1. Home
  2. Tag "CM patel"

અમદાવાદના 28 કડિયાનાકા પર શ્રમિક ભોજન કેન્દ્રોની શરૂઆત, 10 હજારથી વધુ શ્રમિકોને લાભ થશે

ગાંધીનગરઃ અમદાવાદના કુલ 28 કડિયાનાકા પર શ્રમિક ભોજન કેન્દ્રોની શરૂઆત આજથી થઈ છે, તેમ શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું. ગુજરાત રાજ્ય સરકારની આ એક ઉપલબ્ધિ જ છે કે ફક્ત રૂ. 5નાં નજીવા દરે શ્રમિકો અને તેમના પરિવારને ભોજનનો લાભ મળશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અન્નપૂર્ણા યોજનાથી અત્યાર સુધી રાજ્યના કુલ 1.83 […]

ગુજરાતમાં નાણાંના અભાવે કોઇ વિકાસ કામ અટકતાં નથી: CM ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ ગુજરાતના નગરો-મહાનગરો શહેરી વિકાસ કેવો હોય તેના ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યા છે. તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું, આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસનો અને નાણાંકીય વ્યવસ્થાપનનો જે મજબૂત પાયો નાંખ્યો છે તેના પરિણામે સ્ટેટ ગર્વનમેન્ટ અને લોકલ સેલ્ફ ગર્વનમેન્ટ તથા વહીવટી પાંખ અને ચૂંટાયેલી પાંખ એક થઇને કામ કરે છે. […]

ભરૂચમાં સારા પગારની નોકરી છોડી બે ભાઈઓ પિતા સાથે ખેતીમાં જોડાયા, ફૂલની ખેતીથી મબલખ કમાણી કરી

અમદાવાદઃ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના ખેડૂત પિતા અને બે પુત્રોએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની કૃષિ સહાય યોજનાનો લાભ લઈ ગ્રીન હાઉસ બનાવી ધર આંગણે વિદેશી મૂળના ફૂલોની અનોખી ખેતી કરી આર્થિક ઉન્નતિની સાથે  આધુનિક ખેતીનો પરચો આપ્યો હતો. ઉચ્ચ અભ્યાસી બંન્ને પુત્રોએ ઉચ્ચ પગારની નોકરી છોડી ખેતીમાં રુચિ આવતા પિતા સાથે ખેતી […]

U20 એ શહેરની રાજદ્વારી પહેલ : હરદીપ સિંહ પુરી

અમદાવાદઃ હેરિટેઝ સિટી અમદાવાદ ભારતના મુખ્ય શહેરી કેન્દ્ર તરીકે ઝડપથી ઉભરી આવ્યું છે અને G20ના વિશેષ વર્ટિકલ એવા અર્બન-20ના પ્રમુખ તરીકે શહેર મહત્વની ભૂમિકા ભજવે તે જ યોગ્ય છે, એમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં જણાવ્યું હતું. અર્બન20 લોગો અને વેબસાઈટ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મના લોન્ચિંગ સમયે બોલતા તેમણે જણાવ્યું હતું કે આ શહેરી વિકાસ […]

ખેડૂતોનું આનાજ ટેકાના ભાવે ખરીદવા  માટે  પ્રક્રિયા શરુ

­અમદાવાદઃ: ગુજરાત રાજ્ય પુરવઠા નિગમના રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ખરીફ માર્કેટિંગ સીઝન ૨૦૨૨-૨૩ અંતર્ગત ડાંગર, મકાઈ અને બાજરીની ખરીદી આગામી તા૧૭ ઓક્ટોબર થી શરુ થયેલ છે. જે ૩૧ ડીસેમ્બર-૨૦૨૨ સુધીમાં કરવાની રહેશે. ડાંગર માટે ૯૮, મકાઈ માટે 57 બાજરી માટે 89 જેટલા ગુજરાત રાજ્ય પુરવઠા નિગમના ખરીદી કેન્દ્રો ખાતે કરવામાં આવશે. ભારત સરકાર […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કચેરીની ઓચિંતી મુલાકાત લીધી

