1. Home
  2. Tag "caught"

સુરતમાં વધુ 80 કિલો નકલી પનીર અને 168 કિલો અખાદ્ય માવો પકડાયો

SOG પોલીસે મ્યુનિના ફુડ વિભાગના અધિકારીઓને સાથે રાખીને રેડ પાડી, ઉધનાના સ્ટોર્સમાંથી નકલી પનીરનો જથ્થો પકડાયો, પૂણા વિસ્તારના ફ્લેટમાંથી 168 કિલો ભેળસેળયુક્ત માવો મળ્યો સુરતઃ શહેરમાં રોજબરોજ ભેળસેળયુક્ત અને નકલી ખાદ્યચિજવસ્તુઓ પકડાય રહી છે. શહેરના સ્પેશિયલ ઓપરેશન ગૃપ (SOG) પોલીસે મ્યુનિના ફુડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને સાથે રાખીને ઝૂંબેશ ચલાવતા ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. […]

ધ્રાંગધ્રામાં પોલીસ કોન્સ્ટેબલ રૂપિયા 30.000ની લાંચ લેતા રંગેહાથ પકડાયો

દુષ્કર્મ અને પોક્સોના કેસમાં મદદ કરવા માટે લાંચની માગ કરી હતી કોન્સ્ટેબલ પીઆઈના રાઈટર તરીકે ફરજ બજાવતો હતો એસીબીએ વધુ તપાસ માટે ફરિયાદી અને કોન્સ્ટેબલને સુરેન્દ્રનગર લઈ જવાયા સુરેન્દ્રનગરઃ  જિલ્લાના ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ મોગીલાલ પઢીયારને એસીબીએ ₹30,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસ કોન્સ્ટેબલે દુષ્કર્મ અને […]

અરવલ્લીનાં મોડાસામાં એમ્બ્યુલન્સમાં લાગી આગ, બાળક સહિત 4નાં મોત

ગાંધીનગરઃ અરવલ્લી જિલ્લાના મોડાસાના રાણા સૈયદ નજીક એક એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગી હતી. આ એમ્બ્યુલન્સ અમદાવાદ જઈ રહી હતી. આગ લાગ્યાની જાણ મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમને થતા તે ઘટના સ્થળે પહોંચી હતી. મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો હતો જો કે ઘટનામાં 4 ના મોત નિપજયા છે, જ્યારે 3 વ્યક્તિઓને […]

રાજકોટમાં નકલી પોલીસની ઓળખ આપીને ટ્રાન્સપોર્ટર પાસેથી તોડ કરતો શખસ પકડાયો

અગાઉ પણ નકલી પોલીસના સ્વાંગમાં 5 વખત તોડ કરતા શખસ પકડાયો હતો, આરોપીની વારંવારની હરકતોથી પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી, પોતે ક્રાઈમ બ્રાન્ચમાં હોવાનું કહીને લોકોને ધમકાવીને રૂપિયા પડાવતો હતો, રાજકોટઃ પોલીસની ઓળખ આપીને લોકો પાસે તોડ કરતા નકલી પોલીસને દબોચી લેવાયો છે. નામચીન આરોપી મિહિર કૂંગસિયા અગાઉ પણ પોલીસના સ્વાંગમાં તોડ કરતા 5 […]

અમદાવાદના સરખેજમાં નકલી વિદેશી દારૂ બનાવતી ફેકટરી પકડાઈ

પોલીસે બોટલો, કેમિકલ, મોટા બેરલો અને દારૂની કંપનીનાં સ્ટીકરો જપ્ત કર્યા, બોટલો પર બ્રાન્ડેડ કંપનીઓના રેપર લગાવીને નકલી દારૂ ભરી વેચાણ કરતા હતા, ત્રણ મહિનાથી મકાન ભાડે લઈને દારૂ બનાવવામાં આવતો હતો અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાયે રોજબરોજ લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડાય છે. બુટલેગરો હવે પરપ્રાંતમાંથી વિદેશી દારૂ લાવવાને બદલે બ્રાન્ડેડ કંપનીના સ્ટિકર લગાવીને […]

