1. Home
  2. ગુજરાતી
  3. બે વર્ષમાં સમગ્ર પાકિસ્તાન અને બાંગ્લાદેશ બોર્ડરને ફેન્સિંગ દ્વારા સુરક્ષિત કરવામાં આવશેઃ અમિત શાહ
બે વર્ષમાં સમગ્ર પાકિસ્તાન અને બાંગ્લાદેશ બોર્ડરને ફેન્સિંગ દ્વારા સુરક્ષિત કરવામાં આવશેઃ અમિત શાહ

બે વર્ષમાં સમગ્ર પાકિસ્તાન અને બાંગ્લાદેશ બોર્ડરને ફેન્સિંગ દ્વારા સુરક્ષિત કરવામાં આવશેઃ અમિત શાહ

0
Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ઝારખંડનાં હઝારીબાગમાં મુખ્ય અતિથિ તરીકે સરહદ સુરક્ષા દળ (બીએસએફ)નાં 59મા સ્થાપના દિવસનાં સમારંભને સંબોધન કર્યું હતું. અમિત શાહે બીએસએફના વાર્ષિક સામયિક ‘બોર્ડરમેન’નું વિમોચન પણ કર્યું હતું. આ પ્રસંગે બોર્ડર સિક્યોરિટી ફોર્સના ડાયરેક્ટર જનરલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગ્રે અમિત શાહે જણાવ્યું હતું કે, તેમજ ભારત ટૂંક સમયમાં ડાબેરી ઉગ્રવાદથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશે. આ ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદીની પીપલ ઇન્ક્લુઝિવ બોર્ડર મેનેજમેન્ટ પોલિસીએ સીમા પ્રહરીસના કામના ભારણમાં ઘણો ઘટાડો કર્યો છે. આ ઉપરાંત નાર્કોટિક્સ સામે મોદી સરકારની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ બીએસએફે નશીલા દ્રવ્યોના વેપારને અંકુશમાં લેવા માટે મોટું કામ કર્યું છે. આગામી બે વર્ષમાં સમગ્ર પાકિસ્તાન અને બાંગ્લાદેશ બોર્ડરને ફેન્સિંગ દ્વારા સુરક્ષિત કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, “જીવન પર્યંત કર્તવ્ય” એ માત્ર બીએસએફનું સૂત્ર નથી, પણ અત્યાર સુધીમાં 1,900થી વધારે સીમા પ્રહરીઓએ પોતાના જીવનનું સર્વોચ્ચ બલિદાન આપીને આ વાક્યને પૂર્ણ કર્યું છે. લાખો સીમા પ્રહરીઓએ કપરા સંજોગોમાં પોતાનાં પરિવારથી દૂર રહીને જીવનનાં સોનેરી સમયગાળાને વિતાવ્યો છે.  દેશની સરહદોની સંરક્ષણની પ્રથમ હરોળ તરીકે બીએસએફે જે રીતે દેશની દુર્ગમ સરહદોને સુરક્ષિત કરી છે, તેનાથી સમગ્ર દેશને સીમા સુરક્ષા દળના આ બહાદુર સૈનિકો પર ગર્વ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીએ એક સરહદ પર એક સુરક્ષા દળની તૈનાતીનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો.  આ નિર્ણય હેઠળ પાકિસ્તાન અને બાંગ્લાદેશની સૌથી દુર્ગમ સરહદોની સુરક્ષાની જવાબદારી સીમા સુરક્ષા દળને સોંપવામાં આવી હતી અને બીએસએફે આ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી છે. જમ્મુ-કાશ્મીરનાં બરફીલા વિસ્તારો હોય, પૂર્વોત્તરનાં પર્વતો હોય, ગુજરાત અને રાજસ્થાનનાં રણપ્રદેશો હોય, ગુજરાતનાં ભેજવાળાં વિસ્તારો હોય કે પછી સુંદરવન અને ઝારખંડનાં ગાઢ જંગલો હોય, બીએસએફ હંમેશા સતર્ક રહ્યું છે અને દુશ્મનોનાં નાપાક ઇરાદાઓને નિષ્ફળ બનાવ્યું છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સે સંયુક્ત રાષ્ટ્રના શાંતિ અભિયાનોમાં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે સેવા અને બહાદુરીના નવા ધોરણો સ્થાપિત કર્યા છે.  જે દેશની સરહદો સુરક્ષિત નથી, તે ક્યારેય વિકસી શકે નહીં અને સમૃદ્ધ થઈ શકે નહીં.

