1. Home
  2. Tag "BreakingNews"

દિલ્હી બ્લાસ્ટઃ આતંકીઓ હમાસની જેમ ડ્રોન હુમલાની ફિરાકમાં હતા, તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

નવી દિલ્હીઃ દિલ્હીમાં 10 નવેમ્બર 2025ના રોજ લાલ કિલ્લા પાસે કારમાં થયેલા વિસ્ફોટ બાદ તપાસ ઝડપથી આગળ વધી રહી છે. આ હુમલામાં 15 લોકોના મોત થયા હતા અને 20થી વધુ ઘાયલ થયા હતા. હવે NIAને તપાસ દરમિયાન એક મોટો પુરાવો હાથ લાગ્યો છે. મુખ્ય આરોપી જસીર બિલાલ ઉર્ફે દાનિશના ફોનમાંથી ડિલિટ હિસ્ટ્રી રિકવર કરતા અનેક […]

ઓડિશામાં બાંગ્લાદેશી ઘુસણખોરો સામે કાર્યવાહી બનાવાઈ વધુ તેજ, 49ને ડિપોર્ટ કરાયા

પુરીઃ દેશમાં હાલ ઘુસણખોરીનો મુદ્દો ફરી ગરમાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જાહેર મંચ પરથી આ મુદ્દાને રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ગણાવ્યો છે. કેન્દ્ર સરકારના આદેશ બાદ ઓડિશા સરકારે પણ ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘુસણખોરો સામે કાર્યવાહી વધુ કડક કરી છે. મે મહિનાથી અત્યાર સુધી રાજ્યમાંથી 49 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે આ કાર્ય માટે ખાસ […]

રોહિંગ્યા મામલે સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ, ઘુસણખોરો માટે રેડ કાર્પેટ પાથરવા માંગો છો?

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે રોહિંગ્યા શરણાર્થીઓના કેટલાક લોકો લાપતા હોવા અંગે દાખલ થયેલી જનહિતની અરજી પર મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કેન્દ્ર સરકારને નોટિસ જારી કરવાની માંગને ફગાવી હતી. અરજીમાં કેન્દ્રને આ મામલે તપાસ અને કાર્યવાહી કરવા નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી હતી. પરંતુ સર્વોચ્ચ અદાલતે આ મુદ્દે તાત્કાલિક સુનાવણી કરવા ઇનકાર કર્યો હતો. સુનાવણી દરમિયાન […]

સિગારેટ અને તમાકુના ઉત્પાદનો ઉપર જીએસટી વધારાશે, બે વિધેયક રજૂ કરાશે

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રમાં કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સિગરેટ, ગૂટખા, તમાકુ અને પાન મસાલા જેવા ઉત્પાદનો પર કરની નવી વ્યવસ્થા લાવવા બે મહત્વપૂર્ણ વિધેયકો રજૂ કરશે. કેન્‍દ્રીય ઉત્‍પાદ શુલ્‍ક સંશોધન વિધેયક, 2025 હાલના GST કમ્પન્સેશન સેસને બદલી દેશે, જે સિગરેટ, તમાકુ, હૂકાહ, જર્દા, સુગંધિત તમાકુ જેવા તમામ તમાકુ ઉત્પાદનો પર લાગુ પડે છે. […]

UMEED પોર્ટલ પર વકફ સંપત્તિ રજીસ્ટ્રેશનની સમયમર્યાદા વધારવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે UMEED (Unified Waqf Management, Empowerment, Efficiency and Development) પોર્ટલ પર વકફ સંપત્તિઓના રજીસ્ટ્રેશન અને ડેટા અપલોડ કરવાની સમયમર્યાદા વધારવાની માંગને નામંજૂર કરી દીધી છે. હાલની સમયમર્યાદા 6 ડિસેમ્બરે પૂર્ણ થઈ રહી છે. સોમવાર, 1 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, તે આ મામલે કોઈ આદેશ નહીં આપે અને જેમને રજીસ્ટ્રેશનમાં મુશ્કેલી […]

