ગુજરાતમાં પ્રી-મોનસુન એક્ટિવી શરૂઃ પાંચેક દિવસમાં ચોમાસાના આગમનની શક્યતા
અમદાવાદઃ ગુજરાતમાં બપોરના સમયે કાળઝાળ ગરમી પડે છે. રાજ્યમાં ગણતરીના દિવોસમાં જ મેઘરાજાની એન્ટ્રી થશે. પાંચેક દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ રાજ્યમાં પ્રી-મોન્સુન એક્ટિવીટી શરૂ થઈ ગઈ છે. બીજી તરફ ચોમાસાની આગાહી પૂર્વે રાજ્યના વિવિધ શહેરોમાં પ્રી-મોનસુનના આયોજન ઉપર કામગીરી તેજ કરાઈ છે. […]


