1. Home
  2. Tag "cancelled"

પહેલગામ આતંકી હુમલાને પગલે પીએમ મોદી સાઉદીનો પ્રવાસ રદ કરી પરત ફર્યા, એરપોર્ટ ઉપર બોલાવી તાત્કાલિક બેઠક

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી દુઃખી થયેલા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ તેમનો સાઉદી અરેબિયા પ્રવાસ રદ કર્યો અને તાત્કાલિક ભારત પાછા ફર્યા. દિલ્હી પહોંચતાની સાથે જ તેમણે એરપોર્ટ પર એક કટોકટી બેઠક બોલાવી. આ ખૂબ જ મહત્વપૂર્ણ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકર અને વિદેશ સચિવ હાજર હતા. પ્રધાનમંત્રીના પરત ફર્યા પછી […]

પોપ સિંગર શકીરા હોસ્પિટલમાં દાખલ, પેરુનો શો રદ કરાયો

પ્રખ્યાત ગાયિકા શકીરાની તબિયત અચાનક બગડી ગઈ છે. પેટમાં તીવ્ર દુખાવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમાચારની પુષ્ટિ ખુદ શકીરાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા કરી છે. તેમણે કહ્યું કે સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તેમને પેરુમાં તેમનો શો રદ કરવો પડ્યો, જેના માટે તેમણે તેમના ચાહકોની માફી પણ માંગી. શકીરાએ સોશિયલ મીડિયા […]

બાંગ્લાદેશમાં ઈમિગ્રેશન અને પાસપોર્ટ વિભાગે 97 લોકોના પાસપોર્ટ રદ કર્યાં

ઢાકાઃ બાંગ્લાદેશના ઇમિગ્રેશન અને પાસપોર્ટ વિભાગે 97 લોકોના પાસપોર્ટ રદ કર્યા છે, જેમાં બરતરફ કરાયેલા પ્રધાનમંત્રી શેખ હસીનાનો પણ સમાવેશ થાય છે, ગત જુલાઈમાં થયેલી હત્યાઓમાં તેમની કથિત સંડોવણીને કારણે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું બાંગ્લાદેશ સરકારે જણાવ્યું હતું. મુખ્ય સલાહકારના નાયબ પ્રેસ સચિવ અબુલ કલામ આઝાદે ઢાકામાં પત્રકારો સાથેની વાતચિત દરમિયાન મીડિયાને જણાવ્યું હતું […]

ગુજરાતઃ GPSC દ્વારા નાયબ નિયામકની ભરતી રદ

અમદાવાદઃ GPSC દ્વારા નાયબ નિયામકની ભરતી રદ કરવામાં આવી છે. ગુજરાત આંકડાકીય સેવા વર્ગ-1ની એક જગ્યા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ ભરવાની હોવાથી નિર્ણય લેવાયો છે. તો અલગ અલગ વિભાગો સાથે ચર્ચા બાદ વર્ષ 2025 નું ભરતી કેલેન્ડર બહાર પાડવાની આયોગના ચેરમેને આપી માહિતી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ નિયામકની ભરતી […]

યુનુસ સરકારનું બેવડું વલણ, બાંગ્લાદેશે ઉલ્ફા ચીફ પરેશ બરુઆની ફાંસીની સજા રદ કરી

ઢાકાઃ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ULFAના ચીફ પરેશ બરુઆને બાંગ્લાદેશની હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે 2004ના ચટ્ટોગ્રામ હથિયારોની દાણચોરીના કેસમાં પૂર્વ મંત્રી લુત્ફઝમાન બાબર અને તેના પાંચ સહયોગીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. જ્યારે બરુઆની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવાઈ હતી. આ મામલો ભારત વિરોધી આતંકવાદી સંગઠનોને 10 ટ્રકમાં હથિયારો અને દારૂગોળો મોકલવા સાથે સંબંધિત છે. […]

