1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વાવાઝોડાને પગલે 240 જેટલા ગામમાં અસર, લગભગ 524 વૃક્ષો ધરાશાયી
વાવાઝોડાને પગલે 240 જેટલા ગામમાં અસર, લગભગ 524 વૃક્ષો ધરાશાયી

વાવાઝોડાને પગલે 240 જેટલા ગામમાં અસર, લગભગ 524 વૃક્ષો ધરાશાયી

0
Social Share

અમદાવાદઃ વાવાઝોડાને પગલે ગુજરાતના લગભગ 240 જેટલા ગામને અસર થઈ હોવાનું રાહત કમિશનરે જણાવ્યું હતું. આ ગામમાં વીજળીના થાંભલા, વૃક્ષો ધરાશાયી થઈ જવા જેવી ઘટનાઓ બની હતી. વાવાઝોડાને લીધે આશરે 524 વૃક્ષો પડી ગયા હતા જેમાં દ્વારકામાં 73 વૃક્ષો પડ્યા હતા. અત્યાર સુધી વાવાઝોડાને લીધે 22 જેટલા લોકો ઘાયલ થયાની માહિતી મળી છે.

રાહત કમિશનરના જણાવ્યાનુસાર કચ્છ તથા સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ યથાવત્ રહેશે. લેન્ડફોલ વખતે પવનની ઝડપ 118 કિ.મી. પ્રતિકલાક રહી હતી. વાવાઝોડાને પગલે બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદની આગાહી છે. વાવાઝોડાના લેન્ડફોલ વખતે દ્વારકા જિલ્લામાં ભારે પવન ફુંકાયો હતો. ખંભાળિયામાં બિપોરજોય વાવાઝોડાથી જિલ્લામાં વ્યાપક નુકસાન થયું છે. દ્વારકામાં બિપરજોય વાવાઝોડાએ જમીની તારાજી સર્જી છે. જિલ્લામાં 1500થી વધુ વીજપોલ ધરાશાયી થઈ ગયા હતા. જિલ્લામાં PGVCLની 117 ટીમ ખડેપગે છે.

કચ્છમાં વાવાઝોડાએ મચાવી ભારે તબાહી મચાવી હતી. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતાં રસ્તા થયા બંધ થઈ ગયા હતા. માતાથી મઢથી ભુજ તરફ જવાનો હાઈવે બંધ થયો છે. વૃક્ષ ધરાશાયી થતા હાઈવે બંધ થયો છે. ભુજના હાઈવે પર ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ થતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે.

બિપરજોય વાવાઝોડાની કુદરતી આફત પસાર થયા બાદ પોરબંદર જિલ્લાના માધવપુર નેશનલ હાઈવે પર દરિયાની રેતીના જામી ગયેલા થરને દૂર કરી નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર પુર્વવત કરવાની વહીવટી તંત્રની ઝડપી કામગીરી શરૂ કરાઈ છે. રાજકોટ જિલ્લા વન વિભાગની 25 ટીમો દ્વારા વાવાઝોડાના કારણે ધરાશાયી થયેલ 70થી વધુ વૃક્ષોને રસ્તા પરથી દૂર કરાયા છે. વહીવટીતંત્ર દ્વારા સતત ખડેપગે રાહત બચાવની કામગીરી શરૂ કરાઈ છે. 

પોરબંદરમાં વાવાઝોડામાં ધરાશાયી થયેલા નરસંગ ટેકરી પાસે ખાસ જેલ નજીકના મોટા વૃક્ષને ફાયર સેફ્ટીની ટીમ દ્વારા ગણતરીની મિનિટમાં હટાવવામાં આવ્યું હતું અને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ખાતે ઝડપી પવનના કારણે ધરાશયી થયેલા શેડને NDRFની ટીમે ક્રેન અને JCBની મદદથી તાત્કાલિક ખસેડીને રસ્તાને પૂર્વવત કર્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code