1. Home
  2. Tag "Canal"

વડોદરાના સમા-સાવલી રોડ નજીક કેનાલમાં નહાવા પડેલા બે કિશોરો ડૂબ્યા, એકનું મોત, એક લાપત્તા

વડોદરાઃ ગુજરાતમાં તળાવો, ડેમ, કેનાલો અને નદીઓમાં ડૂબી જવાના બનાવો વધી રહ્યા છે. જેમાં વડોદરાના સમા-સાવલી રોડ નજીક પસાર થતી કેનાલમાં ન્હાવા પડેલા બે કિશોરો ડૂબી જતા લાપતા થઇ ગયા હતા. લાપતા થઇ ગયેલા બે કિશોરો પૈકી કિશોરનો મૃતદેહ  10 કિલોમીટર દૂર સેવાસી પાસેથી કેનાલમાં મળી આવ્યો હતો. બંને કિશોરોના કપડાં અને સાઇકલ કેનાલ ઉપરથી […]

થરાદ શહેર માટે રિઝર્વ રખાયેલા પાણીની ચોરી ન થાય તે માટે કેનાલ પર 200 SRP જવાનો ગોઠવાશે

પાલનપુરઃ બનાસકાંઠાના થરાદ વિસ્તારમાં આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં હાલ મરામતનું કામ ચાલી રહ્યું છે.એટલે કેનાલમાં નર્મદા નીર ઠાલવવાનું બંધ કરાયું છે. ત્યારે થરાદ શહેરને પીવાના પાણીની કોઈ મુશ્કેલી ન પડે તે માટે કેનાલમાં પાણી ભરી દેવામાં આવ્યું છે. અને એમાંથી પાણી ખેચીને થરાદને પુરૂ પાડવામાં આવી રહ્યું છે. બીજી બાજુ કેનાલ પાણીથી ભરેલી હોવાથી કેટલાક […]

વઢવાણ તાલુકાની નર્મદા કેનાલમાં પાણી ન છોડાતા ખેરવા ગામના ખેડૂતોએ વિરોધ પ્રદર્શિત કર્યો

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડના કેટલાક તાલુકાઓમાં નર્મદા યોજના કેનાલનો સારોએવો લાભ મળતા કૃષિ ઉત્પાદમાં પણ વધારો થયો છે. જોકે પેટા કેનાલમાં જરૂરિયાતના સમયે જ પાણી છોડવામાં આવતું ન હોવાની પણ ખેડુતોમાં ફરિયાદો ઊઠી છે. વઢવાણ તાલુકાના ખેરવા ગામના ખેડુતો રવિપાકને બચાવવા મથામણ કરી રહ્યા છે. ત્યારે કેનાલમાં પાણી ન છોડાતા ખેડુતોએ ખાલી કેનાલમાં ઉતરીને વિરોધ કર્યો હતો. […]

થરાદ નજીક નર્મદાની નહેર નીચે બનાવેલું નાળું ખેડુતો માટે બન્યુ આફતરૂપ, ખેતરોમાં પાણી ભરાયા

પાલનપુરઃ  જિલ્લાના થરાદ તાલુકાના જમડા ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા નહેર નીચે બનાવેલા વરસાદી પાણીના નિકાલ માટેનું નાળું ખેડુતો માટે આફતી બની જતાં ખેડૂતોના ખેતરો જળબંબાકાર બની ગયા છે. જેના પગલે ખેતરોમાં ઢીંચણસમું પાણી હજુ પણ ભરાયેલું હોવાથી પાક નિષ્ફળ જવા પામ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ થરાદ તાલુકાના જમડા ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય […]

સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો દીયોદર પ્રાંત કચેરીએ ઘરણાં કરાશે

પાલનપુર : ઉનાળાની અસહ્ય ગરમીમાં બનાસકાંઠાના અનેક ગામડાંમાં પીવાના પાણી સમસ્યા ઊભી થઈ છે. સાથે જ કાંકરેજ, દિયોદર, લાખણી, ડીસા અને થરાદ તાલુકામાં ખેડુતો સિંચાઈના પાણી માગ કરી રહ્યા છે. કેનાલમાં અગાઉ પાણી છોડવાની ખાતરી આપી હતી. પણ તંત્રએ ખેડુતોની વાત ન સાંભળતા હવે આ વિસ્તારના ખેડુતો આંદોલનનું રણશિંગું ફુકવાની તૈયારીઓ કરી રહ્યા છે.  જિલ્લાની […]

