1. Home
  2. Tag "cloudy weather"

ગુજરાતમાં વાદળછાંયા વાતાવરણ બાદ ફરીવાર ઠંડીનું જોર વધવાની શક્યતા

અમદાવાદ,  2 ફેબ્રુઆરી 2026:  રાજ્યભરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવતા પવનની ગતિ પણ વધી છે. તો બીજી બાજુ અનેક વિસ્તારોમાં વાદળો ગોરંભાયા છે. આજે સવારે પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યાના વાવડ મળ્યા છે. ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયા વિસ્તારમાં 12.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું […]

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વાદળછાંયુ વાતાવરણ, વાયરલ બિમારીમાં થયો વધારો

અમદાવાદ, 27 જાન્યુઆરી 2026:  ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વાદળછાંયા વાતાવરણ સર્જાયુ છે. અને ઠંડાબોળ પવનોએ લોકોને ધ્રૂજાવી દીધા છે. હવામાં ભેજનું પ્રમાણ વધતા વાયરલ બિમારીના કેસમાં વધારો થયો છે. તાવ, શરદી, ઉધરસના ઘેર ઘેર દર્દીઓ જોવા મળી રહ્યા છે. અને ખાનગી અને સરકારી દવાખાનામાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના […]

ગુજરાતમાં વાદળછાયાં વાતાવરણને કારણે તાપમાનમાં થયો ઘટાડો

અમદાવાદ સહિત શહેરોમાં તાપમાનમાં 3થી4 ડિગ્રીનો ઘટાડો વાતાવરણમાં પલટા આવતા ગરમીથી લોકોએ રાહત અનુભવી હજુ બે-ત્રણ દિવસ માવઠું પડવાની શક્યતા અમદાવાદઃ રાજ્યમાં ગઈકાલે સોમવારે સાંજના સમયથી વાતાવરણમાં પલટો આવતા ઠંડક પ્રસરી ગઈ હતી. રાતના સમયે કેટલાક વિસ્તારોમાં ભારે વાવાઝોડું અને કમોસમી વરસાદ પણ પડ્યો હતો. વાતાવરણમાં આવેલી પલટાથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં આજે મહત્તમ […]

બનાસકાંઠામાં વાદળછાયાં વાતાવરણને કારણે ખેડુતો બન્યા ચિંતિત

અમિરગઢ અને ઈકબાલગઢ પંથકમાં આકાશમાં વાદળો છવાયા ઘઉં, બટાકા અને વરિયાળી સહિત તૈયાર થયેલા પાકને માવઠાથી નુકસાનીની ભીતિ વાતાવરણના પલટાથી જીરાના પાકને પણ નુકશાન થશે પાલનપુરઃ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આકાશ વાદળછાંયુ બન્યુ છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ખાસ કરીને અમીરગઢ અને ઈકબાલગઢ પંથકમાં આકાશમાં વાદળો […]

અમદાવાદ સહિત રાજ્યભરમાં વાદળછાંયુ વાતાવરણ, ખેડુતો બન્યા ચિંતિત

અમદાવાદ, ગાંધીનગર સહિત શહેરોમાં ધૂમ્મસભર્યું વાતાવરણ, તાપમાનમાં આંશિક વધારો પણ પવનની ગતિ વધતાં ઠંડીનો ચમકારો, ગતરાતે ડાંગ-આહવા, બાલાસિનોર, બાયડ સહિત તાલુકામાં માવઠું અમદાવાદઃ  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં ભર શિયાળે અષાઢી માહોલ સર્જાયો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે સવારથી વાદળછાંયુ વાતાવરણ સર્જાયુ હતું તેમજ ઘણા વિસ્તારોમાં સૂર્ય નારાયણના દર્શન પણ થઈ […]

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાંયું વાતાવરણ, ખેડુતો બન્યા ચિંતિત

હવામાન વિભાગે 3 દિવસ માવઠાની કરી આગાહી પ્રતિ કલાકે 40 કિમીની ઝડપે પવન ફુંકાવવાની શક્યતા વહેલી સવારે ગાઢ ધૂમ્મસથી વાહનચાલકો પરેશાન અમદાવાદઃ ગુજરાતમાં ભર શિયાળે ફરી વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ પર ઉપર સર્જાયેલી સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આકાશમાં વાદળો ગોરંભાતા માવઠું પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજથી ત્રણ […]

ગુજરાતમાં વાદળછાંયા વાતાવરણ સાથે 3 દિવસ સામાન્ય ઠંડી અનુભવાશે, માર્ચમાં માવઠાની આગાહી

અમદાવાદઃ ઉનાળાના આગમનને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતભરમાં ફરી વતાવરણમાં પલટો આવ્યો છે. અને આગામી ત્રણ દિવસ વાદળછાંયા વાતાવરણ વચ્ચે લોકો ઠંડીનો ચમકારો અનુભવશે.એવી રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે આગાહીકાર અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે, ગુજરાતમાં આગામી તા. 29 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી ભારે પવન સાથે માવઠું પડવાની શક્યતા […]

બનાસકાંઠામાં વાદળછાયાં વાતાવરણથી ખેડુતો બન્યા ચિંતિત, રવિપાકને નુકશાનની ભીતિ

પાલનપુરઃ રાજ્યમાં બુધવાર સવારથી કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં બનાસકાંઠામાં આકાશ વાદળછાયું બનતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. હાલ રવિ સીઝન ચાલી રહી છે. જેમાં હાલ બટાટા નીકાળવાની સિઝન ચાલી રહી છે અને ખેડૂતોએ બટાટા નીકાળી ખેતરોમાં ઢગલા કર્યા છે. ત્યારે જો કમોસમી માવઠું થાય તો ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે. ઉપરાંત વાદળછાયાં […]

ગુજરાતમાં વાદળછાંયા વાતાવરણમાં ગરમીમાં ઘટાડો, હવે ભેજનું પ્રમાણ વધતા બફારો અનુભવાશે

અમદાવાદઃ ગુજરાતમાં અષાઢ મહિનાના આગમન પહેલા જ મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. રવિવારે 140 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. આજે પણ આકાશ વાદળછાંયુ જોવા મળી રહ્યું છે. અને બનાસકાંઠા અને સાબરકાંઠા તથા દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ હળવાથી ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ છે. હળવાથી ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવનાઓની સાથે ભારે પવન ફૂંકાવાની પણ […]

ગુજરાતમાં વાદળછાંયા વાતાવરણ બાદ હવે બે દિવસમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચશે

અમદાવાદઃ રાજ્યમાં ઉનાળાનો પ્રારંભ થયાને દોઢ મહિનો વિતિ ગયો છે. ત્યારે બેઋતુનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી ફરીવાર આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દરમિયાન કેટલાક વિસ્તારમાં હવામાન વિભાગે માવઠાની આગાહી પણ કરી છે. જ્યારે બે દિવસ બાદ એટલે 9મી એપ્રિલથી ફરી આકરા ઉનાળાનો અનુભવ થવા લાગશે. એટલે કે તાપમાનને પારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code