મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યાલય પર હુમલાની ધમકી, મુંબઈ પોલીસને પાકિસ્તાની નંબર પરથી મેસેજ મળ્યો
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યાલય પર હુમલો કરવાની ધમકી આપવામાં આવી છે. મુંબઈ પોલીસને પાકિસ્તાની નંબર પરથી ધમકીભર્યો મેસેજ મળ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે મુખ્યમંત્રી કાર્યાલય પર હુમલાની ધમકી આપતો મેસેજ વોટ્સએપ પર પાકિસ્તાની નંબર પરથી આવ્યો હતો. ત્યારથી મુંબઈ પોલીસ હાઈ એલર્ટ પર છે. મેસેજ મોકલનાર વ્યક્તિએ પોતાની ઓળખ મલિક શાહબાઝ હુમાયુ રાજા દેવ તરીકે આપી […]