ડિજિટલ અરેસ્ટ સ્કેમની તપાસ CBIને સોપાઈ: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ દેશમાં વધતા ડિજિટલ અરેસ્ટ અને સાયબર ક્રાઈમના ગુનાઓને લઈને સુપ્રીમ કોર્ટે સખ્ત વલણ અપનાવ્યું છે. કોર્ટએ આખા દેશમાં થયેલા ડિજિટલ અરેસ્ટ કેસોની તપાસ CBIને સોંપવાનો મહત્વનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં તમામ રાજ્યોની પોલીસને CBIને સંપૂર્ણ સહકાર આપવાની સૂચના આપી છે. મુખ્ય ન્યાયાધીશ સુર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે RBIને પણ નોટિસ જારી કરીને પક્ષકાર બનાવ્યું […]

મુંબઈ ઉપર પ્રદૂષણનું સંકટ: અનેક વિસ્તારોમાં GRAP-4 લાગુ, બાંધકામ કાર્યો અટકાવાયા

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં વધતા વાયુ પ્રદૂષણને કારણે પરિસ્થિતિ બગડવા લાગી છે. ક્યારેક ઉત્તમ એર ક્વાલિટી માટે જાણીતી મહાનગરની હાલ ‘સાંસો ફૂલતી’ હાલત થઈ છે. ગંભીર અવસ્થાને ધ્યાનમાં રાખીને સરકારએ મુંબઈના અનેક વિસ્તારોમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)-4 અમલમાં મૂકી દીધો છે. આ પગલાથી મુંબઈ હવે દિલ્હી પછી તે શહેરોમાં સામેલ થયો છે, […]

PoKમાં 69 આતંકી લૉન્ચપેડ સક્રિય, 120 આતંકીઓ ઘુસણખોરી માટે જોઈ રહ્યાં છે મોકોઃ BSF

શ્રીનગર: ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ગિલગિત-બાલ્ટિસ્તાન અને પાક અધિકૃત કાશ્મીર (PoK)માં અનેક આતંકી ઠેકાણાઓ નષ્ટ કર્યા પછી પણ નિયંત્રણ રેખા (LoC)ની પાર હજુ પણ 69થી વધુ આતંકી લૉન્ચ પેડ સક્રિય છે. તેમ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) કાશ્મીર ફ્રન્ટિયરના ઇન્સ્પેક્ટર જનરલ અશોક યાદવે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે,  PoKમાં LoC સાથેના વિસ્તારોમાં 69 લૉન્ચપેડ હાલ સક્રિય […]

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં FC મુખ્યાલય પર આત્મઘાતી હુમલો, 6 કર્મચારીઓનાં મોત

પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના નોકુંડી વિસ્તારના ચગાઈમાં સ્થિત ફ્રન્ટિયર કોર્પ્સ (FC) મુખ્યાલયના મુખ્ય દરવાજા પર આજે સવારે આત્મઘાતી હુમલો થયો હતો. સત્તાવાર સૂત્રોએ 6 સુરક્ષા કર્મચારીઓનાં મોતની પુષ્ટિ કરી છે. હુમલો સંભવિત રીતે બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટ (BLF) સાથે જોડાયેલી સાદઓ ઓપરેશનલ બટાલિયન (SOB દ્વારા કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર વિસ્ફોટ એટલો […]

બંગાળની આંતરરાષ્ટ્રીય સરહદે BSF–બાંગ્લાદેશી તસ્કરો વચ્ચે અથડામણમાં એક ઠાર મરાયો

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લામાં ભારત–બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર રાત્રે બાંગ્લાદેશી તસ્કરો અને BSF જવાનોએ વચ્ચે અથડામણ થઈ હતી. તસ્કરો દ્વારા તસ્કરીનો પ્રયાસ કરીને BSF જવાનો પર જીવલેણ હુમલોકરવામાં આવ્યો, જેને જવાનોની સતર્કતા અને ઝડપી પગલાંથી નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. BSFની જવાબી કાર્યવાહી દરમિયાન એક બાંગ્લાદેશી તસ્કર સ્થળ પર જ ઠાર મરાયો હતો. અન્ય તસ્કરો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code