1. Home
  2. Tag "Breaking News Gujarati"

ગિરનાર પર્વત પર ભારે પવન ફુંકાતા સલામતી માટે રોપ-વે સેવા બંધ કરાઈ

રોપ-વે સેવા બંધ કરાતા પ્રવાસીઓમાં નિરાશા, આજે વહેલી સવારથી ગિરનાર પર્વત પર ભારે પવન ફુંકાય રહ્યો છે, યાત્રિકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને લઈ નિર્ણય લેવાયો જુનાગઢઃ ગિરનારના પર્વત પર આજે સવારથી ભારે પવન ફુંકાય રહ્યો છે. અને વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. તેથી યાત્રિકાની સલામતી માટે રોપ-વે સેવા બંધ કરવામાં આવી છે. યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં […]

ઉત્તર ગુજરાતમાં રવિ સીઝનનું 62.34 ટકા વાવેતર પૂર્ણ, 1.93 લાખ હેક્ટરમાં ઘઉંની વાવણી

ઉત્તર ગુજરાતમાં 02 લાખ હેક્ટરના અંદાજ સામે 7.49 લાખ હેક્ટરમાં વાવેતર, ખેડૂતો વાવણી કરી રહ્યા હોવાથી હજપ વાવેતર વિસ્તાર વધશે, 30 ટકા એટલે કે, 1.67 લાખ હેક્ટરમાં રાઈનું વાવેતર થયું ગાંધીનગરઃ ઉત્તર ગુજરાતમાં ખેડૂતોએ રવિ સીઝનમાં છેલ્લા એક મહિનાથી વાવણીના કાર્યનો પ્રારંભ કર્યો હતો. ઉત્તર ગુજરાતની 12.02 લાખ હેક્ટર જમીનમાં વાવેતરના અંદાજ સામે અત્યાર સુધીમાં […]

અમેરિકાએ 15 ડિસેમ્બરથી H-1B અને H-4 વિઝા ધારકો માટે એક નવો નિયમ લાગુ કરશે

નવી દિલ્હી: યુનાઇટેડ સ્ટેટ્સે H-1B વિઝા અને તેમના H-4 ડિપેંડેંટ્સ માટે સ્ક્રીનીંગ અને ચકાસણી પ્રક્રિયાઓમાં વધારો કર્યો છે. નવા આદેશ હેઠળ, અરજદારોને તેમના તમામ સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર પ્રાઈવેસી સેટિંગ્સ પબ્લિક કરવા સૂચના આપવામાં આવી છે. ગઈ કાલે જારી કરાયેલા એક નવા આદેશમાં, રાજ્ય વિભાગે જણાવ્યું હતું કે 15 ડિસેમ્બરથી, બધા H-1B અરજદારો અને તેમના […]

સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેશનમાં સીસીટીવી લગાવવા કલેક્ટરે કર્યો આદેશ

પ્રવાસીઓએ ST બસ સ્ટેશનમાં CCTV લગાવવા કલેકટરને રજુઆત કરી હતી, સુરેન્દ્રનગર બસ સ્ટેશનમાં પ્રતિદિન 14000થી વધુ પ્રવાસીઓની અવરજવર, ડેપા મેનેજરે રાજકોટ એસટી ડિવિઝનને કલેકટરના આદેશની જાણ કરી સુરેન્દ્રનગરઃ શહેરમાં કરોડોના ખર્ચે એસટી બસ સ્ટેશન બનાવવામાં આવ્યુ છે. પણ એસટી બસ સ્ટેશનના બિલ્ડિંગમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી. આથી કેટલાક સ્થાનિક પ્રવાસીઓએ જિલ્લા કલેકટરને રજુઆતો કરી […]

લખતરના નજીક નર્મદા કેનાલના રોડ પર કારે સિંચાઈ માટેના ત્રણ એન્જિન મશીનને ટક્કર મારી

ખેડૂતોએ કેનાલ પર એન્જિન મશીન મુક્યા હતા લીલાપુર તરફ જતી કારે એન્જિન મશીન સાથે અથડાઈ અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો સુરેન્દ્રનગરઃ જિલ્લાના લખતરના કડુ નજીક નર્મદાની વલ્લભીપુર શાખા નહેરના સમાંતર રોડ પર ગઈકાલે રાતના સમયે અકસ્માત સર્જાયો હતો. એક કારચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી પિયત માટે નહેર કિનારે મૂકેલા ત્રણ એન્જિન મશીનોને હડફેટે લીધા […]

