1. Home
  2. Tag "change in weather"

દિલ્હી-NCRના વાતાવરણમાં પલ્ટો, અનેક સ્થળો ઉપર કમોસમી વરસાદ

નવી દિલ્હીઃ આજરોજ ફરી એકવાર હવામાન બદલાયું અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે દિલ્હીવાસીઓને ફેબ્રુઆરી મહિનામાં ગરમીથી રાહત મળી હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં દિલ્હીનું હવામાન પ્રમાણમાં ગરમ ​​હતું. દિલ્હીમાં ફેબ્રુઆરીમાં સરેરાશ મહત્તમ તાપમાન 26.7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું, જે સામાન્ય કરતા વધારે હતું. 28 ફેબ્રુઆરીના રોજ, ભારતીય હવામાન વિભાગે […]

ઉત્તર ભારતના હવામાનમાં બદલાવ, 25 નવેમ્બર બાદ ઠંડી વધશે

લખનૌઃ નવેમ્બર મહિનામાં પણ ઉત્તર પ્રદેશના હવામાનમાં ઘણી વધઘટ જોવા મળે છે. રાત્રે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાને કારણે સવારે હળવું ધુમ્મસ અને હળવી ઠંડીનો અહેસાસ થાય છે. તમને જણાવી દઈએ કે યુપીના ઘણા જિલ્લાઓમાં હજુ પણ મહત્તમ તાપમાન 30 થી 33 ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે. આમાં કેટલાક ઉતાર-ચઢાવ પણ જોવા મળી રહ્યા છે. IMD અનુસાર, […]

દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો, વલસાડમાં ભારે પવન સાથે વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં વિધિવત રીતે તો ચોમાસુ બેસી ગયુ છે. રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે વલસાડમાં વહેલી સવારે વરસાદ નોંધાયો છે. જો કે, રાજ્યમાં ધોધમાર વરસાદ માટે હજુ રાહ જોવી પડશે કારણ કે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદની આગાહી તો કરવામાં આવી છે, પરંતુ સાર્વત્રિક વરસાદ થવામાં હજુ વાર લાગશે. પરંતુ રાજ્યમાં હાલ વરસાદનું કારણ […]

દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો, વલસાડ અને નવસારીમાં કમોસમી વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસની તાપમાનમાં સરેરાશ ઘટાડો થયો છે. હવામાન વિભાગે 15મી જુનથી ચોમાસુ બેસી જશે એવી આગાહી કરી છે. ત્યારે આજે બુધવારે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વહેલી સવારે વલસાડ અને નવાસારી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને પગલે રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. તેમજ સવારે નોકરી પર જતા લોકો ભીંજાયા […]

વડોદરા જિલ્લામાં વાતાવરણમાં આવ્યો પલટો, માવઠું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ

વડોદરાઃ ગુજરાતમાં ભર ઉનાળે ફરી વાતાવરણમાં પલટાંની હવામાન વિભાગે આગાહી કર્યા બાદ આજે સવારથી જ વડોદરા શહેર અને જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને આકાશમાં વાદળો છવાયા બાદ કમોસમી વરસાદના ઝાંપટાં પડ્યા હતા. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 26થી 29 એપ્રિલ દરમિયાન માવઠાની આગાહી કરવામાં આવી છે. […]

સૌરાષ્ટ્રમાં હવામાનમાં પલટો, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, જુનાગઢ જિલ્લામાં માવઠું

રાજકોટઃ વેસ્ટર્ન ડિર્સ્ટબન્સની અસરને લીધે આજે સૌરાષ્ટ્રભરના વાતાવરણમાં પલટો આવ્યો હતો.સવારથી જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ અષાઢી માહોલ સાથે આકાશમાં ઘટાટોપ વાદળો છવાયા હતા અને સવારનાં ભાગે ઉતર-પૂર્વનાં ઠંડા પવનો સાથે વરસાદના છાંટણા પડતા  હિલ સ્ટેશન જેવું વાતાવરણ છવાયું હતું. આજે  સવારથી રાજકોટ, ગોંડલ, વિંછીયા, ભાવનગર, સુરેન્દ્રનગર, જુનાગઢ અને અમરેલી જિલ્લામાં ઘટાટોપ વાદળો છવાયા […]

દક્ષિણ ગુજરાતના હવામાનમાં પલટો, સૌરાષ્ટ્રમાં વાદળછાંયુ વાતાવરણમાં બેઋતુનો અનુભવ

અમદાવાદ: રાજ્યમાં શિયાળાનો દોઢ મહિનો વિતિ ગયો હોવા છતાં હજુ ઠંડી-ગરમી મિશ્રિત વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે વાતાવરણમાં પલટો આવતા દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં સામાન્ય કમોસમી વરસાદના છાંટણા પડ્યા હતા. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ કેટલાક વિસ્તારોમાં વાતાવરણ વાદળછાંયુ બન્યું છે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે અને બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. લોકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code