1. Home
  2. Tag "canada"

કેનેડાની જનતાને મળશે નવી વડાપ્રધાન, 28મી એપ્રિલે યોજાશે ચૂંટણી

કેનેડામાં 45 મી સંસદીય ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઈ છે. જસ્ટીન ટ્રુડોનાં રાજીનામાં બાદ તેમની જ પાર્ટી લિબરલ પાર્ટી તરફથી માર્ક કારને વડાપ્રધાન બન્યા છે. જેમણે આગામી 28 એપ્રિલ 2025 નાં રોજ કેનેડામાં સામાન્ય ચૂંટણી યોજાશે તેવી જાહેરાત કરી દીધી છે. કેનેડાની સંસદમાં હાઉસ ઓફ કોમન્સ એટલે કે લોકસભાની કુલ ૩૪૩ સીટ છે મતલબ કે […]

જ્યાં સુધી અમેરિકનો આપણું સન્માન નહીં કરે ત્યાં સુધી” યુએસ આયાત પર ટેરિફ ચાલુ રાખશે: કેનેડા

માર્ક કાર્ને કેનેડાના વડા પ્રધાન પદની રેસ જીતી ગયા છે. તેઓ જસ્ટિન ટ્રુડોનું સ્થાન લેશે. કાર્ને એવા સમયે દેશનો કાર્યભાર સંભાળશે જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓટાવા સામે વેપાર યુદ્ધ છેડ્યું છે. લિબરલ પાર્ટીના નેતૃત્વની ચૂંટણીમાં કેનેડાની સેન્ટ્રલ બેંક અને બેંક ઓફ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ગવર્નરે ભારે જંગમાં ત્રણ હરીફોને હરાવ્યા. કાર્નેએ ક્યારેય કોઈ ચૂંટાયેલા પદ […]

જે કોઈ અમારી ઉપર વધુ ટેક્સ લાદશે, અમે તેમના પર એટલો જ ટેરિફ લાદીશુઃ ટ્રમ્પ

નવી દિલ્હીઃ કોંગ્રેસને સંબોધિત કરતી વખતે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત, ચીન, દક્ષિણ કોરિયા સહિત અનેક દેશોને અમેરિકન આયાત પર ઊંચા ટેરિફ લાદનારા દેશોની યાદીમાં સામેલ કર્યા છે. ટ્રમ્પે કહ્યું કે કોઈપણ દેશ આપણા પર ગમે તેટલો ટેરિફ લાદે, અમે તેમની સામે પણ એ જ ટેરિફ લાદવાના છીએ. અમે આ માટે 2 એપ્રિલની તારીખ નક્કી […]

કેનેડામાં ચૂંટણી ઉમેદવાર પર સાયબર હુમલો, ચીનની જિનપિંગ સરકાર સવાલોના ઘેરામાં

વિદેશી હસ્તક્ષેપ પર નજર રાખતી કેનેડા સરકારની એક એજન્સીએ શુક્રવારે એક મોટો ખુલાસો કર્યો છે. એજન્સીએ કહ્યું કે લિબરલ પાર્ટીના નેતા ઉમેદવાર ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ વિરુદ્ધ સંકલિત અને દૂષિત ઓનલાઈન હુમલો કરવામાં આવ્યો છે. ચીન સાથે જોડાયેલા WeChat એકાઉન્ટમાંથી હુમલો રેપિડ રિસ્પોન્સ મિકેનિઝમ કેનેડા (RRM કેનેડા) એ જણાવ્યું હતું કે હુમલો ચીન સાથે જોડાયેલા WeChat એકાઉન્ટથી […]

અમેરિકાએ કેનેડા પર ટેરિફ લાદવાનો નિર્ણય એક મહિના માટે મુલતવી રાખ્યો

મેક્સિકો બાદ હવે અમેરિકાએ કેનેડા પર ટેરિફ લાદવાના નિર્ણયને 30 દિવસ માટે રોકવાની જાહેરાત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે કેનેડા દ્વારા ફેન્ટાનાઇલ જેવી ગેરકાયદેસર દવાઓને કેનેડાની સરહદ દ્વારા યુએસમાં પ્રવેશતા અટકાવવા માટે પગલાં લીધા બાદ 30 દિવસ માટે ટેરિફ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. […]