અમિત શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારતે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે અને આ ત્યારે જ શક્ય છે જ્યારે આપણી સરહદોનું રક્ષણ આપણાં બહાદુર સૈનિકોનાં ત્યાગ, સમર્પણ અને બહાદુરીથી થાય. દેશની સરહદોનું રક્ષણ કરતા બહાદુર સૈનિકો દેશના વિકાસનો પાયો છે. બીએસએફનાં જવાનો માત્ર સરહદોનું જ રક્ષણ કરતાં નથી, પણ દેશનાં યુવાનોને શિસ્તનો સંદેશો પણ આપે છે. તેમણે કહ્યું કે, આજે કુલ 23 સૈનિકોને બહાદુરી મેડલ આપવામાં આવ્યા છે અને 5 સૈનિકોને મરણોપરાંત મેડલ આપવામાં આવ્યા છે. આ 23 સૈનિકોમાંથી 11ને શૌર્ય માટે પોલીસ મેડલ, 1 સૈનિકને જીવન રક્ષા પદક અને 11 સૈનિકોને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ આપવામાં આવ્યો છે. અમિત શાહે મરણોપરાંત મેડલ મેળવનારા પાંચ શહીદોના પરિવારજનોને જણાવ્યું હતું કે, તેમના નુકસાનની ભરપાઈ કોઈ કરી શકે તેમ નથી પરંતુ દેશના 130 કરોડ લોકોને આ શહીદોના બલિદાન પર હંમેશા ગર્વ થશે. તેમણે કહ્યું કે બીએસએફને ઘણા ચંદ્રકો અને પુરસ્કારો પ્રાપ્ત થયા છે, જેમાં 1 મહાવીર ચક્ર, 4 કીર્તિ ચક્ર, 13 વીર ચક્ર અને 13 શૌર્ય ચક્રનો સમાવેશ થાય છે.

તેમણે કહ્યું કે, મોદી સરકારે હજારો કરોડ રૂપિયાના બજેટથી સરહદી વિસ્તારોમાં મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું શરૂ કર્યું હતું. સરહદી ગામોમાં અનેક કલ્યાણકારી યોજનાઓ સાથે સીમા સુરક્ષા દળ અને અન્ય તમામ દળોને જોડીને પ્રધાનમંત્રી મોદીએ સુરક્ષાદળોના માધ્યમથી સુરક્ષાની સાથે જનકલ્યાણનો નવો કોન્સેપ્ટ પણ શરૂ કર્યો હતો. સરહદી વિસ્તારોમાં રેલવે, રોડ, વોટર-વે કનેક્ટિવિટી અને ટેલિકમ્યુનિકેશન સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જમીન સરહદનાં વેપારની સાથે-સાથે લોકો વચ્ચેનાં જોડાણમાં પણ વધારો થયો છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં છેલ્લાં 10 વર્ષમાં સરહદો પર આશરે 560 કિલોમીટરની વાડ ઊભી કરીને ઘૂસણખોરી અને દાણચોરીને અટકાવવા માટે કામગીરી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે મોદી સરકારે નિર્ણય કર્યો છે કે આગામી બે વર્ષમાં સમગ્ર પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદને ફેન્સિંગ દ્વારા સુરક્ષિત કરવામાં આવશે.  સરહદનાં 1100 કિલોમીટરનાં વિસ્તારમાં ફ્લડલાઇટ સ્થાપિત કરવામાં આવી છે, 542 નવી સરહદી ચોકીઓ અને 510 ઓબ્ઝર્વેશન પોસ્ટ ટાવર્સ સ્થાપિત કરવામાં આવ્યાં છે અને પ્રથમ વખત હરામી નાળા વિસ્તારમાં ઓબ્ઝર્વેશન ટાવર્સનું નિર્માણ થયું છે. 637 ચોકીઓ પર વીજળી અને 500 જેટલા સ્થળોએ પાણીના જોડાણો પણ પૂરા પાડવામાં આવ્યા છે. આ સિવાય 472 જગ્યાએ સોલર પ્લાન્ટ લગાવીને સરહદની સુરક્ષા કરતા સૈનિકોની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવી છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code