Homeગુજરાતીદક્ષિણ સીરિયાના ગામમાં ઇઝરાયલના હુમલામાં 13નાં મોત

દક્ષિણ સીરિયાના ગામમાં ઇઝરાયલના હુમલામાં 13નાં મોત

દક્ષિણ સીરિયાના એક ગામમાં ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ઓછામાં ઓછા 13 લોકોનાં મોત થયા છે. મીડિયા અનુસાર મૃતકોમાં બાળકો પણ સામેલ છે, જેના કારણે આ ઘટના છેલ્લા કેટલાક મહિનાની સૌથી ઘાતક કાર્યવાહી તરીકે નોંધાઇ છે. સ્થાનિક ન્યુઝ એજન્સીઓના જણાવ્યા અનુસાર, બેઇત જિન ગામના સ્થાનિક લોકો ઇઝરાયલી સૈનિકોને ટક્કર આપવા માટે સામેથી ઊભા રહ્યા, જેના કારણે ભારે ગોળીબારી શરૂ થઈ. આ દરમિયાન ઇઝરાયલ દ્વારા હવાઇ હુમલા પણ કરવામાં આવ્યા હતા. સીરિયાના વિદેશ મંત્રાલયે આ સમગ્ર ઓપરેશનને “ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલ યુદ્ધ અપરાધ” તરીકે વર્ણવ્યું છે.

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) એ જણાવ્યું કે આ કાર્યવાહી દરમિયાન “જમા ઇસ્લામિયા” નામના ઉગ્રવાદી જૂથને દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી, દરોડા દરમિયાન હથિયારોથી સજ્જ લોકોએ સૈનિકો પર ફાયરિંગ શરૂ કર્યું, જેના જવાબમાં ઇઝરાયલી દળોએ પણ ગોળીબારી કરી હતી. સીરિયા–ઇઝરાયલ તણાવ બે મહિનાથી સતત વધી રહ્યો છે અને આ હુમલા બાદ પ્રદેશમાં ફરી એક વાર અસુરક્ષા અને તણાવનું માહોલ સર્જાયો છે.

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular