1. Home
  2. Tag "canada"

ટ્રમ્પ કેનેડાને અમેરિકાનો હિસ્સો બનાવવા માગે છે, કેનેડાની સરકાર તાજેતરની પોસ્ટથી નારાજ

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની તમામ શક્તિ સાથે કેનેડાની પાછળ પડ્યા છે. ટ્રમ્પે આર્થિક તાકાતના આધારે કેનેડાને અમેરિકાનો હિસ્સો બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હવે તાજેતરની સોશિયલ મીડિયા પોસ્ટમાં કેનેડા અને અમેરિકાનો શેર કરેલ નકશો પોસ્ટ કર્યો અને તેને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા લખ્યો. ટ્રમ્પની આ પોસ્ટ પર કેનેડાના ઘણા નેતાઓએ ભારે નારાજગી […]

કેનેડાને અમેરિકાનો ભાગ બનાવવા માટે ‘આર્થિક બળ’નો ઉપયોગ કરાશેઃ ટ્રમ્પ

વોશિંગ્ટનઃ નવા ચૂંટાયેલા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેઓ કેનેડાને યુ.એસ.નો એક ભાગ બનાવવા માટે “આર્થિક બળ” નો ઉપયોગ કરશે. ટ્રમ્પની આ ટિપ્પણી પર કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ તીખી પ્રતિક્રિયા આપી છે. જ્યારે ફ્લોરિડામાં માર-એ-લાગો (ટ્રમ્પનો ખાનગી રિસોર્ટ અને ક્લબ) ખાતે પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું કે શું તેઓ કેનેડાને વશ કરવા અને […]

કેનેડામાં રાજકીય ઉથલપાથલ, પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપ્યું

પોતાની ભારત વિરોધી નીતિઓ માટે પ્રખ્યાત કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ લગભગ 9 વર્ષ સુધી કેનેડાના પ્રધાનમંત્રી હતા. પાર્ટીમાં વધી રહેલા આંતરિક અસંતોષ અને તેમની લોકપ્રિયતામાં ઘટાડો થવાને કારણે તેમણે આ પગલું ભરવું પડ્યું હતું. રાજીનામું આપ્યા બાદ પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે, “કેનેડાની લિબરલ પાર્ટી આપણા […]

કેનેડાનો વધુ એક મોટો નિર્ણય: પર્મેનન્ટ રેસિડેન્સીની સ્પોન્સરશિપને અટકાવી

છેલ્લા એક વર્ષથી કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે. જે બાદ કેનેડા દ્વારા એક પછી એક ભારત વિરોધી નિર્ણયો લેવાતા હોય તેવું સ્પષ્ટ થઇ રહ્યું છે. ત્યાં નવી એક જાહેરાત કેનેડાની ટ્રુડો સરકારે કરતા ભારતીયોની ચિંતામાં વધારો થયો છે. ભારતથી કેનેડા જતા વિદ્યાર્થીઓમાં કાપ પછી આ બીજી મોટી જાહેરાત કરી છે જે ભારતના […]

કેનેડાના વડા પ્રધાન ટ્રુડો રાજીનામું આપી શકે છે, પાર્ટીમાં વિરોધ વધ્યો

ઓટાવા: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પાર્ટીમાં આંતરિક અસંતોષ અને લોકપ્રિયતામાં ઘટાડાને કારણે આ અઠવાડિયે લિબરલ પાર્ટીના નેતા પદેથી રાજીનામું આપે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ગ્લોબ એન્ડ મેઇલ અખબારે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, ટ્રુડો ક્યારે રાજીનામું આપશે તે સ્પષ્ટ નથી, પરંતુ બુધવારે મહત્વની બેઠક પહેલાં તેઓ રાજીનામું આપે તેવી અપેક્ષા છે. ટ્રુડો 2015થી […]

ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડાથી આયાત પર 25 ટકા અને ચીનથી આયાત પર 10 ટકા કર લાદવાનો નિર્ણય કર્યો

ન્યૂયોર્કઃ અમેરિકાના પદનામિત રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડાથી આયાત પર 25 ટકા અને ચીનથી આયાત પર 10 ટકા કર લાદવાનો નિર્ણય કર્યો છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ, આ કર આવતા વર્ષે 20 જાન્યુઆરીએ તેમના શપથ લીધા પછી અમલમાં આવશે. ટ્રમ્પે કહ્યું કે ફેન્ટાનાઇલની હેરફેર રોકવામાં નિષ્ફળ રહેવા બદલ ચીન પર વધારાનો 10 ટકા કર લાદવામાં […]

ભારતના આકરા વલણ સામે કેનેડા નરમ પડ્યું, ભારતીય નેતાઓ સામેના આક્ષેપ મામલે કરી સ્પષ્ટતા

ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરના મોતને લઈને સતત તણાવ ચાલી રહ્યો છે. દરમિયાન, શુક્રવારે આ સમગ્ર મામલે કેનેડા દ્વારા એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કેનેડાએ સ્વીકાર્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને કેનેડામાં કોઈપણ “ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ” સાથે જોડતા કોઈ […]

હવે કેનેડાએ ગેરકાયદે રહેતા લોકોને ડીપોર્ટ કરવાનો કર્યો નિર્ણય

કેનેડામાં ગેરકાયદે વસતા લોકોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે ત્યારે હવે કેનેડાએ ગેરકાયદે રહેતા લોકોને ડીપોર્ટ એટલે કે દેશનિકાલ કરવાનું માન બનાવી લીધું છે. ગેરકાયદે રહેતા લોકો દેશનાં અર્થતંત્ર પર નકારાત્મક અસર ઉભી કરે છે ત્યારે કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે હવે આ મુદ્દે કડક પગલા લેવાની જાહેરાત કરી છે. માર્ક મિલરે જણાવ્યું કે કેનેડામાં હવે […]

ભારતે કેનેડા પાસે ખાલીસ્તાની આતંકી અર્શ ડલ્લાના પ્રત્યાર્પણની માંગ કરી

નવી દિલ્હીઃ ભારત સરકારે કેનેડા પાસેથી અર્શ સિંહ ગિલ ઉર્ફે અર્શ ડલ્લાના પ્રત્યાર્પણની માંગ કરી છે. તાજેતરમાં કેનેડાની સુરક્ષા એજન્સીઓએ અર્શ ડલ્લાની ધરપકડ કરી હતી. અગાઉ ભારત સરકારે આતંકવાદી અર્શ ડલ્લાને લઈને કેટલાક મહત્વના પુરાવા કેનેડાની સરકારને સોંપ્યાં હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે કેનેડામાં ધરપકડના અહેવાલો છે, જેમાં ખાલિસ્તાન ટાઈગર ફોર્સના ચીફ […]

કેનેડામાં મંદિરો પર હુમલાના વિરોધમાં કેનેડિયન હિન્દુઓની વિશાળ રેલી યોજાઈ

નવી દિલ્હીઃ કેનેડાના બ્રામ્પટનમાં હજારો કેનેડિયન હિન્દુઓ હિન્દુ સભા મંદિરની બહાર એકઠા થયા હતા. તેમણે કેનેડામાં હિંદુ મંદિરો પર વારંવાર થતા હુમલાઓ સામે વિરોધ દર્શાવ્યો હતો. તાજેતરમાં જ આ મંદિર પર ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો. આ એકતા રેલીના આયોજકોએ કેનેડાના રાજકારણીઓ અને કાયદા અમલીકરણ એજન્સીઓને અપીલ કરી હતી કે તેઓ ખાલિસ્તાનીઓને સમર્થન ન આપે. ઉત્તર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code