1. Home
  2. Tag "BreakingNews"

દિલ્હી બ્લાસ્ટ કેસઃ કશ્મીર, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં NIAના દરોડા

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ સોમવારે કશ્મીરના પુલવામા, શોપિયાન અને કુલગામ જિલ્લાના કુલ આઠ સ્થળોએ એકસાથે છાપામારી કરીને ‘વ્હાઇટ-કોલર’ ટેરર મોડ્યૂલ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ મોડ્યૂલના તાર 10 નવેમ્બરે દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટ સાથે જોડાયેલા હોવાનો ખુલાસો થયો છે. એજન્સી માત્ર કશ્મીર જ નહીં, પરંતુ ઉત્તર પ્રદેશના અનેક […]

રાજ્યસભાના શિયાળુ સત્રમાં સભાપતિ રાધાકૃષ્ણનનું સ્વાગત કરાયું, ખડગએ ધનખડને યાદ કર્યાં

નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર સોમવારથી સત્તાવાર રીતે શરૂ થયું છે. સત્રની શરૂઆતમાં રાજ્યાસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન આપ્યું અને નવા રાજ્યસભા સભાપતિ સી.પી. રાધાકૃષ્ણનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. PM નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, આદરણીય સભાપતિજી, શીતકાળીન સત્રની શરૂઆત સૌ માટે ગૌરવનો ક્ષણ છે. આખા સભાનાં તરફથી હું તમને હૃદયપૂર્વક શુભેચ્છા અને […]

રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે બસોની અસુરક્ષિત ડિઝાઇન અંગે વ્યક્ત કરી ચિંતા

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) એ દેશના તમામ રાજ્યો અને કેન્દ્રીય શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખી જાહેર પરિવહનની બસોમાં જોવા મળતી અસુરક્ષિત ડિઝાઇન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને ઘણા રાજ્યોમાં બસોમાં ડ્રાઇવરનો પૂરો કેબિન અલગ બનાવવામાં આવે છે, જેને આયોગે મુસાફરોના જીવના અધિકાર (સંવિધાનના કલમ 21)નું સીધું ઉલ્લંઘન ગણાવ્યું છે. આયોગને […]

દક્ષિણ સીરિયાના ગામમાં ઇઝરાયલના હુમલામાં 13નાં મોત

દક્ષિણ સીરિયાના એક ગામમાં ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ઓછામાં ઓછા 13 લોકોનાં મોત થયા છે. મીડિયા અનુસાર મૃતકોમાં બાળકો પણ સામેલ છે, જેના કારણે આ ઘટના છેલ્લા કેટલાક મહિનાની સૌથી ઘાતક કાર્યવાહી તરીકે નોંધાઇ છે. સ્થાનિક ન્યુઝ એજન્સીઓના જણાવ્યા અનુસાર, બેઇત જિન ગામના સ્થાનિક લોકો ઇઝરાયલી સૈનિકોને ટક્કર આપવા માટે સામેથી ઊભા રહ્યા, જેના […]

મણિપુરના તેંગનૌપાલમાં ઇન્ડો-મ્યાન્માર બોર્ડર પાસે અસ્સામ રાઇફલ્સની ચોંકી પર ઉગ્રવાદીઓનો હુમલો

નવી દિલ્હીઃ મણિપુરના તેંગનૌપાલ જિલ્લામાં ઇન્ડો-મ્યાન્માર બોર્ડર નજીક સ્થિત અસ્સામ રાઇફલ્સની એક ચોંકી પર ઉગ્રવાદીઓએ અચાનક હુમલો કર્યો હતો. આ ચોંકી 3 અસ્સામ રાઇફલ્સની અલ્ફા કંપનીની હતી. હુમલાખોરોએ સૌપ્રથમ હેન્ડ ગ્રેનેડ ફેંક્યા અને ત્યારબાદ ભારે ફાયરિંગ શરૂ કર્યું હતું. ચોંકીમાં તૈનાત જવાનોએ તરત જ જવાબી કાર્યવાહી કરી હતી, જેના કારણે બંને તરફથી આશરે 15–20 મિનિટ […]

