1. Home
  2. Tag "Central Government"

સરકારી કર્મચારીઓના DAમાં બે ટકાનો વધારો, કેબિનેટનો નિર્ણય

નવી દિલ્હી, 18 એપ્રિલ, 2026 – સરકારી કર્મચારીઓના DAમાં બે ટકાનો વધારો કરવાનો કેબિનેટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. તે સાથે દેશના 1.19 કરોડ કર્મચારીઓ અને પેન્શનરો જેની 3 મહિનાથી વધુ સમયથી રાહ જોઈ રહ્યા હતા, તે સારા સમાચાર આજે શનિવાર, 18 એપ્રિલના રોજ આવી ગયા છે. કેન્દ્રીય કેબિનેટે કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA) અને […]

રાઘવ ચઢ્ઢાની સુરક્ષા પંજાબ સરકારે પાછી ખેંચી, કેન્દ્રએ આપી ઝેડ સિક્યુરિટી

નવી દિલ્હી, 15 એપ્રિલ 2026: આમ આદમી પાર્ટી (આપ) અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા વચ્ચે ચાલી રહેલો ગજગ્રાહ હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ જણાય છે. પંજાબની ભગવંત માન સરકારે રાઘવ ચઢ્ઢાની સુરક્ષા પાછી ખેંચી લેતા જ કેન્દ્ર સરકારે તાત્કાલિક પગલું ભરી તેમને ‘ઝેડ’ કેટેગરીનું સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે. ઇન્ટેલિજન્સ બ્યુરોના થ્રેટ પરસેપ્શન રિપોર્ટના આધારે […]

સુપ્રીમ કોર્ટે MSP સંબંધિત અરજી પર કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો

નવી દિલ્હી, 14 એપ્રિલ 2026: સુપ્રીમ કોર્ટે કૃષિ પેદાશો માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ના નિર્ધારણ સંબંધિત અરજી પર કેન્દ્ર સરકાર અને અન્ય અધિકારીઓ પાસેથી જવાબ માંગ્યો છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બનેલી બેન્ચે કેન્દ્ર સરકાર, વિદેશ વેપાર મહાનિર્દેશાલય અને કૃષિ ખર્ચ અને કિંમતો કમિશનને નોટિસ જારી કરી છે. અરજીમાં MSP નક્કી […]

ધર્મની વ્યાખ્યા કરવાનું કામ ન્યાયતંત્રનું નથીઃ સબરીમાલા મુદ્દે કેન્દ્ર સરકારે લેખિત જવાબ દાખલ કર્યો

સબરીમાલા કેસમાં કેન્દ્ર સરકારનું વલણ: 2018 ના ચુકાદા સામે પુનઃતપાસ અરજીનું સમર્થન, કહ્યું- ‘આ આસ્થાનો વિષય છે, લિંગ સમાનતાનો નહીં’ નવી દિલ્હી, 7 એપ્રિલ, 2026: સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓના પ્રવેશનો આદેશ આપતા 2018ના સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે દાખલ કરવામાં આવેલી પુનઃતપાસ અરજીઓ પર કેન્દ્ર સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. આજથી શરૂ થનારી સુનાવણી […]

કેન્દ્ર સરકારે ‘ફાઇનાન્સ એક્ટ 2026’ નોટિફાય કર્યો, નવા બજેટના ટેક્સ નિયમો લાગુ થયાં

નવી દિલ્હી, 1 એપ્રિલ 2026: ભારત સરકારે નાણાકીય વર્ષ 2026-27ના કેન્દ્રીય બજેટના દરખાસ્તોને અમલી બનાવવા માટે ‘ફાઇનાન્સ એક્ટ 2026’ (નાણા અધિનિયમ)ને સૂચિત (Notify) કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 30 માર્ચના રોજ આ વિધેયક પર મહોર મારતા હવે તેને કાયદાકીય માન્યતા મળી ગઈ છે. ગયા શુક્રવારે રાજ્યસભાએ નાણા બિલ 2026ને મંજૂરી આપી લોકસભાને પરત મોકલ્યું […]

યુવાનો અને બાળકોમાં મોબાઈલ ફોનની વધતી આદતનો મુદ્દો રાજ્યસભામાં ઉઠ્યો

નવી દિલ્હી, 27 માર્ચ 2026: દેશના યુવાધનને અજગરભરડો લઈ રહેલા ડિજિટલ વ્યસન અંગે શુક્રવારે રાજ્યસભામાં ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રાયને શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવતા દાવો કર્યો હતો કે, મોબાઈલ અને સ્ક્રીન એડિક્શનને કારણે દેશમાં દર વર્ષે અંદાજે 20 હજાર બાળકો આત્મહત્યા કરી રહ્યા છે. તેમણે સરકારને આ સંકટ સામે […]

કેન્દ્ર સરકાર હવે દર 15 દિવસે ઓઈલની કિંમતોની સમીક્ષા કરશે

નવી દિલ્હી, 27 માર્ચ 2026 : વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધ અને આર્થિક અસ્થિરતા વચ્ચે કેન્દ્ર સરકારે દેશના સામાન્ય નાગરિકોને મોટી રાહત આપતી જાહેરાત કરી છે. સરકાર હવે દર 15 દિવસે તેલની કિંમતોની સમીક્ષા કરશે. તેલ કંપનીઓની ખોટ ઘટાડવા અને ગ્રાહકો પર વધારાનો બોજ ન પડે તે હેતુથી એક્સાઈઝ ડ્યુટીમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. […]

કેન્દ્ર સરકારનો નિર્ણય: પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં રૂ. 10નો ઘટાડો

નવી દિલ્હી, 27 માર્ચ 2026: મધ્ય પૂર્વમાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં આવેલા ઉછાળા વચ્ચે કેન્દ્ર સરકારે સામાન્ય જનતાને મોટી રાહત આપી છે. શુક્રવારે સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં પ્રતિ લિટર રૂ. 10 નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય બાદ પેટ્રોલ પરની […]

ઘણા ખેડૂતોની આવક બમણી થઈ છે: શિવરાજ સિંહ ચૌહાણ

નવી દિલ્હી, 24 માર્ચ 2026: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે લોકસભામાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દરેક પરિસ્થિતિમાં ખેડૂતોને તેમના ઉત્પાદન માટે વાજબી ભાવ આપવા માટે પ્રતિબદ્ધ છે અને અન્નદાતાને સંકટમાંથી બચાવવા માટે કોઈ કસર છોડવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે NDA સરકારે […]

LPG અછતની અફવાઓ વચ્ચે કેન્દ્ર સરકારે ઉત્પાદનમાં કર્યો 40% નો વધારો

નવી દિલ્હી, 20 માર્ચ 2026: દેશમાં ઇંધણની અછતની અફવાઓ વચ્ચે કેન્દ્ર સરકારે સામાન્ય જનતા અને ઉદ્યોગો માટે રાહતના સમાચાર આપ્યા છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠો સતત જળવાઈ રહેશે. દેશમાં રાંધણ ગેસ (LPG) ની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે સરકારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code