1. Home
  2. Tag "civil hospital"

ધન્ય છે, સિવિલ હોસ્પિટલના તબીબો સહિત 2500 સ્ટાફને કે મહિનાથી એક પણ રજા લીધી નથી

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે, ત્યારે તબીબી આલમ માટે દર્દીઓની સારવાર પણ પડકારરૂપ બની છે. મોટાભાગના તબીબો અને નર્સિંગ સ્ટાફ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર રાત-દિવસ અવિરત દર્દીઓની સેવામાં જોતરાયેલા રહે છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ પણ “આ પાર કે પેલે પાર”ના ધ્યેય સાથે જીવસટોસટની બાજી ખેલી રહ્યો છે. વર્તમાન સમયમાં સિવિલ […]

કોરોનાનું સંક્રમણ વધી ગયા બાદ દર્દી હોસ્પિટલ આવતા મોત વધ્યાઃ સીએમ રૂપાણી

ધન્વંતરી રથનું કર્યું લોકાર્પણ રથમાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ ઉપલબ્ધ રહેશે અમદાવાદઃ કોરોના વાયરસનું સંક્રમણ વધ્યાં બાદ દર્દીઓ હોસ્પિટલ આવે છે જેના કારણે મોત થાય છે. જેથી જો પહેલા જ ટેસ્ટ કરાવી લેવાને સારવાર શરૂ કરવામાં આવે તો મૃત્યુ ઘટાડી શકાય છે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. સંક્રમિતોને તાત્કાલિક સારવાર મળે તે સરકારની પ્રાથમિકતા […]

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સંબંધીઓ હેલ્પ લાઈન નંબર પરથી મેળવી શકશે સ્વજનના આરોગ્યની માહિતી

અમદાવાદઃ શહેરની અસારવા વિસ્તારમાં આવેલી અને એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સારવાર માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં કાર્યરત છે. દર્દીઓ કે તેમના સગાઓ માટે માહિતી મળી રહે તે માટે હોસ્પિટલ દ્વારા હેલ્પ લાઈન શરૂ કરવામાં આવી છે, હેલ્પ લાઇન નંબર 94097-66908 / 94097-76264 ઉપર 24 કલાક […]

રાજ્યમાં રેમડેસિવીર ઈન્જેક્શનનો પુરતા જથ્થો ઉપલબ્ધ છે, સરકાર 800-900માં ઉપલબ્ધ કરાવશેઃ નીતિન પટેલ

ગાંધીનગર :  રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. સરકારે પણ કોરોનાના સંક્રમણને નાથવા અનેક પગલા લીધા છે સરકાર દ્વારા દરરોજ કોર ગૃપની  મળે છે, જેમાં સ્થિતિના સમિક્ષા કરીને  સતત રિવ્યૂ કરાય છે. ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં જે વ્યવસ્થા પહેલા હતી, તે યથાવત કરી દેવામાં આવી છે. પહેલા કેસ ઘટી ગયા […]

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓને સારવાર માટે જોવી પડે છે રાહ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની સ્થિતિ ભયાનક બનતી જાય છે. જેમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ સૌથી વધુ સ્ફોટક છે. અમદાવાદમાં તો સરકારી અને ખાનગી  મોટી હોસ્પિટલમાં પણ બેડ ફુલ થઈ ગયાં છે. દર્દીઓમાં નાના-મોટા દરેક સામેલ છે, ત્યારે હવે તેમને ક્યાં દાખલ કરવા એ મોટો પ્રશ્ન છે. બીજી તરફ, સિવિલ હોસ્પિટલમાં સતત કેસ વધતાં એમ્બ્યુલન્સને વેઈટિંગમાં ઊભી […]

સિવિલ હોસ્પિટલમાં OPD બંધ કરવાનો લેવાયો નિર્ણય

કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઇને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં યોજાઇ સમીક્ષા બેઠક સિવિલ હોસ્પિટલમાં એક મહિના માટે સાંજની ઓપીડી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો સિનિયર તબીબો સાથે દ્વિપક્ષીય ચર્ચા કરીને લેવાયો નિર્ણય અમદાવાદ:  કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઇને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મુખ્યમંત્રીના મુખ્ય સચિવ કે. કૈલાસનાથનની અધ્યક્ષતા હેઠળ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. રાજ્યભરમાં વધી રહેલા […]

સિવિલ હોસ્પિટલ સંકુલની કેન્સર અને કિડની હોસ્પિટલની નવી બિલ્ડીંગમાં થશે કોરોના પીડિતોની સારવાર

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના સંક્રમણથી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. જેમાં અમદાવાદ અને સુરતમાં સંક્રમણ ચિંતાજનકરીતે વધી રહ્યુ છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મુખ્યમંત્રીના મુખ્ય સચિવ કે.કૈલાસનાથનની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. કે.કૈલાસનાથને સિવિલ મેડિસીટીના સિનિયર તબીબો સાથે દ્વિપક્ષીય ચર્ચા કરીને સમગ્ર પરિસ્થિતિ અંગેની વિગતવાર માહિતી મેળવી હતી. સિવિલ મેડિસીટીમાં આવેલી કેન્સર અને કિડની હોસ્પિટલની નવી […]

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ વધતા કિડની ઈન્સ્ટિટ્યુટમાં વોર્ડ શરૂ કરાયાં

અમદાવાદ : શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈ રાજ્ય સરકાર ચિંતિત છે.  મંગળવારથી નવી કિડની હોસ્પિટલ કોરોનાના દર્દીઓની સારવાર માટે શરૂ કરવામાં આવી છે. કોરોનાના કેસો વધતા આખરે મંજુ મિલ ખાતે તૈયાર થઈ રહેલી નવી કિડની હોસ્પિટલ શરૂ કરવાની તંત્રને ફરજ પડી છે. સિવિલ કેમ્પસમાં આવેલી 1200 બેડ હોસ્પિટલ લગભગ કોરોનાના દર્દીઓથી ફૂલ થતા આખરે […]

અમદાવાદના કોરોના ટેસ્ટમાં કરાયો વધારોઃ બીજી વખત સંક્રમિત થયેલા લોકોના સેમ્પલ પુના મોકલાશે

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. કોરોના વાયરસના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજમાં પહેલા દરરોજ 600થી વધારે RTPCR ટેસ્ટ કરવામાં આવતા હતા. જેમાં વધારો કરીને હાલ સરેરાશ 1500થી વધારે ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ […]

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તબીબોની 50 ટકા જગ્યા ખાલીઃ કોંગ્રેસે મુખ્યમંત્રીને કરી રજુઆત

રાજકોટ: શહેરમાં કોરોનાની  સ્થિતિ વણસી રહી છે. સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. તેવામાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 50 તબીબોની ઘટ હોવાનો કોંગ્રેસે આરોપ મૂક્યો છે અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સત્વરે તબીબોની ઘટ પુરવાની માગણા કરી છે. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15ના કોંગ્રેસના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code