1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં છેલ્લા ૩ વર્ષથી ગુજરાત ટોપ પર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં છેલ્લા ૩ વર્ષથી ગુજરાત ટોપ પર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં છેલ્લા ૩ વર્ષથી ગુજરાત ટોપ પર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

0
Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેસાણા ખાતે ત્રી- દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન મેગા એક્સ્પો -૨૦૨૩નો પ્રારંભ થયો છે. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સરદાર ધામ અને ગુજરાત પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન દ્વારા ત્રિ-દિવસીય મેગા એક્સ્પોનું  આયોજન કરવામાં આવ્યું છે તે ખરેખર સહરાનિય છે. ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળથી  ગુજરાતમાં શરુ થયેલી અવિરત વિકાસની સફળતાને કારણે આજે ગુજરાત સમગ્ર દેશમાં વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. એટલુ જ નહિ આજે ગુજરાત તમામ ક્ષેત્રોમાં ખુબ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શરૂ કરેલી વિકાસની રાજનીતિને કારણે આજે ગુજરાતના દરેક ગામડાઓ સુધી પાક્કા માર્ગ અને વીજળી પહોંચી છે. વીજળી અને રસ્તાઓ બનવાને કારણે સરળતાથી પાણી પણ ગામડાઓ સુધી પહોંચ્યું છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, વિકાસ માટે જરૂરી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સહિત દરેક ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યું છે. મુખ્યમંત્રી તાજેતરમાં રાજકોટના જસદણના આટકોટમાં લોકાર્પણ કરેલી અત્યાધુનિક હોસ્પિટલનું ઉદાહરણ આપતા કહ્યું કે, આજે ગ્રામ્ય લેવલે આવી અધ્યતન ટેકનોલોજીથી સજ્જ હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે તે આપણા સૌ માટે એક ગર્વની વાત છે. નરેન્દ્ર મોદીએ વિકાસનો મજબૂત પાયો ગુજરાતમાં નાખ્યો હતો તેનો અનુભવ આજે દેશ અને સમગ્ર દુનિયાને થઈ રહ્યો છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ નરેન્દ્ર મોદીની તાજેતરમાં થયેલી વિદેશ યાત્રાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ ભારતમાં કરેલા અવિરત વિકાસના કાર્યોને કારણે ભારતનું નામ આજે વૈશ્વિક સ્તર પર ગાજી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનએ તો ત્યાં સુધી કહ્યું હતું કે ‘મોદી ઇઝ અ બોસ’, જે સૌ ભારતના સૌ નાગરિકો માટે એક ગૌરવની વાત છે. મુખ્યમંત્રીએ મહેસાણા ખાતે આયોજિત ગ્લોબલ પાર્ટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝ મેગા એક્સ્પો -2023ની વાત કરતા કહ્યું કે, આ એક્સ્પોમાં 300 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતમાં આ પ્રકારનું આયોજન પ્રથમ વખત થઈ રહ્યું છે. આ એક્સ્પો એટલા માટે પણ મહત્વનો થઈ જાય છે કે પાટીદાર સમાજે તમામ સમાજને સાથે રાખીને આગળ વધવાનો જે પ્રયાસ કર્યો છે તે પણ એક સહરાનીય છે. યુવા ઉદ્યોગકાર અને સ્ટાર્ટઅપ ક્ષેત્ર સાથે સંકળાયેલા યુવાનો માટે આ એક્સ્પો અનેક તકો લઈને આવ્યું છે. સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં છેલ્લા ૩ વર્ષથી ગુજરાત ટોપ પર છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે આરોગ્ય મંત્રીઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા દાયકાઓમાં ગુજરાતમાં ઉદ્યોગ ક્ષેત્રે ક્રાંતિ થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આયોજન અને માર્ગદર્શન મુજબ ગુજરાત સતત આગળ વધી રહ્યું છે.વાઇબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું અનુકરણ સમગ્ર દેશમાં થઈ રહ્યું છે અને તેણે આજે દેશભરમાં આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code