ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમ ઈન્ડિયા માટે BCCIએ તિજોરી ખોલી, 58 કરોડના ઈનામની જાહેરાત કરી
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ટાઇટલ જીત્યું હતું. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ ઈન્ડિયા માટે તિજોરી ખોલી દીધી છે. બીસીસીઆઈએ આખી ટીમ માટે રોકડ પુરસ્કારની જાહેરાત કરી છે. આ રકમ ખેલાડીઓ તેમજ કોચ અને સપોર્ટ સ્ટાફને આપવામાં આવશે. […]