1. Home
  2. Tag "CM patel"

ગુજરાતમાં વીજળીની માંગમાં ઘટાડો, એક સપ્તાહમાં 8600 મેગાવોટ જેટલો ઘટાડો

અમદાવાદઃ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાને પગલે ભારે પવન સાથે વરસાદી માહોલ ગુજરાતમાં જામ્યો છે. રાજ્યમાં વાવાઝોડાને પગલે છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને લોકોએ ગરમીમાંથી છુટકારો મળ્યો છે. બીજી તરફ વાતાવરણમાં આવેલા પલટાને પગલે વીજ માંગ ઉપર પણ અસર પડી છે. રાજ્યમાં વીજળીની માંગમાં વધાટો થયો છે. રાજ્યની વીજળીની માગ પીક અવર્સમાં 13,600 મેગાવોટ […]

વાવાઝોડાને પગલે 240 જેટલા ગામમાં અસર, લગભગ 524 વૃક્ષો ધરાશાયી

અમદાવાદઃ વાવાઝોડાને પગલે ગુજરાતના લગભગ 240 જેટલા ગામને અસર થઈ હોવાનું રાહત કમિશનરે જણાવ્યું હતું. આ ગામમાં વીજળીના થાંભલા, વૃક્ષો ધરાશાયી થઈ જવા જેવી ઘટનાઓ બની હતી. વાવાઝોડાને લીધે આશરે 524 વૃક્ષો પડી ગયા હતા જેમાં દ્વારકામાં 73 વૃક્ષો પડ્યા હતા. અત્યાર સુધી વાવાઝોડાને લીધે 22 જેટલા લોકો ઘાયલ થયાની માહિતી મળી છે. રાહત કમિશનરના […]

ચક્રવાત બિપરજૉયનો સામનો કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર શક્ય તમામ વ્યવસ્થાઓ કરી રહી છેઃ ડો. માંડવિયા

અમદાવાદઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કચ્છમાં ચક્રવાત ‘બિપરજૉય’નો સામનો કરવાની વહીવટી તંત્રએ તૈયારીનાં ભાગરૂપે લીધેલા વિવિધ પગલાંઓની સમીક્ષા કરી હતી. “અતિ તીવ્ર ચક્રવાતી તોફાન” તરીકે વર્ગીકૃત ચક્રવાત બિપરજૉય આવતીકાલે 15 જૂનનાં રોજ ગુજરાતનાં દરિયાકિનારા પર પહોંચશે કે ત્રાટકશે તેવી શક્યતા છે. દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ખાતરી આપી હતી કે, “ચક્રવાત […]

જખૌ પોર્ટ નજીક ગુરુવારે સાંજ 5 વાગ્યાની આસપાસ ટકરાવાની શકયતા

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું આવતીકાલે માંડવી અને કરાંચી વચ્ચે જખૌ પોર્ટ નજીક ટકરાવાની શકયતાઓ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલે સાંજના લગભગ 5 કલાકની આસપાસ બિપરજોય વાવાઝોડું ત્રાટકવાની શકયતા છે. આ ઉપરાંત દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસવાની શકયતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બિપરજોય વાવાઝોડું જખૌ બંદરથી દરિયામાં 289 કિમી દૂર […]

આંતરરાષ્ટ્રીય યોગ દિવસઃ સુરતમાં 21મી જૂને એક સાથે દોઢ લાખ લોકો યોગ કરશે

મતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, વિશ્વભરમાં દર વર્ષે ૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ’ ની થીમ પર ઉજવણી કરાશે. રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યભરમાં યોગ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.  તેમણે […]

આ વર્ષે બનેલા રસ્તાઓમાં ચોમાસામાં ક્ષતિ થશે તો સંબંધિતો સામે પગલાં લેવાશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 8 મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને આગામી ચોમાસા પૂર્વે મહાનગરોમાં હાથ ધરાયેલા આગોતરા આયોજનની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાઓએ સિટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન-2023 અન્વયે જે પ્રિ-મોન્સુન એક્શન પ્લાન તૈયાર કર્યા છે તે અંગે આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા પરામર્શ […]

અમદાવાદમાં નવીનીકરણ પામેલ AMTSના હેરિટેજ લાલદરવાજા ટર્મિનસનું લોકાર્પણ

અમદાવાદઃ મહાનગરપાલિકા દ્વારા નવીનીકરણ પામેલા હેરિટેજ લાલ દરવાજા ટર્મિનસના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, લાલ બસ એ અમદાવાદની ઓળખ છે. તેમણે કહ્યું કે, શરીરમાં લાલ રંગના લોહીનું મહત્વ છે, એવું જ મહત્વ શહેરી જીવનમાં આ લાલ બસનું છે. દરરોજ દોઢ લાખ જેટલા પ્રવાસીઓની અવર-જવર ધરાવતા આ બસ ટર્મિનસનું નવનિર્માણ હેરિટેજ સિટી અમદાવાદને […]

 5 જૂન-વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી અંબાજી ખાતે કરાશે

અમદાવાદ: પ્રવકતા મંત્રી ૠષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, 5 જૂન-વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ‘વન કવચ’ થીમ પર અંબાજી ખાતે કરાશે. કાર્યક્રમ દરમિયાન 10 ,000 જેટલા વૃક્ષો વવાશે અને ડ્રોન દ્વારા બીજની વાવણી સંદર્ભે પણ ખાસ કાર્યક્રમ યોજશે. મંત્રી પટેલે ઉમેર્યું કે, આ ઉજવણીમાં અમદાવાદ, આણંદ, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, ભરૂચ, ભાવનગર, મોરબી, વલસાડ […]

ગુજરાતઃ સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કરાશે વધારો, સરકારે કવાયત શરૂ કરી

મોંઘવારી ભથ્થામાં 8 ટકાના વધારાની શક્યતા કર્મચારીઓની નારાજગી દૂર કરવાના પ્રયાસો સરકાર ઝડપી નિર્ણય લે તેવી કર્મચારીઓની માંગણી અમદાવાદઃ રાજ્યના લગભગ 5 લાખ જેટલા કર્મચારીઓના મોંઘવારીના ભથ્થાની સરકારે વિચારણા શરૂ કરી છે. મોંઘવારી ભથ્થામાં 8 ટકા સુધીનો વધારો કરવામાં આવે તેવી શકયતા છે. આ અંગે રાજ્ય સરકાર આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે. દરમિયાન રાજ્ય સરકાર […]

રાખમાંથી બેઠા થાય એ ખમીરવંતા કચ્છી માડુ : CM ભૂપેન્દ્ર પટેલ

ભુજ,: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લાના ભૂકંપ અસરગ્રસ્તોને સનદ અને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમ ભુજ ટાઉનહોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે મંચ પરથી પ્રતિકરૂપે ૨૦ લાભાર્થીઓને મુખ્યમંત્રી  ના હસ્તે સનદ અને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લોકોનું અભિવાદન ઝીલતા જણાવ્યું હતું કે, આજે મોટા પ્રશ્નનું નિરાકરણ આવ્યું છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code