છત્તીસગઢમાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ ત્રણ માઓવાદીઓને ઠાર માર્યા
નવી દિલ્હી: સુકમા જિલ્લાના ભીજ્જી-ચિંતાગુફા સરહદ પર તુમલપાડ જંગલમાં ડીઆરજી ટીમ અને માઓવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં સુરક્ષા દળોએ 15 લાખ રૂપિયાના ઈનામી રકમના ત્રણ માઓવાદીઓને ઠાર માર્યા. આમાં કુખ્યાત જનમિલિટિયા કમાન્ડર અને સ્નાઈપર નિષ્ણાત માધવી દેવાનો સમાવેશ થાય છે. એન્કાઉન્ટર સ્થળ પરથી 303 રાઇફલ્સ, BGL (બેરલ ગ્રેનેડ લોન્ચર્સ) અને મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો છે. […]