ટ્રમ્પ કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદવાના નિર્ણયથી પીછેહઠ કરશે નહીં, તેલ પરના ટેક્સને લઈ કહી આ વાત

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શનિવારથી કેનેડા અને મેક્સિકો પર વધારાની ટેરિફ લાદશે. ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકા 1 ફેબ્રુઆરીથી તેના બે પાડોશી દેશો કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ટેરિફ લાદશે. તેમણે એમ પણ કહ્યું કે અમે ચીન વિરુદ્ધ સમાન વલણ પર વિચાર કરી રહ્યા છીએ. ટ્રમ્પે કહ્યું કે તેઓ ટેરિફને આધીન વસ્તુઓની યાદીમાં […]

કેનેડામાં ભારતીય મૂળના સાંસદ ચંદ્ર આર્યએ પ્રધાનમંત્રી પદ માટે પોતાની ઉમેદવારીની જાહેરાત કરી

કેનેડામાં ભારતીય મૂળના સાંસદ ચંદ્ર આર્યએ પ્રધાનમંત્રી પદ માટે પોતાની ઉમેદવારીની જાહેરાત કરી. કેનેડાના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોના રાજીનામાના થોડા દિવસો પછી તેમણે આ જાહેરાત કરી હતી. ચંદ્ર આર્યએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે તેઓ કેનેડાના આગામી પ્રધાનમંત્રી બનવા માંગે છે અને દેશના પુનર્નિર્માણ અને સમૃદ્ધિ માટે કામ કરવા માંગે છે. […]

ટ્રમ્પ કેનેડાને અમેરિકાનો હિસ્સો બનાવવા માગે છે, કેનેડાની સરકાર તાજેતરની પોસ્ટથી નારાજ

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની તમામ શક્તિ સાથે કેનેડાની પાછળ પડ્યા છે. ટ્રમ્પે આર્થિક તાકાતના આધારે કેનેડાને અમેરિકાનો હિસ્સો બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હવે તાજેતરની સોશિયલ મીડિયા પોસ્ટમાં કેનેડા અને અમેરિકાનો શેર કરેલ નકશો પોસ્ટ કર્યો અને તેને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા લખ્યો. ટ્રમ્પની આ પોસ્ટ પર કેનેડાના ઘણા નેતાઓએ ભારે નારાજગી […]

કેનેડાને અમેરિકાનો ભાગ બનાવવા માટે ‘આર્થિક બળ’નો ઉપયોગ કરાશેઃ ટ્રમ્પ

વોશિંગ્ટનઃ નવા ચૂંટાયેલા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેઓ કેનેડાને યુ.એસ.નો એક ભાગ બનાવવા માટે “આર્થિક બળ” નો ઉપયોગ કરશે. ટ્રમ્પની આ ટિપ્પણી પર કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ તીખી પ્રતિક્રિયા આપી છે. જ્યારે ફ્લોરિડામાં માર-એ-લાગો (ટ્રમ્પનો ખાનગી રિસોર્ટ અને ક્લબ) ખાતે પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું કે શું તેઓ કેનેડાને વશ કરવા અને […]

કેનેડામાં રાજકીય ઉથલપાથલ, પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપ્યું

પોતાની ભારત વિરોધી નીતિઓ માટે પ્રખ્યાત કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ લગભગ 9 વર્ષ સુધી કેનેડાના પ્રધાનમંત્રી હતા. પાર્ટીમાં વધી રહેલા આંતરિક અસંતોષ અને તેમની લોકપ્રિયતામાં ઘટાડો થવાને કારણે તેમણે આ પગલું ભરવું પડ્યું હતું. રાજીનામું આપ્યા બાદ પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે, “કેનેડાની લિબરલ પાર્ટી આપણા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code