દિલ્હીઃ બોગસ મોબાઇલ ફેક્ટરીનો પર્દાફાશ, ચાઈનીઝ સોફ્ટવેરની મદદથી બદલાતો હતો IMEI નંબર

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે ઓપરેશન ‘સાઇબરહૉક’ હેઠળ કરોલ બાગના મોબાઇલ હબમાં મોટી કાર્યવાહી કરીને ફેક મોબાઇલ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી 1,826 મોબાઇલ ફોન, લેપટોપ, ચાઇનીઝ સોફ્ટવેર, IMEI સ્કેનર અને મોટી માત્રામાં મોબાઇલ બોડી પાર્ટ્સ જપ્ત કર્યા છે. આ સમગ્ર રૅકેટ હેઠળ ચાઇનીઝ સોફ્ટવેર […]

રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન 4-5 ડિસેમ્બરે ભારત આવશે

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના ભારત પ્રવાસની તારીખો નિશ્ચિત થઈ ગઈ છે. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, પુતિન 4 અને 5 ડિસેમ્બરના રોજ ભારતના ઔપચારિક પ્રવાસે આવશે. આ દરમ્યાન તેઓ 23મી ભારત–રશિયા વાર્ષિક શિખર બેઠક (Annual Summit)માં હાજરી આપશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, પુતિન 4 ડિસેમ્બરે ભારતમાં આવશે અને એ જ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર […]

મિઝોરમ ડ્રગ્સ કેસની તપાસ અમદાવાદ સુધી લંબાઈ, EDએ 35 લાખ રોકડ જપ્ત કરી

અમદાવાદ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મિઝોરમ ડ્રગ્સ કેસની તપાસ હવે અમદાવાદ સુધી પહોંચી છે. EDએ મિઝોરમ, આસામ અને ગુજરાતમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન અમદાવાદમાંથી 35 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. આ રકમને પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ જપ્ત કરવામાં આવી છે. મિઝોરમમાંથી ઝડપાયેલા ડ્રગ્સ […]

દિલ્હી-NCRમાં ઝેરી હવાથી રાહત નહીં: AQI 385 ને પાર

નવી દિલ્હી: દિલ્હી-NCRમાં વાયું પ્રદૂષણનો કહેર ફરી વધ્યો છે. શુક્રવારે શહેરનું વાયું ગુણવત્તા સૂચકાંક (AQI) 385 નોંધાયું, જે “ખૂબ ખરાબ” કેટેગરીમાં આવે છે. ઠંડીની તીવ્રતા વચ્ચે લોકોને પ્રદૂષિત હવામાં કોઈ રાહત મળી રહી નથી. પરિસ્થિતિ તે સમયે વધુ ખરાબ બની જ્યારે GRAP સ્ટેજ-III ના પ્રતિબંધો દૂર કરવામાં આવ્યા, તેના માત્ર એક જ દિવસ પછી AQI […]

સુપ્રીમનો રેલવેથી વેધક સવાલ, ઑનલાઇન ટિકિટવાળા મુસાફરોને જ અકસ્માત વીમો કેમ?

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટએ ભારતીય રેલવેને એક મહત્વપૂર્ણ અને ગંભીર સવાલ પૂછ્યો છે કે, રેલવે અકસ્માત વીમો માત્ર ઑનલાઇન ટિકિટ ખરીદનાર મુસાફરોને જ કેમ આપવામાં આવે છે, જ્યારે દરરોજ લાખો મુસાફરો ઑફલાઇન ટિકિટ લઈને મુસાફરી કરે છે અને તેઓ આ સુરક્ષા કવચથી સંપૂર્ણપણે વંચિત છે? જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચને જણાવાયું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code