1. Home
  2. Tag "celebration"

ભાવનગરમાં મહિલા આરોગ્ય દિવસની ઊજવણી, કર્મયોગી મહિલાઓનું સન્માન કરાયું

ભાવનગરઃ  ગુજરાતમાં  તા.1 થી 7 ઓગસ્ટ દરમિયાન ‘નારી વંદન ઉત્સવ’ ની ઊજવણી કરવામાં આવી હતી. તે અંતર્ગત રવિવારે ભાવનગરના મોતીબાગ ખાતે આવેલાં અટલ બિહારી વાજપેયી ઓપનએર થિયેટર ખાતે મહિલા આરોગ્ય દિવસની ઊજવણી કરવામાં આવી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી આર.સી. મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં ભાવનગરમાં મહિલા વિકાસના ક્ષેત્રમાં ઉત્તમકાર્ય કરનારા કર્મયોગી મહિલાઓનું ખાસ સન્માન કરવામાં […]

સરહદ ઉપર તૈનાત ભારતીય સુરક્ષા જવાનો આવી રીતે કરે છે રક્ષાબંધન પર્વની ઉજવણી

નવી દિલ્હીઃ દેશમાં દિવાળી, હોળી સહિતના તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ભારતીય સરહદ ઉપર તૈનાત જવાનોને કારણે જ આપણે આ તહેવારોની ઉજવણી કરી શકીએ છીએ, ત્યારે પરિવારથી દૂર આ જવાનો પોતાના સાથીઓ સાથે તહેવારની ઉજવણી કરે છે. રક્ષાબંધન પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. બીજી તરફ બહેનો પણ સરહદ ઉપર તૈનાત પોતાના ભાઈને […]

“શાંતિમ યોગેન વિન્દતિ”: કર્ણાટકના મૈસુરમાં પીએમ મોદીએ યોગ દિવસની કરી ઉજવણી

મુંબઈઃ સમગ્ર દેશમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દેશના 75 જાણીતા સ્થળો ઉપર યોગ દિવસની ઉજવણીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના મૈસુરમાં યોગાસન કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી. તેમની સાથે રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, મુખ્યમંત્રી  બસવરાજ બોમાઈજી સહિતના આગેવાનો પણ જોડાયાં હતા. આ પ્રસંગ્રે […]

અમદાવાદઃ NIMCJ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

અમદાવાદ: વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન હેઠળ NIMCJ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસના અમૂલ્ય અવસરે માતૃભાષામાં પ્રસ્તુતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે નેશનલ ઈન્સ્ટટ્યિૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ(NIMCJ), અમદાવાદ ખાતે નૈષધ પુરાણી એ હાજરી આપી હતી. વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતીમાં સ્વયંરચિત કવિતાઓ, દુહા, મુક્તક, હાઈકુ, વાર્તા વગેરે જેવી રચનાઓ શ્રોતાઓ સમક્ષ રજુ કરવામાં આવી હતી. […]

ગુજરાતમાં સંત શિરોમણી રવિદાસજી બાપુની 645મી જન્મજ્યંતિની ઉજવણી

અમદાવાદઃ પૂજ્ય સદગુરૂ સંત શિરોમણી રવિદાસજી બાપુની 645મી જન્મ જંયતિની સમગ્ર રાજ્યમાં ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદમાં રવિદાસજીની જન્મજ્યંતિ નિમિત્તે ભજાન કિર્તન યોજાયાં હતાય જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યાં હતા. સામાજીક આગેવાન પ્રો. હિતેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યભરમાં માઘી પૂનમના પવિત્ર માસના મહા સુદ પૂર્ણિમાના શુભ દિવસે આપણાં ધરોહર અને કુલગુરુ […]

26મી જાન્યુઆરીઃ રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ગીર સોમનાથમાં ઉજવણી કરાશે

અમદાવાદઃ રાષ્ટ્રના પ્રજાસત્તાક પર્વ 26મી જાન્યુઆરી 2022ની રાજ્યકક્ષાની ઉજવણી ગીરસોમનાથ ખાતે કરાશે. 26મી જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગીર સોમનાથ ખાતે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા નીમાબેન આચાર્ય મોરબી ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે. રાજ્યના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી આણંદમાં, જીતુભાઈ વાઘાણી રાજકોટમાં, અમદાવાદમાં ઋષિકેશ પટેલ, બનાસકાંઠામાં પૂર્ણેશ મોદી, પોરબંદરમાં રાઘવજી […]

ગુજરાતમાં સ્વમી વિવેકાનંદજીની જન્મજ્યંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી

અમદાવાદઃ સ્વામી વિવેકનંદજીની 159ની જન્મજ્યંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસથી રાજયભરમાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી હતી. તેમજ વિવિક સામાજીક કાર્યક્રમો યોજાયાં હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને પતંજલિ યુવા ભારત દ્વારા 175 ‘સૂર્ય નમસ્કાર’નું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં મોટી સંખ્યામાં લોકોએ ‘સૂર્ય નમસ્કાર’ કરીને અનોખી રીતે સ્વામી વિવેકાનંદજીની જન્મજ્યંતિની ઉજવણી કરી હતી. રાષ્ટ્રીય […]

ગુજરાતના પ્રસિદ્ધ કવિ, ગીતકાર અને લેખક દુલા ભાયા કાગની જન્મજ્યંતિની ઊજવણી

અમદાવાદઃ ગુજરાતના પ્રસિદ્ધ કવિ, ગીતકાર અને લેખક દુલા ભાયા કાગની જન્મજ્યંતિની  ઊજવણી કરીને તેમના લોક સાહિત્યના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.  તેમની  સાહિત્યિક કૃતિઓ અને સાહિત્યના માધ્યમથી સમાજના ઉત્થાન માટે કરેલી કામગીરીને પણ યાદ કરવામાં આવી હતી. ભાવનગરના મજાદર ગામમાં દુલા ભાયા કાગનો ચારણ પરિવારમાં તા. 25મી નવેમ્બર 1902ના રોજ જન્મ થયો હતો. મધુર ચારણી […]

ભારતીય નેવીઃ INS વાલસુરા તાલીમ કેન્દ્ર ખાતે નેવી વીકની ઉજવણી

અમદાવાદઃ જામનગરમાં ભારતીય નેવીના INS વાલસુરા તાલીમ કેન્દ્ર ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ નેવી વીકની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે વાલસુરા ખાતે બ્લડ ડોનેશન કેમ્પથી નેવી વીકની ઉજવણીની શરૂઆત કરવામાં આવી, જેમાં 500 થી વધુ જવાનોએ રકતદાન કર્યું હતું. વાલસુરાના CO ગૌતમ મારવાહાએ જણાવ્યું હતું કે, 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતીય નૌકાદળના […]

જલારામ બાપાની જન્મજયંતીની ઉજવણીમાં 222 કેક ધરાવાઈ

રાજકોટઃ સૌરાષ્ટ્રના સંત શિરોમણિ જલારામબાપાની આજે 222મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી થઈ રહી છે. વીરપુરમાં જાણે  દિવાળી હોય એવો માહોલ જોવા મળ્યો હતો.. ઘરે ઘરે રંગોળીઓ અને રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. બાપાની જન્મજયંતીને લઇને ઘરે ઘરે આસોપાલવનાં તોરણ બાંધવામાં આવ્યાં હતા. તેમજ 222 કેક બનાવવામાં આવી હતી. ભાવિકોએ દર્શન માટે મોડી રાતથી લાંબી લાઇન લગાવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code