1. Home
  2. Tag "Canal"

ભોપાલ-બેતુલ હાઇવે પર એક કાર રેલિંગ તોડીને નહેરમાં પડી જતાં ત્રણ લોકોના મોત

નવી દિલ્હી, 07 ફેબ્રુઆરી 2026: મધ્યપ્રદેશના નર્મદાપુરમ જિલ્લાના ઇટારસીમાં મોડી રાત્રે એક દુ:ખદ અકસ્માત થયો. એક કાર રેલિંગ તોડીને સીધી પથરોઉટા નહેરમાં પડી ગઈ. ઘટના બાદ તરત જ SDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અત્યાર સુધીમાં ત્રણ મૃતદેહ મળી આવ્યા છે. વધુ તપાસ ચાલુ છે. ટાઉન ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે રાત્રે ઇટારસીમાં જૂના ભોપાલ-બેતુલ નેશનલ […]

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ટ્રેનિંગ દરમિયાન નહેરમાં સેનાની ટેન્ક ડૂબી, એક સૈનિક વીરગતિ પામ્યો

નવી દિલ્હી: રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં લશ્કરી કવાયત દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ. ઈન્દિરા ગાંધી નહેરમાં ભારતીય સેનાની એક ટેન્ક ડૂબી ગઈ. આ દુ:ખદ અકસ્માતમાં એક સેનાનો સૈનિક શહિદ થયો. આ ઘટના ગઈ કાલે સવારે બની જ્યારે સૈનિકોને ટેન્કમાં નહેર પાર કરવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી. આ કવાયત ગંગાનગરમાં ઇન્દિરા ગાંધી નહેરમાં થઈ રહી હતી. […]

ઉત્તર પ્રદેશના ગોંડામાં કાર નહેરમાં ખાબકતાં અગિયારના મોત

ઉત્તરપ્રદેશમાં, આજે સવારે ગોંડામાં થયેલા એક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે અને ચાર ઇજાગ્રસ્ત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, પૃથ્વીનાથ મંદિર જઈ રહેલું 15 લોકોથી ભરેલું એક વાહન પરસરાય અલાવલ દેવરિયા રોડ પર રેહરા ગામમાં સરયુ નહેર પુલ પાસે કાબુ ગુમાવીને નહેરમાં પડી ગયું હતું. ઇતિયાથોક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ કે જી […]

બનાસકાંઠાઃ થરાદ નજીક કાર કેનાલમાં ખાબકી, ચાલકનો ચમત્કારિક બચાવ

રતનપુર નજીક દૂર્ઘટના સર્જાઈ સ્થાનિકો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા ભારે જહેમત બાદ વ્યક્તિને બહાર કઢાઈ ડીસાઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન બનાસકાંઠાના રાણપુર નજીક પુરઝડપે પસાર થતી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમવતા કાર રોડની સાઈડમાં ઉતરીને કેનાલમાં ખાબકી હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિકો તથા બચાવ […]

ગુગલ મેપ ઉપર ભરોસો રાખવો ફરી પડ્યો ભારે, બરેલીમાં કાર કેનાલમાં ખાબકી

લખનૌઃ ગૂગલ મેપ પરથી લોકેશન જોઈને મુસાફરી કરવી એકદમ જોખમી બની ગઈ છે. થોડા દિવસો પહેલા અધૂરા પુલ પરથી કાર પડી જતાં ત્રણ લોકોના મોત થયા હતા. આ ઘટના હજુ ભૂલાઈ નથી ત્યાં  ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં ફરી એકવાર ગુગલ મેપના કારણે અકસ્માત થયો હોવાનું જાણવા છે. બરેલીના ઇજ્જત નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીલીભીત રોડ […]

હરિયાણાઃ કૈથલ નજીક કાર કેનાલમાં ખાબકતા સર્જાયેલા અકસ્માતમાં બાળકો સહિત 8ના મોત

નવી દિલ્હીઃ હરિયાણાના કૈથલના મુંદડી ગામ પાસે આજે સવારે પૂરઝડપે પસાર થતી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર સિરસા બ્રાન્ચ કેનાલમાં ખાબકી હતી. આ કરૂણ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા એક જ પરિવારના આઠ લોકોના મોત નિપજ્યા હતા. મૃતકોમાં ચાર મહિલાઓ અને ચાર બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે કાર ચાલકની હાલત નાજુક હોવાનું કહેવાય છે. […]

