1. Home
  2. Tag "census"

વસતિ ગણતરી 2027 માં 30 લાખથી વધુ ગણતરીકારો, સુપરવાઇઝર અને અધિકારીઓ જોડાશે

નવી દિલ્હી, 5 માર્ચ 2026: કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે, નવી દિલ્હીમાં, વસતિ ગણતરી 2027 માટે ચાર ડિજિટલ સાધનો અને “પ્રગતિ” (મહિલા) અને “વિકાસ” (પુરુષ)ના શુભંકર (માસ્કોટ)નું ઔપચારિક રીતે અનાવરણ કર્યું હતું. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ (C-DAC) એ દેશભરમાં વસતિ ગણતરી કામગીરીને સરળ બનાવવા માટે અદ્યતન ડિજિટલ પ્લેટફોર્મ વિકસાવ્યા છે. આ […]

રાજકોટમાં વસતી ગણતરી માટે પુરતા કર્મચારીઓ ન હોવાથી RMCની મુંઝવણ

રાજકોટ, 15 ફેબ્રુઆરી-2026: શહેરમાં SIRની કામગીરીથી શિક્ષખો-કર્મચારીઓ ફ્રી પડ્યા ત્યાંજ હવે વસતી ગણતરીની જવાબદારી આવી પડી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે તબક્કે વસતી ગણતરી હાથ ધરવામાં આવશે, જેમાં પ્રથમ ઘરની ગણતરી કરાશે. લોકોએ અન્ય વિગતો પણ આપવી પડશે. વસતી ગણતરીની કામગીરી માટે રાજકોટ મ્યુનિને  5,000 કર્મચારીઓની જરૂર પડશે. જેની સામે આરએમસી તેમજ આરએમસી સંચાલિત સરકારી […]

ગુજરાતમાં 20મી એપ્રિલથી 19મી મે સુધી વસતી ગણતરી હાથ ધરાશે

ગાંધીનગર, 10 ફેબ્રુઆરી 2026:  કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, 1 એપ્રિલ 2026થી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન સમગ્ર દેશમાં વસતી ગણતરી હાથ ધરવામાં આવશે. જેમાં ગુજરાતમાં 20મી એપ્રિલથી 19મી મે સુધી વસતી ગણતરી હાથ ધરવામાં આવશે. વસતી ગણતરીમાં આ વખતે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. દરેક મકાન, રહેણાંક એકમ અને ઘરેલુ માહિતી એકત્રિત […]

દેશમાં સૌપ્રથમવાર રાત્રિના રાજા ઘુવડની વસ્તી ગણતરી થશે

કોલકાતા, 20 જાન્યુઆરી 2026: ભારતમાં અત્યાર સુધી વાઘ, સિંહ અને હાથીઓની ગણતરીના સમાચાર આપણે સાંભળ્યા છે, પરંતુ હવે દેશમાં પ્રથમ વખત ઘુવડની ગણતરી કરવામાં આવશે. આ ઐતિહાસિક પહેલની શરૂઆત પશ્ચિમ બંગાળથી થવા જઈ રહી છે. આ સાથે જ પશ્ચિમ બંગાળ ઘુવડની વસ્તી ગણતરી કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની જશે. રાજ્યમાં ઘુવડની ગણતરીનું કામ આવતા મહિનાથી […]

ગુજરાતમાં 10મીથી 13મી મે સુધી બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી કરાશે

11 જિલ્લાનો 35 હજાર ચો.કિમી. વિસ્તાર ‘સાંકળી લેવાશે સિંહની ઉંમર, ઓળખ ચિન્હો, GPS લોકેશન વગેરે વિગતો નોંધવામાં આવશે વન વિભાગના અધિકારીઓ સહિત 3 હજાર તાલીમી સ્વયંસેવકો ગણતરીમાં જોડાશે ગાંધીનગરઃ  સિંહ, સાવજ, ઊંટિયો વાઘ, બબ્બર શેર, કેસરી, ડાલામત્થો જેવા ઉપનામોથી ઓળખાતા એશિયાઈ સિંહ એ આખા વિશ્વમાં માત્ર ગુજરાતનાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. વર્ષ 1980થી ગીર એશિયાઇ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન […]

પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનમાં છેલ્લે ક્યારે થઈ હતી વસતી ગણતરી, જાણો…

ભારતમાં વર્ષ 2025માં ડિજિટલ વસ્તી ગણતરી થશે. અગાઉ, દેશમાં રાષ્ટ્રીય વસ્તી ગણતરી વર્ષ 2011 માં હાથ ધરવામાં આવી હતી. કોરોના અને અન્ય ઘણી સમસ્યાઓના કારણે આ રાષ્ટ્રીય વસ્તી ગણતરીમાં ઘણો વિલંબ થયો હતો. પરંતુ પાકિસ્તાન, ચીન અને બાંગ્લાદેશની રાષ્ટ્રીય વસ્તી ગણતરીની ચર્ચા કરીશું. જો કે, ભારતના પડોશી દેશ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનમાં તાજેતરના વર્ષોમાં જ […]

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! વસ્તી ગણતરી 2025 માં શરૂ થઈ શકે છે

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહેલી વસ્તી ગણતરીને લઈને મોટી માહિતી સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દેશમાં આગામી વર્ષથી વસ્તી ગણતરી શરૂ થઈ શકે છે. વસ્તી ગણતરી આવતા વર્ષે 2025 થી 2026 સુધી થશે. કોરોના રોગચાળાને કારણે, 2021 માં યોજાનારી વસ્તી ગણતરીને મોકૂફ રાખવી પડી હતી. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, હવે […]

દેશમાં પશુઓની વસતી ગણતરી, એક લાખથી વધારે તબીબો-અધિકારીઓ જોડાશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહે શુક્રવારે (25 ઓક્ટોબર) 200 કરોડ રૂપિયાના ખર્ચે 21મી પશુધન ગણતરીની શરૂઆત કરી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સચોટ ડેટાની ઉપલબ્ધતા સરકારને પ્રાણીઓના સ્વાસ્થ્ય સુરક્ષાને સુનિશ્ચિત કરવા અને આ ક્ષેત્રમાં ઉચ્ચ વૃદ્ધિ હાંસલ કરવા માટે નીતિઓ બનાવવામાં મદદ કરશે. કેન્દ્રીય મંત્રી લલન સિંહે […]

ગુજરાત સહિત દેશભરમાં સપ્ટેમ્બરથી ડિસેમ્બર 2024 દરમિયાન પશુધનની વસતી ગણતરી કરાશે

ગાંધીનગરઃ દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં તેમજ ખેડૂતોને આર્થિક સ્થિરતા પ્રદાન કરવામાં પશુપાલન વ્યવસાય અને વિવિધ સંવર્ગના પશુધન મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગુજરાતના અનેક ખેડૂતો આજે પશુપાલન વ્યવસાય થકી સમૃદ્ધ બન્યા છે. પશુપાલન અને ડેરી ક્ષેત્રના વિકાસ માટેની નીતિઓ, કાર્યક્રમો તથા વિવિધ કલ્યાણકારી યોજનાઓના ઘડતર ઉપરાંત અનેક મહત્ત્વના નિર્ણયો માટે પશુધન સંબંધિત અદ્યતન ડેટા સંગ્રહ હોવો […]

મોદીજી ઓબીસીમાં નહીં, પણ જનરલ કાસ્ટમાં જન્મ્યા હતા: રાહુલ ગાંધી

નવી દિલ્હી: શું લોકસભાની ચૂંટણી ઓબીસીના મુદ્દા પર લડાવાની છે? ઓબીસી સંદર્ભેની નિવેદનબાજીમાં હવે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જ્ઞાતિને લઈને ટીપ્પણી કરી છે. રાહુલ ગાંધીન દાવો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓબીસી નથી. ઓડિશાના જારસુગુડામાં વાયનાડથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન મોટો દાવો કર્યો છે. રાહુલ ગાંધીનો દાવો છે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code