1. Home
  2. Tag "coast"

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ગુજરાતના દરિયાકાંઠા પર સુરક્ષાદળો એલર્ટ

જામનગર, 7 માર્ચ 2026: મિડલ ઈસ્ટના દેશોમાં પ્રવર્તી રહેલી યુદ્ધની ગંભીર પરિસ્થિતિ અને વૈશ્વિક અશાંતિના પગલે ભારતની દરિયાઈ સીમાઓ પર સુરક્ષા એજન્સીઓ દ્વારા તકેદારી વધારી દેવામાં આવી છે. ગુજરાતના અત્યંત સંવેદનશીલ ગણાતા જામનગર જિલ્લાના સાગર કિનારે કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને અત્યંત સુદ્રઢ બનાવી દેવામાં આવી છે. કોઈપણ […]

ઓસ્ટ્રેલિયાઃ ચક્રવાતને કારણે વીજપુરવઠો ખોરવાયો

ઓસ્ટ્રેલિયાના ઉત્તરપૂર્વીય રાજ્ય ક્વીન્સલેન્ડમાં એક ઉષ્ણકટિબંધીય ચક્રવાત દરિયાકાંઠેથી પસાર થતાં હજારો લોકો વીજળીથી વંચિત રહ્યા હતા, જેમાં ભારે વરસાદ અને વિનાશક પવનો આવ્યા હતા. રાષ્ટ્રના હવામાન વિભાગે જણાવ્યું હતું કે, કોજી, એક શ્રેણીનું ચક્રવાત, રાજ્યની રાજધાની બ્રિસ્બેનથી લગભગ 500 કિમી (310 માઇલ) ઉત્તરમાં આવેલા આયર અને બોવેન શહેરો વચ્ચે લેન્ડફોલ થયું હતું, જે ઉષ્ણકટિબંધીય નીચા […]

ચક્રવાત વાવાઝોડું “દાના” 24 ઑક્ટોબરે ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા

નવી દિલ્હીઃ ગંભીર ચક્રવાત વાવાઝોડું “દાના” 24 ઑક્ટોબરે રાત્રે અંદાજે 120 કિલોમીટર પ્રતિકલાકની ઝડપ સાથે પુરી અને મહાસાગર ટાપુ વચ્ચે ઉત્તર ઓડિશા તેમજ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાનેપાર કરે તેવી શક્યતા છે. દરમિયાન ઓડિશા સરકાર દરિયાકાંઠાના જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાં રહેતાલોકોને સલામત સ્થળ પર લઈ જવાની તૈયારી કરી રહી છે. ચક્રવાત આશ્રયસ્થાનોને તૈયારરખાયા છે, જ્યાં પીવાના પાણી અને […]

સુરક્ષા જવાનોએ કોલિયાક બીચ પર દરિયાકાંઠાની સફાઈ કરી

અમદાવાદઃ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ ઘોઘા પોલીસ સ્ટેશન અને પોર્ટ મરીન પોલીસ સ્ટેશન, ભાવનગર, ગુજરાતના સહયોગથી સ્વચ્છ ભારત અભિયાનની 10મી વર્ષગાંઠની ઉજવણી માટે કોલિયાક બીચ પર દરિયાકાંઠાની સફાઈનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ એન્ડ મેરીટાઇમ સિક્યુરિટી સ્ટડીઝ (એસઆઈસીએમએસએસ)ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મરીન પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક સમુદાયની સાથે, વિદ્યાર્થીઓએ […]

કોડીનારમાં દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં રૂ. 6 કરોડનું ચરસ ઝડપાયું

અમદાવાદઃ ગુજરાતમાં ડ્રગ્સના દુષણને ડામવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. બીજી તરફ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાંથી છેલ્લા કેટલાક સમયથી નશીલા દ્રવ્યો મળી આવવાનો સીલસીલો ચાલી રહ્યો છે. દરમિયાન કોડીનાર તાલુકાના છારા ગામના દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં રૂ. છ કરોડની કિંમતના ચરસના 10 જેટલા પેકેટ મળી આવ્યા હોવાનું જાણવા મળે છે. પ્રાથમિક તપાસમાં આ અફઘાની ચરસ હોવાનું […]