પશ્ચિમ બંગાળની નહેરમાંથી સિક્કિમના પૂર્વ મંત્રી આરસી પૌડ્યાલનો મૃતદેહ મળ્યો

ગંગટોકઃ સિક્કિમના પૂર્વ મંત્રી આરસી પૌડ્યાલનો મૃતદેહ પશ્ચિમ બંગાળના સિલીગુડી પાસેની નહેરમાંથી મળી આવ્યો છે. તેઓ 9 દિવસથી ગુમ હતા. પોલીસે જણાવ્યું કે પૌડ્યાલ (80)નો મૃતદેહ ફુલબારીમાં તિસ્તા નહેરમાંથી મળ્યો હતો. એક પોલીસ અધિકારીએ કહ્યું કે, “પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે મૃતદેહ તિસ્તા નદીમાંથી તણાઈને આવ્યો છે. મૃતદેહની ઓળખ ઘડિયાળ અને કપડાં દ્વારા કરવામાં […]

પાલનપુરના ગઢ વિસ્તારની કેનાલમાં પાણી ન છોડાતા ખેડુતો સિંચાઈ કચેરીને તાળાંબંધી કરશે

પાલનપુરઃ બનાસકાંઠામાં પાલનપુરના ગઢ વિસ્તારમાં કેનાલમાં પાણી છોડવામાં ના આવતા રવિ પાક સુકાઈ રહ્યો છે. આથી  200 જેટલાં ખેડૂતો પાલનપુરમાં આવેલી સિંચાઈ વિભાગની કચેરીએ પહોંચ્યા હતા. અને જો ચાર દિવસમાં પાણી નહીં છોડાય તો કચેરીએ ધરણાં કરી તાળાબંધીની ચિમકી ઉચ્ચારી હતી. ખેડૂતોને ચાર દિવસ સુધી કેનાલમાં પાણી નહિ મળે તો ગુજરાત હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવશે. […]

શેત્રુંજી ડેમમાંથી રવિ પાક માટે પાણી છોડાતા 11500 હેકટર જમીનને સિંચાઈનો લાભ મળશે

ભાવનગરઃ જિલ્લાના તળાજા, ઘોઘા અને પાલિતાણા તાલુકાના શેત્રુંજી ડેમ ડાબા અને જમણા કાંઠા કેનાલ વિસ્તારના ખેડુતોએ રવિપાકને બચાવવા માટે કેનાલમાં પાણી છોડવાની માગણી કરાતા સિંચાઈ વિભાગ દ્વારા બન્ને કાંઠા વિસ્તારની કેનાલોમાં 50-50 ક્યુસેક પાણી છોડવામાં આવતા ખેડુતોને રાહત થઈ છે. સિચાઈ ભાગ દ્વારા ખેડુતોની માગ મુજબ જરૂર પડે તો વધુ પાણી છોડવાની પણ હૈયાધારણ આપવામાં […]

પાલનપુરના નજીક કેનાલનું નાળું તૂટી જતાં પાણીનો વેડફાટ, ખેડુતોએ કર્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ

પાલનપુરઃ તાલુકાના ગઢ ગામમાંથી પસાર થતી દાંતીવાડા બ્રાન્ચ કેનાલ નવુ બનાવેલું નાળુ તૂટી જતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. નવા બનાવેલા નાળામાં પ્રથમ પાણી છોડાતા જ ગાબડું પડતા ચારેબાજુ પાણી ફરી વળ્યા હતા. આ બાબતની જાણ સિંચાઈ વિભાગને કરાતા  તાત્કાલીક સમારકામ શરૂ કરવામાં આવ્યુ હતુ. પાલનપુરના ગઢ વિસ્તારમાંથી પસાર થતી દાતીવાડાની થ્રી એલ માઇનોર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code