મહેસાણામાં નર્મદાની કેનાલમાં સિંચાઈ માટે પાણી 31મી માર્ચ સુધી ચાલુ રાખવા માગ

મહેસાણાઃ જિલ્લામાં નર્મદા યોજના આધારિત કેનાલમાં સિંચાઈ માટે પૂરું પાડવામાં આવતું પાણી 15 મી માર્ચથી બંધ કરવાની જાહેરાત કરાતા  બેચરાજી વિધાનસભા મત ક્ષેત્રના ધારાસભ્ય ભરતજી ઠાકોરે ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો છે. જો કેનાલમાં પાણી બંધ કરવામાં આવશે તો ખેડૂતોના પાક નિષ્ફળ જાય તેવી શંકા વ્યક્ત કરી છે ખેડૂતોના હિતમાં આગામી 31મી માર્ચ સુધી કેનાલોમાં નર્મદા […]

સુરતના ચલથાણામાં પૂરફાટ ઝડપે જતી કાર નહેરમાં ખાબકી, ફાયરબ્રિગેડે પરિવારના પાંચને બચાવી લીધા

સુરતઃ શહેર નજીક આવેલા ચલથાણમાં  પૂરફાટ ઝડપે જઈ રહેલી કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા  કાર રોડની બાજુમાં પસાર થતી નહેરમાં ખાબકી હતી. અંક્લેશ્વરથી દમણ જઈ રહેલા પરિવારની કાર ચલથાણમાં મહાદેવ હોટલની નજીક નહેરમાં ખાબકી હતી. સોમવારની મધરાતે સર્જાયેલી દુર્ઘટના બાદ તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયરબ્રિગેડ સહિત સ્થાનિક લોકોએ પોણાબે કલાક પાણીના ધસમસતા પ્રવાહ […]

થરાદ પંથકમાં કેનાલમાં ત્રણ સ્થળોએ ગાબડાં પડતા ખેતરોમાં પાણી ભરાયા

પાલનપુર : જિલ્લાના  થરાદ તાલુકાના ભોરલ પાસે કેનાલમાં મોટુ ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. ત્યારે પાણી તો વેડફાયું જ છે સાથે સાથે ખેડૂતોને પણ મોટું નુકસાન થયું છે. ગાબડું પડી જતા કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ભરાઈ ગયું છે. જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવુ પડ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં કેનાલમાં આ […]

કચ્છમાં રવિપાક માટે પાણીની માગ થતાં કેનાલમાં 1050 ક્યુસેક પાણી છોડાયું

ભૂજ : કચ્છમાં આ વર્ષે વરસાદ એકંદરે સારો પડ્યો છે. ખરીફ પાક પણ તૈયાર થઈને વેચાણ માટે માર્કેટમાં આવી રહ્યો છે. બીજી બાજુ ખેડુતોએ રવિ પાકની વાવણીનો પ્રારંભ કરી દીધો છે. રવિ પાક માટે સીંચાઈની જરૂરીયાત ઉભી થતા પાણીની વ્યાપક માંગ બાદ નર્મદા નિગમ દ્વારા  કચ્છ શાખા નહેરમાં પાણીનો જથ્થો છોડવામાં આવ્યો છે. આ ઉપરાંત […]

અમદાવાદના નળ કાંઠાના 32 ગામોને સિંચાઈનું પાણી આપવા 7 કિ.મી લાંબી કેનાલ બનાવાશે

અમદાવાદઃ  જિલ્લાના નળકાંઠાના ગામોમાં સિંચાઈના પાણીની મોટી તકલીફ હતી. લાંબા સમયથી આ વિસ્તારના લોકો સિંચાઈ માટે પાણીની માંગ કરી રહ્યાં હતાં. લોકોની આ સમસ્યાનું હવે નિવારણ થવાને આરે છે. નળ કાંઠાના ગામો હોવાથી તમામ ગામોને ખેતી સિવાય કોઈ વિકલ્પ નથી. ડાંગર અને ઘઉંનો પાક હવે સરળતાથી લઈ શકાશે. 7 કિલોમીટર લાંબી કેનાલ બનાવવાનો પ્લાન છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code