કચ્છઃ સરહદી વિસ્તાર જખૌ નજીકના બેટ ઉપરથી નશીલા દ્રવ્યોના 3 પેકેટ ઝડપાયાં
અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના પાકિસ્તાન બોર્ડર પાસેના વિસ્તારમાંથી ફરી એકવાર નશીલા દ્રવ્યોનો જથ્થો મળી આવતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે. બીએસએફની ટીમે પેટ્રોલીંગ દરમિયાન જખૌ નજીક નિર્જન લુના બેટ ખાતેથી માદક દ્રવ્યોના 3 પેકેટ ઝડપી લીધા હતા. આ પેકેટ અહીંથી બિનવારસી હાલતમાં મળી આવ્યાં હતા. અગાઉ પણ સરહદી વિસ્તારમાંથી આવી જ રીતે નશીલા દ્રવ્યોના […]