ગુજરાતના દરિયાકિનારાનું સંરક્ષણ અને જાળવણી માટે 3006 હેક્ટરમાં મેન્ગ્રુવ્સનું વાવેતર કરાશે

અમદાવાદઃ દ્વારકા જિલ્લાના રૂક્ષ્મણી મંદિર ખાતે વન મહોત્સવ અઠવાડિયાની ઉજવણીના ભાગરૂપે હરિયાળી મહોત્સવ ૨૦૨૩ કાર્યક્રમનું આયોજન કેન્દ્રના પર્યાવરણ, વન, જલવાયુ પરિવર્તન અને શ્રમ રોજગાર વિભાગના મંત્રી ભુપેન્દ્ર યાદવના અધ્યક્ષ સ્થાને તેમજ  રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક વારસો, વન અને પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઇ બેરાની વિશેષ ઉપસ્થિતમાં કરવામાં આવ્યું હતું. જેમાં રૂક્ષ્મણી મંદિર પાસે ઉપસ્થિત […]

તમિલનાડુઃ દરિયો અને દરિયાકાંઠા પાસેથી રૂ. 20.21 કરોડનું 32 કિલો સોનું ઝડપાયું, શ્રીલંકાથી લવાયું હતું

બેંગ્લોરઃ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG), મંડપમ અને રામનાદ કસ્ટમની મદદથી સંયુક્ત ઓપરેશનમાં પ્રિવેન્ટિવ ડિવિઝનની બે ફિશિંગ બોટને અટકાવી 20.21 કરોડ રૂપિયાની કિંમતનું 32.869 કિલો વિદેશી મૂળનું સોનું જપ્ત કર્યું કરાયું હતું. કરોડો રૂપિયાનું સોનુ તસ્કરી કરીને શ્રીલંકાથી દરિયાકાંઠના માર્ગે ભારતમાં કરવામાં આવ્યું હતું. ડીઆરઆઈ, ચેન્નાઈને ચોક્કસ બાતમી મળી હતી […]

ગુજરાતના દરિયા અને દરિયાકાંઠા વિસ્તારમાંથી બે વર્ષમાં 1.6 ટન નશીલા દ્રવ્યોનો જથ્થો ઝડપાયો

અમદાવાદઃ ગુજરાત 1600 કિમી લાંબો દરિયા કિનોરો ધરાવે છે. આ ઉપરાંત ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલો છે. જેથી પાકિસ્તાનમાં બેઠેલા ડ્રગ્સ માફિયાઓ ભારતના યુવાનોને નશાના રવાડે ચડાવવા માટે ગુજરાતના દરિયા મારફતે નશીલા દ્રવ્યો ઘુસાડતા હોવાનું અગાઉ સામે આવ્યું છે. અવાર-નવાર કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસની ટીમોએ કરોડોનો ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો […]

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 60 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે, દરિયો ન ખેડવા માછીમારોને ચેતવણી

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાનું વિધિવત આગમન 15મી જુન સુધીમાં થઈ જશે, એવો હવામાન વિભાગનો વર્તારો છે, ત્યારે  રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. બીજી બાજુ રાજસ્થાનમાં સક્રિય થયેલા સાઈક્લોનિક સર્ક્યુલેશનનો ટ્રફ દક્ષિણ-પશ્ચિમી રાજસ્થાનથી લઈને ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્ર સુધી લંબાયો છે. જેને કારણે આગામી 3 દિવસ દરમિયાન ભારે પવન સાથે માવઠારૂપી છાંટણા પડવાની શક્યતા છે. હવામાન […]

સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં માવઠું અને અમદાવાદ સહિત શહેરોમાં હવે ઠંડીનું જોર વધશે

અમદાવાદઃ રાજ્યમાં કારતક મહિનો અડધો પૂર્ણ થતાં જ કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યુ હતું. ભર શિયાળે વરસાદી માહોલથી ખેડુતોને પણ ચિંતિત કરી દીધા હતા. હવે વધુ એક વખત અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સાઉદી તરફ જઈ રહી છે. પવનની પેટર્ન દરિયામાંથી પસાર થઈ રહી છે, જેથી  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં સતત પલટો આવી શકે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code