અમદાવાદઃ ગુજરાતમાં નવી સરકાર બન્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રમંડળ કાર્યભાર સંભાળ્યા બાદ વિકાસના કામોને વધારે વેગવંતા બનાવ્યાં છે. દરમિયાન મુખ્યમંત્રીએ અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક કચેરીની અચાનક મુલાકાત લઈને અધિકારી-કર્મચારીઓ સાથે ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીએ મક્કમતાનો અને મૃદુતાનો આગવો પરિચય અમદાવાદ જિલ્લા (ગ્રામ્ય) પોલીસ અધિક્ષકની કચેરીની ઓચિંતી મુલાકાત લઇને સૌને કરાવ્યો હતો. ભૂપેન્દ્ર પટેલ […]

પ્રજાના પ્રશ્નોને પ્રાયોરિટી આપી તેના નિવારણ માટે સરકાર સદૈવ કર્તવ્યરત રહેશેઃ CM ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગરઃ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ‘ઔડા’દ્વારા એસ.પી. રિંગરોડ ઉપર વૈષ્ણોદેવી જંકશન પર નવનિર્મિત અંડર પાસનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યુ હતું. નવી સરકારનો પ્રથમ જાહેર કાર્યક્રમ સરદાર ધામ પરિસરમાં સરદાર પ્રતિમાના ચરણોમાં  યોજાયો છે તેનું ગૌરવ સ્મરણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યુ હતું. મુખ્યમંત્રીએ આ સરકાર પ્રજાના પ્રશ્નોને પ્રાયોરિટી આપી તેના નિવારણ માટે સદૈવ કર્તવ્યરત રહેશે તેવી પ્રતિબદ્ધતા […]

ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલની નવી સરકારમાં અનેક નેતાઓને સાઈડલાઈન કરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે તેમના મંત્રીમંડળના 16 મંત્રીઓએ શપથગ્રહણ કર્યાં હતા. જેમાં છ કેબિનેટ કક્ષાના, બે રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) તથા આઠ રાજ્યકક્ષાના મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યો છે. આ મંત્રીમંડળમાં આઠ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. બીજી તરફ મંત્રીમંડળમાં ચર્ચાતા અનેક સિનિયર નેતાઓને સાઈડલાઈન કરવામાં આવ્યાં હતા. સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ભાજપના […]

ગુજરાતઃ નવી સરકારના મંત્રીમંડળમાં નવા અને યુવા ચહેરાઓને સ્થાન અપાય તેવી ચર્ચા

અમદાવાદઃ ગુજરાતમાં ભાજપના ભવ્ય જીત બાદ ભુપેન્દ્ર પટેલની તાજપોશી માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભાજપાની નવી સરકારમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં યુવા અને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવે તેવી શકયતા છે. જો કે, મંત્રમંડળને લઈને ભાજપમાં હાઈકમાન્ડ દ્વારા બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે. તા. 12મી ડિસેમ્બરના મુખ્યમંત્રી પદ માટે ભુપેન્દ્ર પટેલનો […]

ભુપેન્દ્ર પટેલની સાથે મંત્રીમંડળે પણ રાજ્યપાલને રાજીનામું આપ્યું

અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી પદ ઉપરથી આજે ભુપેન્દ્ર પટેલે રાજ્યપાલ આચાર્ચ દેવવ્રતજીને રાજીનામું આપ્યું હતું. મુખ્યમંત્રી ઉપરાંત મંત્રીમંડળે પણ રાજીનામું આપ્યું હતું. દરમિયાન આચાર્ય દેવવ્રતજીએ કાર્યકારી મુખ્યમંત્રીની જબાવદારી ભુપેન્દ્ર પટેલને સોંપી હતી. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીના હોદ્દા પરથી તેમજ મંત્રી મંડળના સાથી સદસ્યોના રાજીનામાનો પત્ર રાજભવન ખાતે સુપ્રત કર્યો હતો. જેનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code