બીજાપુરમાં એન્કાઉન્ટરમાં અત્યાર સુધી 18 નક્સલીઓ માર્યા ગયા, ત્રણ જવાન શહીદ થયા

નવી દિલ્હી: બીજાપુર-દંતેવાડા સરહદ પર પશ્ચિમ બસ્તર ડિવિઝનના માઓવાદીઓ સાથે મંગળવાર સવારથી શરૂ થયેલ એન્કાઉન્ટર સતત બીજા દિવસે પણ ચાલુ રહ્યું. અત્યાર સુધીમાં, એન્કાઉન્ટર સ્થળ પરથી 18 માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. માઓવાદી કમાન્ડર વેલ્લાની ટીમ સાથે એન્કાઉન્ટર થયું. મોડી સાંજ સુધીમાં, સુરક્ષા દળોએ વેલ્લા સહિત 12 માઓવાદીઓને મારી નાખ્યા હતા, જ્યારે ત્રણ ડીઆરજી સૈનિકો […]

વડોદરાની M S યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ હવે ઈન્ટર્નશિપ કરવી પડશે

નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે ઇન્ટર્નશિપ ફરજિયાત, સરકારી કે ખાનગી એકમેમાં વિદ્યાર્થીઓએ 120 કલાક ઈન્ટર્નશિપ કરવી પડશે, યુનિ. દ્વારા GIDC, FGI, CA ફર્મ, બેન્કો અને વિમા કંપની સાથે સંપર્ક કરાયો વડોદરાઃ એમ એસ યુનિવર્સિટીમાં હવે નવી શિક્ષણ નીતિ મુજબ હવે વાણિજ્ય શાખાના વિદ્યાર્થીઓએ પણ 120 કલાકની ઈન્ટર્નશિપ કરવી પડશે. તમામ વિદ્યાર્થીઓને જે તે ક્ષેત્રનું પ્રેક્ટિકલ જ્ઞાન […]

સુરતમાં ટ્રાફિકના સિગ્નલ બંધ હોય ત્યારે હોર્ન વગાડતા વાહનચાલકોને દંડ કરાશે

ટ્રાફિક સિગ્નલો પર કેટલાક વાહનચાલકો સતત હોર્ન વગાડતા હોય છે, બિન જરૂરી હોર્ન વગાડવાથી ધ્વની પ્રદૂષણ ફેલાય છે, હવે વાહનચાલકો હોર્ન વગાડશે તો 500થી 1000નો દંડ લેવાશે સુરતઃ શહેરના ચાર રસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલ બંધ હોય ત્યારે ઘણા વાહનચાલકો બિન જરૂરી સતત હોર્ન વગાડીને ધ્વની પ્રદૂષણ કરતા હોય છે. તેમજ સતત હોર્ન વાગતા અન્ય વાહનચાલકો […]

રૂપિયા 800 કરોડથી વધુ ટ્રાન્જેક્શન ધરાવતા આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ નેટવર્કનો પડદાફાશ

સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચે બે શિક્ષિત યુવાનોની ધરપકડ કરી, આરોપીઓ બેંગકોક અને વિયેતનામથી ગેમિંગ/બેટિંગ વેબસાઇટ પાસેથી ફંડ મેળવતા હતા, બન્ને યુવાનોએ પોતાની અસલી ઓળખ છૂપાવીને ‘જોન રેપર‘ અને ‘પિકાસો ટાઈસન‘થી ઓળખાતા હતા, સુરતઃ શહેરની સાયબર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કરનારી ગેન્ગનો પડદાફાશ કરીને બે શખસોની ધરપકડ કરી છે. બન્ને શખસો શિક્ષિત છે. બેંગકોક […]

ગુજરાત ATSએ પાકિસ્તાન સાથે સંપર્ક ધરાવતા બે જાસુસોને ગોવા અને દમણથી દબોચી લીધા

બન્ને જાસુસો સંવેદનશીલ વિસ્તારોની માહિતી પાકિસ્તાન પહોંચાડતા હતા નિવૃત્ત આર્મી સુબેદાર અજયકુમાર અને મહિલા એજન્ટ રાશમની પાલની ધરપકડ મહિલા એજન્ટ દ્વારા સૈનાના જવાનોને ફસાવાતા હતા અમદાવાદઃ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડ (ATS) એ પાકિસ્તાનને સંવેદશીલ વિસ્તારોની માહિતી પહોંચાડતા બે જાસુસોને દબોચી લઈને જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ગોવાથી રશ્મિન રવીન્દ્ર પાલ નામની મહિલા અને દમણમાંથી એ.કે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code