1. Home
  2. Tag "Chief Justice"

જસ્ટિસ બી.આર. ગવઈ દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ બનશે

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બી.આર. ગવઈને ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. “ભારતના બંધારણની કલમ 124(2) હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને, રાષ્ટ્રપતિએ ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈને 14 મે, 2025થી ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે,” કાયદા અને ન્યાય મંત્રાલયના એક જાહેરનામામાં આ જાણકારી અપાઈ છે. વર્તમાન મુખ્ય ન્યાયાધીશ સંજીવ […]

તહવ્વુર રાણાએ ભારતને પ્રત્યાર્પણ ટાળવા અમેરિકાના ચીફ જસ્ટિસને અપીલ કરી

મુંબઈ હુમલાનો આરોપી તહવ્વુર રાણા તેના ભારત પ્રત્યાર્પણને રોકવા માટે તમામ પ્રયાસો કરી રહ્યો છે. હવે તેણે પ્રત્યાર્પણને રોકવા માટે અંતિમ પગલું ભર્યું છે અને યુએસ ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સને અપીલ કરી છે. નોંધનીય છે કે તહવ્વુર રાણાએ અગાઉ યુએસ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એલેના કાગનને પણ અપીલ કરી હતી, પરંતુ જસ્ટિસ એલેનાએ તહવ્વુર રાણાની અરજી […]

દિલ્હી: વાયુ પ્રદૂષણને પગલે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે મોર્નિંગ વોક બંધ કર્યું

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે દેશની રાજધાની દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ પર ચિંતા વ્યક્ત કરી છે. CJI એ કહ્યું છે કે, દિલ્હીમાં વાયુ પ્રદૂષણના વધતા સ્તરને જોતા તેમણે તેમની મોર્નિંગ વોક બંધ કરી દીધી છે. મીડિયા સાથે વાત કરતા ચીફ જસ્ટિસે કહ્યું કે ડોક્ટરે તેમને સવારે વોક કરવાની સલાહ આપી છે પરંતુ […]

દેશના 49મા મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિત આજે લેશે શપથ,પરિવારની ચાર પેઢીઓ બનશે સાક્ષી

મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિત આજે લેશે શપથ તેઓ દેશના 49મા CJI હશે પરિવારની ચાર પેઢીઓ બનશે સાક્ષી દિલ્હી:જસ્ટિસ યુયુ લલિત ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ (CJI) હશે. તેઓ દેશના 49મા CJI હશે. જસ્ટિસ લલિત શનિવારે સવારે શપથ લેશે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવા CJI ને શપથ અપાવશે. શપથ દરમિયાન પરિવારની ત્રણ પેઢીઓ હાજર રહેશે.તેના 90 વર્ષીય પિતા પણ […]

ગુજરાતમાં ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ કરાશે, વાહનચાલકોને કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ મળશેઃ ચીફ જસ્ટિસ

ગાંધીનગરઃ ગુજરાત નૅશનલ લો યૂનિવર્સિટી ગાંધીનગર ખાતે “ટેકનોલોજીમાં ઉભરતા પ્રવાહો અને તેની કાયદા, ફોજદારી ન્યાય અને જાહેર નીતિ પરની અસર” વિષય પર 13મી એશિયન ક્રિમિનોલોજી કોન્ફરન્સમાં ખાસ ઉપસ્થિત રહેલા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ અરવિંદ કુમારે કોર્ટમાં પડતર કેસો પર ધ્યાન કેન્દ્રિત કરવાની હાકલ કરીને મોટર એક્સિડન્ટ ક્લેમનાં કેસોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ઝડપથી પડતર કેસોનો […]

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ RM છાયાની ગૌહાટી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જે.બી પારડીવાલાની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક કરાયા બાદ વધુ એક જસ્ટિસની ગૌહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ તરીકે નિમણુંક કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ આર. એમ છાયાની ગૌહાટી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરાઈ છે . અગાઉ 17 મી મેના રોજ સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા તેમના નામની ભલામણ કરવામાં આવી હતી. ત્યાર […]

હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ ગેટ નં.5 પર સરપ્રાઈઝ ચેકિંગ, સુરક્ષા કર્મચારીઓ સાથે ચર્ચા કરી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેથી અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં મનપા દ્વારા કોરોના ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન હાઈકોર્ટના ચીફજસ્ટિસ અરવિંદ કુમારે હાઈકોર્ટના ગેટ નં. પાંચ પર અચાનક જ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરેલું. આ સમયે, હાજર સિક્યુરિટી સ્ટાફ સાથે તેમણે ચર્ચા કરેલી અને હાઈકોર્ટમાં આવતા લોકોની કંઈ રીતે તપાસ […]

ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે અરવિંદ કુમારને રાજ્યપાલે શપથ લેવડાવ્યા

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિયુક્ત કરાયેલાં ન્યાયાધીશ  અરવિંદ કુમારને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે હોદ્દાના શપથ લેવડાવ્યા હતા. આ શપથ ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષા ડૉ. નીમાબેન આચાર્ય, આરોગ્ય મંત્રી  ઋષિકેશભાઈ પટેલ, માર્ગ અને મકાન વિભાગના મંત્રી  પૂર્ણેશભાઈ મોદી, આદિજાતિ વિકાસ મંત્રી […]

21 વર્ષથી છુટાછેડા માટે લડતા દંપતિ વચ્ચે SCના ન્યાયમૂર્તિના એક વાક્યથી આવ્યો સુખદ અંત

દિલ્હીઃ આંધ્રપ્રદેશના એક દંપતિના લગ્ન બાદ સંબંધમાં ખટાશ આવતા વાત છુટાછેડા સુધી પહોંચી હતી. તેમજ 21 વર્ષથી દંપતિ છુટાછેડા માટે લડત આપી રહ્યાં હતા. સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. આ અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દંપતિને એક જ વાત કહી હતી. જેથી પરિણીતાએ અરજી પાછી ખેંચવાની તૈયારી દર્શાવી હતી. તેમજ દંપતિ સાથે રહેવા પણ […]

ન્યાયપાલિકામાં કોઇ મહિલા ભારતના ચીફ જસ્ટિસ બને એ સમય આવી ગયો છે: ચીફ જસ્ટિસ બોબડે

એક મહિલા વકીલની પિટિશન પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેની ટિપ્પણી ભારતના ન્યાયતંત્રમાં કોઇ મહિલા ન્યાયાધીશ બને તે સમય આવી ગયો છે મહિલા ન્યાયાધીશનું નિમણૂંક પર સુપ્રીમ કોર્ટ તરફથી કોઇ ભેદભાવ થતો નથી નવી દિલ્હી: એક મહિલા વકીલની પિટિશન પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ એ બોબડેએ ટિપ્પણી કરી છે. તેમણે ટિપ્પણી કરી હતી કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code