ઉત્તર પ્રદેશના ગોંડામાં કાર નહેરમાં ખાબકતાં અગિયારના મોત
ઉત્તરપ્રદેશમાં, આજે સવારે ગોંડામાં થયેલા એક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે અને ચાર ઇજાગ્રસ્ત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, પૃથ્વીનાથ મંદિર જઈ રહેલું 15 લોકોથી ભરેલું એક વાહન પરસરાય અલાવલ દેવરિયા રોડ પર રેહરા ગામમાં સરયુ નહેર પુલ પાસે કાબુ ગુમાવીને નહેરમાં પડી ગયું હતું. ઇતિયાથોક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ કે જી […]