1. Home
  2. Tag "BreakingNewsGujarati"

ભારતીય સેનાનો મોટો નિર્ણય: જવાનો સોશિયલ મીડિયાથી રહેશે દૂર

નવી દિલ્હી, 25 ડિસેમ્બર 2025 : Indian Army ડિજિટલ યુગમાં સુરક્ષા અને ગુપ્ત માહિતીની જાળવણી માટે ભારતીય સેનાએ પોતાની સોશિયલ મીડિયા નીતિમાં મોટો ફેરફાર કર્યો છે. નવા આદેશ મુજબ, હવે સેનાના જવાનો અને અધિકારીઓ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી શકશે, પરંતુ તે માત્ર ‘મોનિટરિંગ’ (જોવા) પૂરતું જ સીમિત રહેશે. કોઈ પણ ફોટો-વીડિયો પોસ્ટ કરવા, લાઈક કરવા કે […]

ઓડિશાઃ 1.10 કરોડનું ઈનામ ધરાવતો ટોપ માઓવાદી કમાન્ડર ગણેશ ઠાર મરાયો

ભુવનેશ્વર, 25 ડિસેમ્બર 2025: OdishaEncounter દેશમાં નક્સલવાદને નાથવા માટે સુરક્ષાદળો દ્વારા અભિયાન શરૂ કર્યું છે. સુરક્ષાદળોની કાર્યવાહીને પગલે અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. દરમિયાન ઓડિશા પોલીસને આજે મોટી સફળતા મળી છે. ટોચના માઓવાદી નેતા ગણેશ ઉઈકેને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર  ઓડિશાના કંધમાલ જિલ્લામાં ગુરુવારે સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે […]

હત્યાના ગણતરીના કલાકો પહેલા હમાસ ચીફ હાનિયાની જ નીતિન ગડકરી સાથે થઈ હતી મુલાકાત

નવી દિલ્હી, 25 ડિસેમ્બર 2025: Hamas-Israel war કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમ દરમિયાન અત્યંત ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, ગત વર્ષે ઈરાનમાં હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા થઈ તેના ગણતરીના કલાકો પહેલા જ તેમની સાથે મુલાકાત હતી. એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ આ રહસ્યમય ઘટનાક્રમ વિશે વિગતવાર […]

અમિત શાહનું નવું મિશન, 2029 સુધીમાં ડ્રગ કાર્ટેલને જડમૂળથી ઉખેડી ફેંકવાનો સંકલ્પ

નવી દિલ્હી, 25 ડિસેમ્બર 2025: ViksitBharat કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દેશની સુરક્ષા અને યુવાધનને બચાવવા માટે વધુ એક મોટા અભિયાનની જાહેરાત કરી છે. નક્સલવાદ વિરુદ્ધ નિર્ણાયક લડાઈ લડ્યા બાદ, હવે તેમનો આગામી ટાર્ગેટ ભારતને ‘ડ્રગ્સ ફ્રી’ બનાવવાનો છે. હરિયાણાના પંચકુલામાં આયોજિત એક કાર્યક્રમમાં શાહે સ્પષ્ટ કર્યું હતું કે વર્ષ 2029 સુધીમાં દેશમાંથી ડ્રગ્સના નેટવર્કને સંપૂર્ણપણે […]

પાકિસ્તાનઃ બલૂચિસ્તાનમાં સુરક્ષાદળો ઉપર હુમલો, 12 જવાનોના મોત

બલૂચિસ્તાનમાં આઝાદીની માંગ કરી રહેલા બલૂચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાની સેના પર ફરી એકવાર મોટો હુમલો કરી ભારે નુકસાન પહોંચાડ્યાનો દાવો કર્યો છે. BLA ના પ્રવક્તા ઝૈદ બલૂચે સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, અલગ-અલગ વિસ્તારોમાં થયેલી હિંસક અથડામણોમાં પાકિસ્તાની સેનાના 12 સૈનિકો માર્યા ગયા છે. આ ઓપરેશન દરમિયાન BLA એ પંજગુર શહેરમાં […]

ભારતનું આક્રમક વલણ: બાંગ્લાદેશના હાઈ કમિશનરને તેડું મોકલી ફટકાર લગાવી, વિઝા કામગીરી સ્થગિત

નવી દિલ્હી: બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ભારત વિરોધી નિવેદનબાજી અને વધતી જતી અસ્થિરતા વચ્ચે કેન્દ્ર સરકારે હવે લાલ આંખ કરી છે. ભારતના પૂર્વોત્તર રાજ્યો (7-સિસ્ટર્સ) ને અલગ કરવાની ધમકી અને ભારત વિરોધી ઉશ્કેરણીજનક નિવેદનોને પગલે વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશના હાઈ કમિશનર એમ. રિયાઝ હામિદુલ્લાહને તેડું મોકલીને સખત વિરોધ નોંધાવ્યો છે. આ સાથે જ ભારતે ઢાકા સ્થિત […]

લુધિયાણા સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચે લોહિયાળ જંગ: જેલ સુપરિન્ટેન્ડન્ટ પર ઈંટથી હુમલો

નવી દિલ્હીઃ પંજાબની લુધિયાણા સેન્ટ્રલ જેલમાં મંગળવારે સાંજે કેદીઓના બે જૂથ વચ્ચે થયેલી હિંસક અથડામણે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ હિંસાને શાંત પાડવા ગયેલા જેલ સુપરિન્ટેન્ડન્ટ કુલવંત સિદ્ધુ પર કેદીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. એક કેદીએ તેમના માથામાં ઈંટ ફટકારતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા […]

સુપ્રીમ કોર્ટનો કોમેડિયન્સને આદેશ: દિવ્યાંગોની સફળતાની કહાની બતાવો, SMA પીડિતો માટે ફંડ એકત્ર કરો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કોમેડિયન અને યૂટ્યુબર સમય રૈના તથા ચાર સ્ટેન્ડ-અપ કોમેડિયન્સ વિપુલ ગોયલ, બલરાજ ઘઈ, સોનાલી ઠક્કર અને નિશાંત તંવરને સમાજમાં સકારાત્મક સંદેશ આપતા ખાસ કાર્યક્રમો કરવાની સૂચના આપી છે. કોર્ટે નિર્દેશ કર્યો છે કે, સૌ કોમેડિયન પોતાના પ્લેટફોર્મ્સ પર ખાસ કરીને દિવ્યાંગ લોકોને આમંત્રિત કરે અને તેમની સફળતાની કહાની રજૂ કરે. આવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code