રોમાનિયા: કોર્ટે રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા રદ કરી

રોમાનિયાની બંધારણીય અદાલત (સીસીઆર) એ સમગ્ર રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયાને રદ કરવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિની ચૂંટણીના બીજા રાઉન્ડના માત્ર બે દિવસ પહેલા શુક્રવારે આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણીમાં મુખ્ય મુકાબલો અપક્ષ ઉમેદવાર કેલિન જ્યોર્જસ્કુ અને સેવ રોમાનિયા યુનિયનના નેતા એલેના લાસ્કોની વચ્ચે છે. સેન્ટ્રલ ઇલેક્ટોરલ બ્યુરો દ્વારા ગયા અઠવાડિયે જાહેર કરાયેલા પ્રમુખપદની ચૂંટણીના […]

અફઘાનિસ્તાન-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ: ગ્રેટર નોઈડામાં વરસાદને કારણે ચોથા દિવસની રમત પણ રદ્દ

હવે એક પણ બોલ ફેંક્યા વિના, મેચ રદ્દ થવાની સંભાવના આઈસીસી મેચ રેફરી જવાગલ શ્રીનાથ નિર્ણય લેશે નવી દિલ્હીઃ શહીદ વિજય સિંહ પથિક સ્ટેડિયમમાં, સતત વરસાદ અને ભીના આઉટફિલ્ડને કારણે ગુરુવારે અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વન-ઑફ ટેસ્ટનો ચોથો દિવસ પણ રદ કરવામાં આવ્યો હતો. હવે એક પણ બોલ ફેંક્યા વિના, મેચ રદ્દ થવાની સંભાવના હોવાથી, […]

UPSCના અધ્યક્ષને કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહનો પત્ર, સીધી ભરતી સંબંધિત જાહેરાત રદ કરવા કહ્યું

નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારી મંત્રી જિતેન્દ્ર સિંહે UPSCના અધ્યક્ષને પત્ર લખ્યો છે. મંત્રીએ UPSCને સીધી ભરતી (લેટરલ એન્ટ્રી) સંબંધિત જાહેરાત રદ કરવા જણાવ્યું છે. જિતેન્દ્ર સિંહે પત્રમાં જણાવ્યા અનુસાર હતું કે, સૈદ્ધાંતિક રીતે સીધી ભરતીના ખ્યાલને 2005માં રચાયેલા વહીવટી સુધારણા પંચ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું, જેનું નેતૃત્વ વીરપ્પા મોઈલીએ કર્યું હતું. જો કે, લેટરલ […]

ઓખા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મની કામગીરીને લીધે રાજકોટ-ઓખાની લોકલ ટ્રેન 11મી સુધી રદ

રાજકોટઃ દેવભૂમિ દ્વારકાના સમુદ્રકાંઠા નજીક આવેલા ઓખા રેલવે સ્ટેશન પર હાલ એક નંબરના પ્લેટફોર્મની લંબાઈ વધારવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં આગામી તા.12મી જુલાઈ સુધી કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવી છે. જ્યારે લાંબા રૂટ્સની બે ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. તેમજ ઓખા-રાજકોટ-ઓખા ટ્રેનને 11મી જુલાઈ સુધી રદ કરવામાં આવી છે. રાજકોટ […]

કલકત્તા હાઈકોર્ટે શિક્ષકનો ભરતી રદ કરી, 25753 લોકોની નોકરી ઉપર સંકટ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં સોમવારે કોલકત્તા હાઈકોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કથિત રીતે ગેરકાયદેસર રીતે મેળવેલી તમામ નોકરીઓ રદ કરી હતી. જસ્ટિસ દેવાંશુ બસાક અને જસ્ટિસ મોહમ્મદ સબ્બીર રશીદની બનેલી કલકત્તા હાઈકોર્ટની ડિવિઝન બેંચે કહ્યું, “જે લોકો લાંબા સમયથી ગેરકાયદેસર રીતે કામ કરી રહ્યા છે તેમને વ્યાજ સહિત તેમનો પગાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code