1. Home
  2. Tag "Chief Minister Bhupendra Patel"

ચેટીચંડનો તહેવાર સિંધી સમુદાયના સંઘર્ષ અને જીંદાદીલીની ઊજવણી છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદમાં  સિંધી સમાજના ચેટીચંડની  ઊજવણીમાં ઉત્સાહ-ઉમંગથી સહભાગી થયા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ચેટીચંડ એ માત્ર તહેવાર નથી પણ સિંધી સમુદાયના સંઘર્ષ અને તેમની જીંદાદીલીની ઉજવણી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત ચેટીચંડ પર્વના સાંસ્કૃતિક કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સમગ્ર સિંધી પરિવારોને ચેટીચંડની […]

પર્યાવરણ પ્રિય લાઇફ સ્ટાઇલ રોજીંદા જીવનમાં અપનાવી જરૂરી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પર્યાવરણ પ્રિય લાઇફ સ્ટાઇલ રોજિંદા જીવનમાં અપનાવીને હરેક ક્ષેત્રે પર્યાવરણના વિચાર સાથે સંતુલિત વિકાસનું આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિશન લાઇફની જે સંકલ્પના આપી છે તેને ઊર્જા, પાણી, વગેરેના વિવેકપૂર્ણ ઉપયોગ, પ્લાસ્ટિકના ઓછામાં ઓછા ઉપયોગ અને પ્રકૃતિ જતનને જીવનશૈલી બનાવી સૌ સાકાર કરીએ. મુખ્યમંત્રીએ 21મી […]

રાજ્યની દરેક નગરપાલિકામાં એક ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવાશેઃ મુખ્યમંત્રી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની દરેક નગરપાલિકાઓ એક ટાઉનપ્લાનિંગ સ્કીમ બનાવશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની નાની-મોટી નગરપાલિકાઓ પોતાના નગરોના વિકાસકામો માટે વધારાના નાણાં આયોજિત કરવા સાથે નગર સુખાકારી અને જનસુવિધા વૃદ્ધિના કામો હાથ ધરી શકે તે માટે આ નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે શહેરી […]

રોડ સેફટી -માર્ગ સુરક્ષા માટે વડાપ્રધાનએ આપેલા કોન્સેપ્ટ 4E નું અનુપાલન ખૂબ જરૂરી: ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ સેફટી -માર્ગ સુરક્ષા માટે આપેલા કન્સેપ્ટ ‘4E – એન્ફોર્સમેન્ટ ઓફ લૉ, એન્જીનિયરીંગ ઓફ રોડ, ઈમરજન્સી કેર અને એજ્યુકેશન’નું અનુપાલન ખૂબ જરૂરી છે. તેમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. ટ્રાફિકના નિયમોનું પાલન કરી માર્ગ સુરક્ષા માટે પ્રતિબદ્ધ બનવા મુખ્યમંત્રીએ સૌને અપીલ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાહન વ્યવહાર તથા ગૃહરાજ્યમંત્રી […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની મુલાકાત લીધી

અમદાવાદઃ ગુજરાતમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે ગયા છે. દિલ્હીમાં ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી અને ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત લીધી હતી. બંને મહાનુભાવોએ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનવા બદલ શુભકામનાઓ પાઠવી હતી. આ ઉપરાંત ગુજરાતના વિકાસ અંગે ચર્ચા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીની સૌજન્ય મુલાકાત કરી […]

દશેરા પર્વઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે શસ્ત્રોનું પૂજન કર્યું

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં અસત્ય ઉપર સત્યના વિજય સમાન દશેરા પર્વની આજે ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે શસ્ત્ર પૂજન કરીને રાજ્યની જનતાને દશેરા પર્વની શુભકામનાઓ પાઠવી હતી. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પણ રાજ્યની પ્રજાને દશેરાની શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીની સુરક્ષા સલામતી વ્યવસ્થામાં ફરજરત સુરક્ષા કર્મીઓના શસ્ત્રોના પ્રતિ વર્ષ […]

ગુજરાત ઓલિમ્પિક ગેઇમ્સ જેવી મેગા સ્પોર્ટસ ઇવેન્ટના આયોજન માટે સુસજ્જ : મુખ્યમંત્રી

અમદાવાદઃ ગુજરાતમાં યોજાનારી 36મી નેશનલ ગેઇમ્સ-રાષ્ટ્રીય રમતોત્સવને ભવ્ય સફળતાપૂર્વક  ગુજરાત પાર પાડશે, તેવો નિર્ધાર વ્યક્ત કરીને મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, 7 વર્ષના લાંબા અંતરાલ બાદ યોજાઇ રહેલા ૩૬માં રાષ્ટ્રિય રમોત્સવનું યજમાન બનવાનું ગુજરાતને સૌભાગ્ય મળ્યું છે. ગુજરાત ઓલિમ્પિક ગેઈમ્સ જેવી મેગા સ્પોર્ટ ઈવેન્ટના આયોજન માટે સુસજ્જ થયું છે. આગામી તા. 27 સપ્ટેમ્બરથી તા.10 ઓક્ટોબર દરમ્યાન […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત-36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં યોજાશે

અમદાવાદ :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે. જેમાં 36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં યોજાશે. તથા નેશનલ ગેમ્સ 2022 ગુજરાતમાં રમાશે. તેમાં 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી રમતોત્સવ યોજવામાં આવશે.જેમાં મોટા શહેરોના પ્લે ગ્રાઉન્ડમાં નેશનલ ગેમ્સ રમાશે. તેમજ ગુજરાતનો પ્રસ્તાવ સ્વિકારવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ IOAનો આભાર માન્યો છે. જાણો અગાઉ શું હતો પ્લાન: આ વર્ષના […]

જગન્નાથજીની રથયાત્રાનું મુખ્યમંત્રીએ સી.એમ ડેશબોર્ડના માધ્યમથી નિરિક્ષણ કર્યુ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરની 145મી જગન્નાથ રથયાત્રા સહિત રાજ્યના નગરોમાં અષાઢી બીજે નીકળેલી રથયાત્રાઓનું તલસ્પર્શી નિરિક્ષણ સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી કર્યું હતું. રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને રાજયના પોલીસ વડા દ્વારા પણ સમગ્ર રથયાત્રા ઉપર નજર રાખવામાં આવી હતી. મુખ્યમંત્રીએ અમદાવાદના જગન્નાથ મંદિરેથી વહેલી સવારે પહિંદ વિધિ કરીને ભગવાનના રથને નગરચર્યાએ પ્રસ્થાન કરાવ્યું […]

પાટણની રાણકી વાવ ઐતિહાસિક નજરાણું છે, ભારતના ભવ્ય વારસાના દર્શન થયા: ભૂપેન્દ્ર પટેલ

પાટણઃ પ્રાચીન તથા ઐતિહાસિક કલાનગરી પાટણની મુલાકાત દરમિયાન UNESCO દ્વારા જાહેર કરાયેલા વિશ્વ ધરોહર સ્થળ “રાણકી વાવ” ની મુલાકાત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી હતી. અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની પત્ની અને જુનાગઢના ચુડાસમા વંશના રાજા રા ખેંગાર ના પુત્રી રાણી ઉદયમતીએ 11મી સદીના અંતિમ ચતુર્થાંશમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code