1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભરૂચમાં સારા પગારની નોકરી છોડી બે ભાઈઓ પિતા સાથે ખેતીમાં જોડાયા, ફૂલની ખેતીથી મબલખ કમાણી કરી
ભરૂચમાં સારા પગારની નોકરી છોડી બે ભાઈઓ પિતા સાથે ખેતીમાં જોડાયા, ફૂલની ખેતીથી મબલખ કમાણી કરી

ભરૂચમાં સારા પગારની નોકરી છોડી બે ભાઈઓ પિતા સાથે ખેતીમાં જોડાયા, ફૂલની ખેતીથી મબલખ કમાણી કરી

0
Social Share

અમદાવાદઃ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના ખેડૂત પિતા અને બે પુત્રોએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની કૃષિ સહાય યોજનાનો લાભ લઈ ગ્રીન હાઉસ બનાવી ધર આંગણે વિદેશી મૂળના ફૂલોની અનોખી ખેતી કરી આર્થિક ઉન્નતિની સાથે  આધુનિક ખેતીનો પરચો આપ્યો હતો.

ઉચ્ચ અભ્યાસી બંન્ને પુત્રોએ ઉચ્ચ પગારની નોકરી છોડી ખેતીમાં રુચિ આવતા પિતા સાથે ખેતી તરફ પ્રયાણ માંડી હોલેન્ડમાં થતા જીપ્સોફિલા ( Gypsophila )ફૂલની ખેતી કરી માતબર કમાણી કરી જિલ્લાના અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા  છે.

અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના પ્રગતિશીલ ખેડૂત યશવંતભાઈ પ્રજાપતિએ પરંપરાગત ખેતીથી કંઈક જુદી ખેતી કરવાના હેતુથી નેશનલ હોર્ટી કલ્ચર બોર્ડ તેમજ નેશનલ હોર્ટી કલ્ચર મિશન  એમ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની કૃષિ સહાય યોજનાનો લાભ લઇ ગ્રીન હાઉસ બનાવ્યું હતું. જરબેરાં નામના ફુલ માટે પ્લાન્ટેશન કરી બાગાયતમાંથી સરકારી સહાય લીધી અને સમયાંતરે આ ફૂલોની માંગ વઘતાં ખેતીમાં સફળ થયા.

યશવંતભાઈના બે દીકરા કિરણ પ્રજાપતિ (ઉંમર ૩૯ વર્ષ) અને  રિલેશ  પ્રજાપતિ (ઉંમર ૩૯ ૪૦) બંન્ને ભાઈઓ એન્જીનીયરીંગ અને આઈ ટી સેક્ટરમાં અભ્યાસ કરી સારા પગારની નોકરી કરી રહ્યા હતા. ખેતી તરફની અભિરૂચીને કારણે બંન્ને ભાઈઓએ નોકરી છોડીને ખેતી તરફ ડગ માંડી પિતા સાથે ખેતીમાં ઝંપલાવાનું વિચાર્યું.

થાઈલેન્ડમાં થતા જરબેરાં અને ઓર્ચિડ ફુલોની ખેતી કરી સફળતા મેળવી હતી. ફુલોની ખેતી સાથે જોડાયેલા હોવાથી હોલેન્ડમા જેવા ઠંડા પ્રદેશોમાં થતા જિપ્સોફિલાના નામના ફુલ વિશે સાંભળ્યું. પહેલા થોડું રિર્ચસ કર્યું અને બજાર તેની માંગ, પ્રતિકુળ વાતાવરણ જેવા પડકારો છતાં જિપ્સોફિલા ફુલની ખેતી કરવાનું બિંડુ ઝડપ્યું હતું.

યશવંતભાઈના  દીકરા કિરણ પ્રજાપતિએ જણાવ્યું હતું કે,”સરકારની યોજના  સાથે આધુનીક પદ્ધતિથી ખેતીની શરૂઆત પિતાજીએ કરી દીધી હતી. હોલેન્ડમાં થતા જીપ્સોફિલા નામના ફૂલોનું વાવેતર કરવાનું નક્કી કરી બેંગ્લોરથી જીપ્સોફિલા પ્લાન્ટ મંગાવી ગ્રીન હાઉસમાં ડ્રિપ ઈરીગેશન કરી રોપાનું વાવેતર કર્યું હતું. અંતે, ચાર મહિનાની મહેનત રંગ લાવી અને વિપુલ પ્રમાણમાં  જીપ્સોફિલાના ફૂલ લાગવાની શરૂઆત થઇ છે.  હોલેન્ડના જીપ્સોફિલાના ફૂલ ની લગ્નપ્રસંગ, તહેવાર  તેમજ  અન્ય પ્રસંગોમાં તેની  ભારે માંગ વધુ હોવાથી  તેનું ઉંચા ભાવે  વેચાણ થતું  હોય છે. ગુજરાતમાં સુરત સહીત મુંબઈ ઇન્દોર સહીત  ના મોટા શહેરોમાં  માંગ હોવાથી ત્યાં સપ્લાય કરી સારી આવક મેળવી છીએ”.

પિતાએ કંડારેલી આગવી કેડી અને પંરપરાગત ખેતીથી અનોખુ કરવાના સાહસના પ્રતાપે ગુજરાતમાં માત્ર અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના બે યુવકો કિરણ પ્રજાપતિ અને રિલેશ પ્રજાપતિ એ હોલેન્ડના જીપ્સોફિલાના ફૂલોનું વાવેતર કરી નવો ચિલો ચાતરવાનું કામ કર્યું  છે. વર્ષોથી બજારમાં જરબેરા અને ઓર્ચિડના ફૂલોની માંગ તો હતી પણ સુશોભન માટે  હોલેન્ડના જીપ્સોફિલાના ફૂલોએ પણ સ્થાન મેળવતા આ ફૂલોની ડિમાન્ડ વધતાં હવે સારામાં સારા ભાવ મળતા થયા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code