરણ 12માં અર્થશાસ્ત્રમાં નવુ પ્રકરણ ઉમેરાતા પુસ્તક બદલાશે, ધોરણ 7માં અનિવાર્ય સંસ્કૃતમ્ પણ બદલાશે ગાંધીનગરઃ ગુજરાત બોર્ડ હસ્તકની શાળાઓમાં ધોરણ 1થી 8માં  નવા શૈક્ષણિક વર્ષથી એટલે કે વર્ષ 2025-26ના વર્ષથી વિવિધ વિષયોના 19 જેટલા પુસ્તકો બદલાશે. જેમાં ગુજરાતી, ગણિત અને વિજ્ઞાન સહિતના વિવિધ વિષયોના પુસ્તકો તમામ માધ્યમોમાં […]

નાલંદા એ સત્યની ઘોષણા છે કે પુસ્તકો આગમાં બળીને ખાખ થઈ જાય તો પણ જ્ઞાનનો નાશ કરી શકાતો નથીઃ PM મોદી

પટણાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારનાં રાજગીરમાં નાલંદા વિશ્વવિદ્યાલયનાં નવા પરિસરનું ઉદ્દઘાટન કર્યું હતું. આ યુનિવર્સિટીની કલ્પના ભારત અને ઈસ્ટ એશિયા સમિટ દેશો વચ્ચે જોડાણ તરીકે કરવામાં આવી છે. ઉદ્દઘાટન સમારંભમાં 17 દેશોના મિશનના પ્રમુખો સહિત અનેક પ્રતિષ્ઠિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ વિશ્વ વિદ્યાલયના પરિસરમાં એક વૃક્ષનું વાવેતર પણ કર્યું હતું. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ […]

બાળકોમાં પુસ્તકો વાંચવાની ટેવ કેવી રીતે કેળવવી તે જાણો, પછી પુસ્તક છોડશે નહીં

આજકાલ બાળકો તેમનો મોટાભાગનો સમય ફોન કે ટેબલેટ પર રમવામાં વિતાવે છે. પરંતુ પુસ્તકોનું વાંચન પણ ખૂબ જ જરૂરી છે કારણ કે તેનાથી તેમની વાંચન ક્ષમતા અને સમજ વધે છે. અહીં કેટલીક સરળ રીતો છે જેના દ્વારા તમે તમારા બાળકને પુસ્તકો વાંચવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. તમારી જાતને પણ વાંચો: જો બાળકો તમને પુસ્તક […]

અમદાવાદમાં 23 પુસ્તકોનું વિમોચન થશે

અમદાવાદઃ શહેરના આશ્રમ રોડ સ્થિત અમદાવાદ મેડિકલ એસોસિએશનના હોલમાં ગુજરાત સાહિત્ય અકાદમી અને શબ્દશ્રી આયોજિત આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઉજ્જવળ ઈતિહાસને ઉજાગર કરતા 23 પુસ્તકોનો ભવ્ય વિમોચન સમારોહ અને સાહિત્યપર્વની ઉજવણી કરવામાં આવશે. અમદાવાદ મેડિકલ એસોસિએશન હોલમાં સાંજના 6 કલાકે આયોજીત આ કાર્યક્રમમાં વિશેષ અતિથી પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાં, રક્ષા શુકલ, લલિત ખંભાયતા, હર્ષ મેસવાણિયા, નિરાલી […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનો અને લાયબ્રેરી માટે આઠ લાખના પુસ્તકો ખરીદાશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દર વર્ષે નવા પુસ્તકોની ખરીદી કરવામાં આવતી હોય છે, પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે સેન્ટ્રલ લાઇબ્રેરીમાં પુસ્તકોની ખરીદી કરવામાં આવી ન હતી પરંતુ હવે સ્થિતિ કાબૂમાં છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી  દ્વારા આગામી દિવસોમાં 8 લાખના પુસ્તકોની ખરીદી કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. આગામી દિવસોમાં દરેક ભવનને સેન્ટ્રલ લાઇબ્રેરીમાંથી પત્ર લખીને તેમને […]

સ્ટ્રેસ ઓછો કરવા માટે પુસ્તકો વાંચવાનું કરો શરૂ, થશે આ ફાયદા

પુસ્તકો વાંચવાનું કરો શરૂ સ્ટ્રેસ સહીત આ સમસ્યાઓ થશે દૂર પુસ્તક વાંચવાના ફાયદા વિશે અહીં જાણો ક્યારેક-ક્યારેક પુસ્તક વાંચવું કેટલાક લોકોને એટલું સારું છે કે,તેઓ પુસ્તકને પોતાના મિત્ર સમજવા લાગે છે.પુસ્તકો વાંચવાથી જ્ઞાન તો મળે જ છે, પરંતુ એવું કહેવાય છે કે,તે આપણને વર્તવાનું પણ શીખવે છે. ઘણા સંશોધનોમાં તે બહાર આવ્યું છે કે,જે વ્યક્તિ […]

આજે પુષ્ય નક્ષત્ર, ચોપડાં, સોના-ચાંદી અને વાહનો ખરીદવા માટેનો શ્રેષ્ઠ યોગ

અમદાવાદઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે બજારોમાં પણ ઘરાકી જોવા મળી રહી છે. આવતી કાલે 28મી ઓક્ટોબરને ગુરુવારના રોજ દિવાળી પહેલાં આવતો ગુરુ પુષ્ય નક્ષત્રનો યોગ બની રહ્યો છે. દિવાળીનાં શુભ તહેવારમાં આ વર્ષે તિથિના ક્ષયને કારણે બે તિથિ એક જ દિવસે હોવાની સ્થિતિ સર્જાઈ છે. આ વર્ષે દિવાળીના મહાપર્વમાં અગિયારસ […]

પ્રાથમિક શાળાઓમાં પૂરતા પુસ્તકો પહોંચ્યા જ નથી, વિદ્યાર્થીઓ ભણે કેવી રીતે ? શિક્ષક સંઘ

ગાંધીનગરઃ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પૂરતા પુસ્તકો નહીં પહોંચ્યા હોવાનો ઘટસ્ફોટ પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષે કર્યો છે. આથી ધોરણ 3થી 8ના વિધાર્થીઓની સામયિક કસોટી નહિ લેવાની માગણી કરી છે. શિક્ષકોએ ભણાવવા પૂરતો સમય આપ્યા બાદ જ સામાયિક કસોટી લેવાની માગણી સાથે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી. રાજ્યમાં છેલ્લા દોઢેક વર્ષથી ચાલી રહેલી કોરોનાની મહામારીને પગલે […]

ગુજરાતઃ શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ શરૂ થયું પણ વિદ્યાર્થીઓ પાઠ્ય પુસ્તકોથી વંચિત

ગાંધીનગરઃ ઓનલાઇન શિક્ષણ સાથે જિલ્લાની 1450 શાળાઓમાં સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. જોકે પ્રથમ દિવસે શિક્ષકોએ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો પહોંચાડવા સહિતની કામગીરી કરી હતી. તેમ છતાં બજારમાં ધોરણ-1થી 12ના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના પાઠ્યપુસ્તકો નહીં મળતા વાલીઓને હાલાકી વેઠી રહ્યા છે. સતત બીજા વર્ષે પણ કોરોનાના મારને પગલે ઓનલાઇન શિક્ષણની સાથે શાળાઓ સોમવારથી ખુલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code