1. Home
  2. Tag "central Gujarat"

ગુજરાતમાં લોકોને ગરમીથી આંશિક રાહત મળવાની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા છે. ગઈકાલે અમરેલી સૌથી ગરમ શહેર બન્યું છે. અમરેલીમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો રાજકોટમાં 40.9, ડાંગમાં 40.6, સુરેન્દ્રનગરમાં 40.3,  ભુજમાં 39.8, છોટાઉદેપુરમાં 39.6, ગાંધીનગરમાં 37.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.બીજી […]

સૌરાષ્ટ્ર બાદ હવે મધ્ય ગુજરાતના 7 જિલ્લાઓમાં પણ વીજળીના સ્માર્ટ મીટર લગાવવાનો નિર્ણય

વડોદરાઃ સૌરાષ્ટ્રભરમાં  PGVCL દ્વારા વીજળીના સ્માર્ટ મીટરો લગાવવાનો નિર્ણય કરાયા બાદ MGVCL (મધ્ય ગુજરાત વીજ કંપની)એ પણ મધ્ય ગુજરાતના તમામ સાત જિલ્લાઓમાં કરોડોના ખર્ચે વીજળીના સ્માર્ટ મીટરો લગાવવાનો નિર્ણય કર્યો છે. તમામ જિલ્લાઓમાં તબક્કાવાર સ્માર્ટ મિટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. વીજચારી અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એમજીવીસીએલના સૂત્રોએ જણાવ્યું હતું કે, કેન્દ્ર […]

મધ્ય ગુજરાતમાં ભારે વરસાદથી ઉભી થયેલી પૂરની સ્થિતિને લઈને રાહત પેકેજની જાહેરાત

અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં ભારે વરસાદ વરસ્યો હતો. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઉપરાંત નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા ભરૂચ સહિતના નર્મદા નદીના કિનારાના વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. જેથી ખેતીને વ્યાપક નુકશાન થયું હતું. દરમિયાન રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા […]

મધ્ય ગુજરાતમાં અનરાધાર વર્ષા, બોડેલીમાં 17 ઈંચ, જેતપુર અને ક્વાંટમાં 11 ઈંચ, 400 લોકોને કરાયાં રેસ્ક્યુ

અમદાવાદઃ રાજ્યના મધ્ય ગુજરાતના બોડેલી જેતપુર અને ક્વાંટ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડતા છોડાઉદેપુર સહિત જિલ્લાની તમામ નદીઓ ગાંડીતૂર બની છે. અનેક વિસ્તારો જળબંબોળ બની ગયા છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં 17 ઈંચ, પાવી જેતપુર અને કવાંટમાં 11-11 ઈંચ, છોટાઉદેપુરમાં 10 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે.નર્મદાના […]

મધ્ય ગુજરાત: અભયારણ્યોની મુલાકાત લેતા પ્રવાસીઓને મળશે વીમા કવચ

અમદાવાદઃ ગુજરાતમાં સાસણગીર અભયારણ્ય, જેસોર રીંછ અભયારણ સહિતના અભયારણ્યો આવેલા છે. જ્યાં દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. દરમિયાન મધ્ય ગુજરાતમાં પંચમહાલના જાંબુઘોડા વન્યજીવ અભયારણ્ય અને દાહોદના રતનમહાલ સ્લોથ રીંછના અભયારણ્યની મુલાકાત લેતી વખતે પ્રવાસીઓને વીમા કવચ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર એચ.ડી. રાઉલના જણાવ્યા અનુસાર આ વીમો સરકાર દ્વારા નહીં પરંતુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code