ગાંધીનગરમાં મહિલાઓને રિક્ષામાં બેસાડીને લૂંટ કરતી ગેન્ગને પોલીસે પકડી પાડી

ગાંધીનગર પોલીસે 100થી વધુ CCTV તપાસી ત્રણ આરોપીઓને પકડ્યા, આરોપીઓએ રિક્ષામાં મહિલા પ્રવાસીને ધમકી આપી 1.47 લાખની મત્તાની લૂંટ કરી હતી, આરોપીઓ પાસેથી લૂંટનો મુદ્દામાલ કબજે કરાયો ગાંધીનગરઃ શહેરના એકલ-દોકલ મહિલા પ્રવાસીઓને રિક્ષામાં બેસાડીને લૂંટ કરતી ગેન્ગને ગાંધીનગર પોલીસે દબોચી લીધી છે. પોલીસે ત્રણ શખસોની ધરપકડ કરીને એક લૂંટ કેસને મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ […]

મોરબીમાં હેડ કોન્સ્ટેબલને રૂપિયા 2.35 લાખની લાંચ લેતા ACBએ પકડાયો

હેડ કોન્સ્ટેબલે ગુનો ન નોંધવા માટે લાંચની માગણી કરી હતી, ACBએ આરોપી હેડ કોન્સ્ટેબલને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી, હેડ કોન્સ્ટેબલ લાંચ કેસમાં પકડાતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ મોરબીઃ રાજ્યમાં લાંચના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે મોરબીમાં એક હેડ કોન્સ્ટેબલ રૂપિયા રૂપિયા 2.35 લાખની લાંચ લેતા રંગેહાથ પકડાયો છે. આરોપી હેડ કોન્સ્ટેબલે […]

વઢવાણ નજીક ખનીજ ભરેલા 4 ડમ્પરો પકડાયા, 1.75 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

વઢવાણના પ્રાંત અધિકારીએ રાતના સમયે ચેકિંગ હાથ ધર્યું વઢવાણ તાલુકાના ખોલડીયાદ ગામ પાસે બ્લેકટ્રેપ ભરેલા 4 ડમ્પરો પકડાયા, ડમ્પરચાલકો પાસે રોયલ્ટી-પાસ પરમીટ નહતી સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ખનીજચોરી બેરોકટોક થઈ રહી હોવાથી કલેકટરના આદેશથી ખનીજના વહન કરતા વાહનોનું ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું છે. ત્યારે વઢવાણના પ્રાંત અધિકારી દ્વારા હાઇવે પર પાસ પરમીટ વગર ગેરકાયદે ખનીજ વહન કરતાં […]

સુરતમાં મહિલા પીએસઆઈ અને રાઈટર રૂપિયા 63000ની લાંચ લેતા પકડાયા

શહેરના કાપોદ્રામાં હીરાની લેતી-દેતીમાં અરજી થતાં લાંચ માગી હતી હીરાબાગ પોલીસ ચોકીમાં છટકું ગોઠવી ASI જેઠવા અને તેના સાળાને પણ પકડ્યો 63 લાખની રકમની મહિલા PSI દમ મારી ઉઘરાણી કરતા હતા સુરતઃ રાજ્યમાં લાંચ માગવાના બનાવો વધતા જાય છે. ત્યારે સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનની મહિલા પીએસઆઈ મધુ રબારી અને તેનો રાઇટર નવનીત જેઠવા તેમજ તેનો […]

જામનગરમાં પોલીસની ઓળખ આપી વેપારી પાસેથી 1.57 લાખ પડાવી લેનારો શખસ પકડાયો

ફેક પોલીસ બનીને વેપારીને ધમકી આપી હતી, નકલી પોલીસ બનેલા શખસ સામે અગાઉ 5 ગુના નોંધાયા છે આરોપી અન્ય ગુનામાં જેલમાં હોવાથી કબજો મેળવી રિમાન્ડ પર લેવાયો જામનગરઃ નકલી પોલીસના સ્વાંગમાં વેપારી પાસેથી તોડબાજી કરતાં શખસને અસલી પોલીસે પકડી પાડ્યો હતો. શહેરના કટલેરીના એક વેપારીને એસ.ઓ.જી.ના રાઈટર તરીકેની ખોટી ઓળખ આપી તેની પાસેથી કટકે કટકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code